ETV Bharat / state

કચ્છ જિલ્લામાં સુશાસન દિવસ ઉજવણી, અંજારમાં ખેડૂતોને સહાય વિતરણ કરાઈ - સુશાસન દિવસ

24 ડિસેમ્બરે દેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ છે, ત્યારે આ દિવસે સમગ્ર દેશમાં સુશાસન દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. કચ્છમાં પણ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને અંજારમાં ખેડૂતોને સહાય વિતરણ કરવામાં આવી હતી.

Kutch News
કચ્છ જિલ્લામાં સુશાસન દિવસ ઉજવણી
author img

By

Published : Dec 26, 2020, 8:20 AM IST

  • સમગ્ર કચ્છમાં સુશાસન દિનની ઉજવણી
  • અંજારમાં યોજાયો જિલ્લાસ્તરનો કાર્યક્રમ
  • ખેડૂતોને સહાય વિતરણ કરવામાં આવી

કચ્છઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસને સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લાના તમામ તાલુકા મથકોએ સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અંજાર ખાતે શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની ઉજવણી કરાઇ હતી. પ્રભારી પ્રધાને જણાવ્યું કે, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાત રાજય એ સમગ્ર દેશમાં આગવી ઓળખ ઉભી કરી છે. રાજય, દેશના વિકસિત મજબૂત ઉભરતા રાજયની સિધ્ધિ હાંસલ કરી દેશના બાકીના રાજયો માટે દીવાદાંડી બન્યું છે.

ગુજરાત રાજય કૃષિ ઉત્પાદનમાં દેશમાં અગ્ર સ્થાને

રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓ જેવી કે, સોઇલ હેલ્થ કાર્ડ, નવીન ટેકનોલોજી સાથે ખેડૂતોને જોડી રાખવા માટે કૃષિમહોત્સવ, કૃષિ કલ્યાણ અભિયાન, જળસંચયના ઘનિષ્ઠ પ્રયાસો, ઓછા સમયમાં વધુ કાર્યક્ષમ રીતે વધુ વિસ્તારને આવરી લઇ વધુ ખેત ઉત્પાદન મેળવવા માટે કૃષિયાંત્રિકરણ, ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો, ખેડૂતોને અકસ્માતે થતાં અપંગતા, મૃત્યુ સામે વિમા કવચ, સિંચાઇ માટે નકકી વીજ પુરવઠો જેવી અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લઇ રાજયના ખેડૂતોએ કૃષિ ક્ષેત્રે નવા આયામો પ્રસ્થાપિત કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનો મંત્ર આપી સમગ્ર રાષ્ટ્રને કોવિડ-19 ના આ આફતના સમયમાં અર્થતંત્રને ફરીથી ધબકતું કરવાના આશય સાથે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મુક્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રાજયનો 58 ટકા વિસ્તાર સૂકો તેમજ અર્ધસૂકો હોવા છતાં પણ સરકારની શ્રેષ્ઠતમ કિસાન હિતલક્ષી યોજનાઓ અને ધરતીપુત્રોના અથાગ પરિશ્રમથી આજે આપણું રાજય કૃષિ ઉત્પાદનમાં દેશમાં અગ્ર સ્થાને છે.

Kutch News
કચ્છ જિલ્લામાં સુશાસન દિવસ ઉજવણી

ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, રાજયના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા લોકહિતના નિર્ણયો લીધા છે. ખેડૂતલક્ષી યોજનાઓ માટે રાજય તેમજ કેન્દ્ર સરકારે સતત દરકાર લીધી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જીવંત પ્રસારણથી સંબોધન

આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીવંત પ્રસારણ માધ્યમો થકી દેશના સાત જેટલા વિવિધ રાજયોના ખેડૂતો સાથે સંવાદ સાંધ્યો હતો અને કૃષિ બિલ વિશે ખેડૂતોને સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, કૃષિ બિલ ખેડૂતો માટે હિતકારી છે. ખેડૂતો ભ્રમિત પ્રચારથી દુર રહે. પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ અંતર્ગત સહાયનો નવો હપ્તો ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરાવાયો હતો. જેમાં અંદાજે 9 કરોડની વધુ ખેડૂતોને 18 હજાર 58 કરોડથી વધુની સહાયની રકમ ડીબીટી મારફતે જમા કરાવવામાં આવી હતી.

રાજય સરકાર ખેડૂતોની પડખે ટેકો બનીને ઉભી છે

આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. તેમણે કહયું હતું કે, રાજય સરકાર ખેડૂતોની પડખે ટેકો બનીને ઉભી છે. કાંટાની વાડની સબસીડી, ખેતરમાં ગોડાઉન, ફેરીયાની છાંયા માટે છતરડી, ખેત મજૂરોને તકલીફ ન પડે તે માટે સાધનો, પ્રાકૃતિક ખેતી માટે ગાયની માવજત અને જીવામૃત બનાવવા માટે કિટ આપીને સરકારે ખેડૂતોને ઝેરમુકત ખેતી કરી સમાજને તંદુરસ્ત બનાવવા માટે સહાય સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના થકી ખેડૂતોના ઉત્થાન માટે નવી દિશાઓ ખોલવામાં આવી છે. આ પ્રસંગે યોજના અંતર્ગત ખેડુતોને સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના, પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા માટે લાભાર્થીઓને નિદર્શન કીટમાં 75 ટકા સહાયની યોજના, કૃષિ ઉત્પાદનોમાં પરિવહન માટે મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવાની યોજના, ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, સર્વગ્રાહી યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કરવામા આવ્યું હતું. ઉપરોક્ત તમામ યોજનાઓના લાભાર્થીઓને સહાય એનાયત કરવામા આવી હતી.

લાભાર્થીઓ અને કારીગરોને સહાયનું વિતરણ

આ પ્રસંગે માનવ ગરિમા યોજના હેઠળ 100 જેટલા લાભાર્થીઓને ટુલકિટસનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત હસ્તકળા ક્ષેત્રે સમગ્ર રાજયમાં અગ્રસ્થાન ધરાવતાં કચ્છ જિલ્લાના વિવિધ હસ્તકળાના 18 જેટલા રાજયકક્ષાના એવોર્ડ વિજેતા કારીગરોનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં આત્મા પ્રોજેકટ દ્વારા સંચાલિત અમૃત આહાર વિતરણ કેન્દ્રને પ્રભારી પ્રધાન દિલીપ ઠાકોર દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ તકે ફરતું પશુ દવાખાનાને પણ પ્રસ્થાન કરાવાયું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે., નાયબ ખેતી નિયામક વાઘેલા તેમજ ખેતીવાડી વિભાગના અધિકારીઓ, તેમજ અન્ય વિભાગોના અધિકારી/કર્મચારીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.