ETV Bharat / state

જો ભવિષ્યમાં કઈક કરવું હોય તો ચોક્કસથી આ સેમિનારમાં ભાગ લઈ શકાય - વિદ્યાર્થીઓને રોજગારીની તકો

કચ્છમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું (Career Guidance Seminar) આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કારકિર્દી માટે ચિંતિત હોય એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન(Solve Students Questions) આપવા માટે તેમજ વાલીઓ, શિક્ષક મિત્રોને ખૂબ જ ઉપયોગી અને જરૂરી માહિતી માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પર્ધાના આ યુગમાં, વિદ્યાર્થીઓ તેમની શ્રેષ્ઠ કારકિર્દીની પસંદગી કેવી રીતે કરી શકે તેના પર કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

author img

By

Published : May 30, 2022, 6:05 PM IST

કચ્છ: સાંપ્રત યુગ એ વિદ્યાર્થીઓ માટે એક તીવ્ર હરીફાઇનો યુગ છે. દરેક વિદ્યાર્થી અને તેના વાલીઓ સતત પોતાની કારકિર્દી માટે ચિંતિત હોય છે. બીજી તરફ શિક્ષણના અને રોજગારીના અનેક નવાં ક્ષેત્રો પણ ખુલ્યા છે, ઉપરાંત વિવિધ કૌશલ્યની માંગ(Demand for various skills in students) પણ વધી છે, ત્યારે કચ્છના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા કક્ષાના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા કક્ષાના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ(Gujarat Government Department of Education) અને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર(Kutch District Administration) દ્વારા કચ્છના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે તેમજ કારકિર્દીને લગતી તમામ માહિતી પૂરી પાડવા તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલવા(Solve Students Questions) જિલ્લા કક્ષાના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું(District Level Career Guidance Program) આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમજ શિક્ષક મિત્રોને ખૂબ જ ઉપયોગી અને જરૂરી માહિતી મળે છે. અને કારકિર્દીની ચિંતા પણ ઓછી થાય છે.

કારકિર્દી માર્ગદર્શનના કાર્યક્રમો સૌને માટે નવી દિશા નવું ફલકની વિભાવના લઈને આવ્યો છે

કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં 1500 જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો જોડાયા - જિલ્લા કક્ષાએ સુંદર આયોજન બદલ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને(District Education Officer Office) અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ પછી કારકિર્દીની યોગ્ય પસંદગી કરી શકે તેવા હેતુથી શિક્ષણ પ્રધાનની પ્રેરણાથી(Inspired by the Minister of Education) અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(Gujarat Board of Secondary and Higher Secondary Education) ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા R D વારસાની કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન યોજવામાં આવ્યો હતો. આ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં 1500 જેટલા વિદ્યાર્થીઓ ,વાલીઓ અને શિક્ષકો જોડાયા હતા.

વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમજ શિક્ષક મિત્રોને ખૂબ જ ઉપયોગી અને જરૂરી માહિતી મળે છે. અને કારકિર્દીની ચિંતા પણ ઓછી થાય છે.

આ પણ વાંચો: ડાંગની સરકારી માધ્યમિક શાળામાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

નવી દિશા નવું ફલકની વિભાવના એટલે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ - વિદ્યાર્થીઓને રોજગારીની તકોની(Employment opportunities for students) ઝાંખી કરાવતા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિડિયો સંદેશ આપતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે કારકિર્દી માર્ગદર્શનના કાર્યક્રમો સૌને માટે નવી દિશા નવું ફલકની વિભાવના લઈને આવ્યો છે ગુજરાતના વિદ્યાર્થીઓ સ્વનિર્ભર બને અને રોજગારીનું પ્રમાણ વધે તેવા હેતુથી વિવિધ વિભાગોના સંયોજનથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ ભવિષ્યમાં જાતે રોજગારી મેળવો અને રોજગારી ઉભી કરો - શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, આજના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં જાતે નોકરી રોજગારી મેળવવાની સાથે સાથે અન્યને પણ રોજગારી આપતા થાય અને આ પ્રકલ્પને સાકાર કરવામાં સહયોગ કરે અને વધુને વધુ પરિવારો આ કાર્યક્રમમાં હિસ્સેદાર બને તેવી શુભેચ્છા પાઠવી હતી.

ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા R D વારસાની કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન યોજવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યો વિકસાવવા પર ભાર મુકાયો - કારકિર્દી માર્ગદર્શનના મુખ્ય વક્તા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર જયરાજસિંહ જાડેજાએ કારકિર્દીનું ક્ષેત્ર નક્કી કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો નિર્દેશ કર્યો હતો તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સફળતા માટે સખત પરિશ્રમ સિવાય કોઈ વિકલ્પ નથી અને આ માટે હકારાત્મકતા પણ જરૂરી છે. કોઈ ધ્યેય નક્કી કરો અને હાલમાં ચાલી રહેલા વિવિધ ટ્રેન્ડની વાત કરી યોગ્ય ટ્રેન્ડ પસંદ કરવા અપીલ કરી હતી તેમજ તેમણે વિવિધ કૌશલ્યો વિકસાવવા પર પણ ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો: મહીસાગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ફેસબુકના માધ્યમથી કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાશે

ભારત સરકારની વિવિધ કોર્સ માટેની અલગ અલગ યોજનાઓ અંગેનો ખ્યાલ આપ્યો - કારકિર્દી માર્ગદર્શનના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને અનેકવિધ કારકિર્દીના નવા ક્ષેત્રનો ખ્યાલ પણ આપવામાં આવ્યો હતો. સાથે સાથે ભારત સરકાર તરફથી વિવિધ કોર્સ માટેની અલગ અલગ યોજનાઓ અંગેનો વિસ્તૃત ખ્યાલ પણ આપવામાં આવ્યો હતો, તો વિવિધ સેક્ટરોમાં રહેલી તકોની ચર્ચા પણ કરવામાં આવી હતી. વક્તવ્ય બાદ વિદ્યાર્થીઓને જિજ્ઞાસા સંતોષવા પ્રશ્નોત્તરી પણ યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.