- અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી
- ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 10 ઉમેદવારો લડશે પેટા ચૂંટણી
- 10 ઉમેદવારો પૈકી 5 ઉમેદવારો અપક્ષ ચૂંટણી લડશે
અબડાસા/કચ્છ: કચ્છ જિલ્લાની અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે સોમવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસ બાદ બાકી રહેલા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ એમ બે મુખ્ય પક્ષના ઉમેદવારો સહિત કુલ 10 ઉમેદવારો પેટા ચૂંટણી લડશે.
9 લોકોએ તેમની ઉમેદવારી પરત ખેંચી
જોકે ભાજપ-કોંગ્રેસ સિવાયના 8 ઉમેદવારો મુખ્ય પક્ષના ઉમેદવારોને કેટલું નુકસાન પહોંચાડશે એ તો પરિણામ બાદ જ નક્કી થશે. અબડાસા પેટા ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 9 લોકોએ તેમના ઉમેદવારી ફોર્મ પરત લીધા હતા. જેથી હવે કુલ 10 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ભાજપ-કોંગ્રેસ સહિત 5 ઉમેદવારો પાર્ટીના બેનર હેઠળ જ્યારે અન્ય 5 ઉમેદવાર અપક્ષ ચૂંટણી લડશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે 1 નવેમ્બરે પ્રચાર પડઘમ શાંત થશે. 3 નવેમ્બરે મતદાન યોજાશે અને 10 નવેમ્બરે મત ગણતરી હાથ ધરવામાં આવશે.