ETV Bharat / state

કચ્છના ઇતિહાસમાં પ્રથમવાર સંસ્કૃત સપ્તાહ મહોત્સવમાં સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ ઝળહળ્યો - sanskrit language information

સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે World Sanskrit Day ભુજના ટાઉનહોલ મધ્યે વિવિધ 7 જાતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં જિલ્લાભરમાંથી 800 જેટલા બાળકોએ જુદી જુદી 7 સ્પર્ધાની જુદી જુદી કૃતિઓમાં sanskrit saptah Festival ભાગ લીધો હતો. બાળકોએ સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરી લુપ્ત થતી સંસ્કૃતને તાજી કરી હતી.

કચ્છના ઇતિહાસમાં પ્રથમવાર સંસ્કૃત સપ્તાહ મહોત્સવમાં સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ ઝળહળ્યો

author img

By

Published : Aug 13, 2022, 1:43 PM IST

કચ્છ 12 ઓગસ્ટ એટલે કે વિશ્વ સંસ્કૃત દિવસ. ત્યારે કચ્છની સૌથી પ્રાચીન ભાષાઓમાંથી એક સંસ્કૃત આમ તો લુપ્ત થતી જાય છે. પણ કચ્છમાં જાણે આ ભાષાનો વ્યાપ વધ્યો હોય તેમ બાળકો આ ભાષા તરફ પ્રેરિત થયા છે. હાલમાં જિલ્લામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી (Celebrating Sanskrit Week) ચાલી રહી છે, ત્યારે જિલ્લાભરમાંથી 800 જેટલા બાળકોએ જુદી જુદી 7 સ્પર્ધાની જુદી જુદી કૃતિઓમાં ભાગ લીધો હતો. આ મહોત્સવમાં જૈન સમાજના મુનિઓ, સ્વામિનારાયણ મંદિરના સંતો તથા સંસ્કૃત સાથે જોડાયેલી જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્કૃત ભાષામાં પોતાનું વક્તવ્ય આપ્યું હતું.

કચ્છના ઇતિહાસમાં પ્રથમવાર સંસ્કૃત સપ્તાહ મહોત્સવમાં સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ ઝળહળ્યો

સંસ્કૃત સપ્તાહ ઉત્સવ સંસ્કૃત ભારતી સંસ્થા સંસ્કૃતને પુનઃ બોલચાલની ભાષા બનાવવા સમગ્ર ભારતની સાથે વિશ્વના જુદા જુદા દેશોમાં કાર્ય કરી રહી છે. આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે લોકોને સંસ્કૃત તરફ આકર્ષવા અનેક કાર્યક્રમો પણ કરતી હોય છે એવો જ એક કાર્યક્રમ છે સંસ્કૃત સપ્તાહ. શ્રાવણી પૂર્ણિમા સંસ્કૃત દિવસના (World Sanskrit Day) આગળ પાછળના ત્રણ દિવસો એટલે સંસ્કૃત સપ્તાહ. છેલ્લા દસેક વર્ષથી કચ્છમાં પણ આની ઉજવણી થતી રહી છે પણ આ વર્ષે સ્વતંત્રતાના અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mohotsav) નિમિત્તે 7500 લોકોને પ્રત્યક્ષ તથા 75000 લોકોને પરોક્ષ રીતે આ ઉત્સવ સાથે જોડી આ સંસ્કૃત સપ્તાહ ઉત્સવને જન જનનો ઉત્સવ બનાવવા સંસ્કૃત ભારતી કચ્છ દ્વારા પ્રયત્નો શરૂ કરાયા છે.

કાર્યક્રમ
કાર્યક્રમ

સંસ્કૃત ભાષામાં 7 સ્પર્ધાઓ યોજાઇ સંસ્કૃત બોલવા અને સાંભળવા મળે એવી સાત સ્પર્ધાઓ જેવી કે સમૂહ ગીતગાનમ, સમૂહ નૃત્ય, લઘુનાટિકા,કથાકથનમ, સ્તોત્રગાનમ, એકપાત્ર અભિનય, અનુવાદિત ગીતગાનમ જેમાં બોલીવુડના ગીતોનું સંસ્કૃત ભાષામાં અનુવાદ (Sanskrit language translation) કરવામાં આવ્યું હતું. આ તમામ સ્પર્ધાઓ સંસ્કૃત ભાષામાં યોજાઈ હતી. આ સ્પર્ધાઓ શૈક્ષણિક સંસ્થા, કલા સંસ્થા અને સામાજિક સંસ્થા એવા ત્રણ મુખ્ય વિભાગો તથા 1 થી 14 વર્ષ અને 15 વર્ષથી ઉપર એવા બે પેટા વિભાગોમાં યોજાઈ હતી. આ રીતે આ સ્પર્ધામાં અંદાજે 1500 સ્પર્ધકો સીધે સીધા સંસ્કૃત ભાષાની સ્પર્ધામાં સંસ્કૃત ભાષાના પ્રેમને કારણે અને સંસ્કૃત ભાષા પુનઃ લોક વ્યવહારની ભાષા બને એ માટે જોડાયા છે અને આવું કચ્છના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે.

કાર્યક્રમ
કાર્યક્રમ

આ પણ વાંચો સંસ્કૃત ભાષા સાત સમંદર પાર પહોંચી, ઈરાન-થાઈલેન્ડથી અભ્યાસ હેતું આવ્યા વિદ્યાર્થીઓ

સંસ્કૃત સાથે જોડાયેલી જુદી જુદી સંસ્થાઓ સંસ્કૃત ભારતી કચ્છ, ભારત વિકાસ પરિષદ, તેરા તુજકો અર્પણ સંસ્થા, ભારતીય શિક્ષણ મંડલમ, વિશ્વ બ્રહ્મ સંસ્કૃતિ પ્રતિષ્ઠાનમ, સંસ્કૃત વાલા એપ, વિશ્વ એકેડેમી, ફિનિક્ષ એજ્યુકેશન, ભેરપો સેવા સંસ્થા વગેરે જેવી સંસ્થાઓનો આ સંસ્કૃત સપ્તાહ (sanskrit saptah Festival) મહોત્સવમાં સહયોગ મળ્યો છે. આ તમામ સ્પર્ધા વ્યક્તિની હાર જીત માટે ન હોતા સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ દર્શાવવા માટે હોઇ આ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રત્યેકને સમાન રીતે સન્માનવામાં આવ્યું હતું. સાથે સ્પર્ધાના આનંદને માણવા પ્રથમ ત્રણ ક્રમને સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું હતું. આ ઉત્સવને જન જનનો ઉત્સવ બનાવવા કચ્છના પ્રત્યેક સંસ્કૃત પ્રેમી લોકો અને સંસ્કૃત અનુરાગી સંસ્થાઓને સંસ્કૃતભારતી કચ્છ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ
કાર્યક્રમ

આ પણ વાંચો ગેમ્સ નહિ પણ જામનગરની 4 વર્ષની હીર છે સંસ્કૃત શ્લોકની દીવાની, કેવી રીતે આપી શકાય આવું ઘડતર

સંસ્કૃત આપણી દેવભાષા આ સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ જન જન સુધી સંસ્કૃતને પુનઃ બોલચાલની ભાષા બનાવવા માટે પ્રયત્ન કરવો છે. સંસ્કૃત આપણી દેવભાષા છે. આપણે જાણીએ છીએ કે ઇઝરાયેલ લઘુરાષ્ટ્ર છે છતાં પણ તે આટલો શક્તિશાળી છે તેનો મુખ્ય કારણ છે. ત્યાંની મુખ્ય ભાષા Hebrew સર્વસ્વ સ્વીકૃત છે તેવી જ રીતે આપણી દેવભાષા સંસ્કૃત છે જો આપણે પણ તેનું સર્વસ્વ સ્વીકૃત કરીશું તો આપને પણ આપણા દેશનું ગૌરવ વધારી શકીશું તેવું પશ્ચિમ કચ્છ સંસ્કૃત ભારતીના સંયોજક અનિરુદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.