ETV Bharat / state

Pakistani Fishermen: BSFએ ક્રીક નજીક એક પાકિસ્તાની માછીમારને બોટ સહિત ઝડપી પાડ્યો - BSFએ ક્રીક નજીકથી એક પાકિસ્તાની માછીમાર ઝડપાયો

BSFએ ક્રીક વિસ્તારમાંથી એક પાકિસ્તાની માછીમારને પાકિસ્તાની બોટ સાથે ઝડપી પાડયો છે. માછીમારની ઓળખ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Pakistani Fishermen
Pakistani Fishermen
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2023, 6:46 AM IST

Updated : Oct 5, 2023, 6:57 AM IST

કચ્છ: કચ્છની દરિયાઇ સીમામાંથી અવારનવાર કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવતો હોય છે તો સાથે જ પાકિસ્તાની ઘૂસણખોર અને પાકિસ્તાની માછીમાર પણ અવારનાવાર ઝડપાતા હોય છે ત્યારે BSFની પેટ્રોલિંગ ટીમએ ભારતીય જળ સીમામાં કચ્છ-પાકિસ્તાન બોર્ડર પાસેના સર ક્રીક વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. શંકાસ્પદ હિલચાલ જણાઈ આવતા BSFના જવાનોએ તરત જ સ્થળ પર પહોંચીને સરક્રીક નજીકથી એન્જિન ફીટ કરેલી લાકડાની બોટ સાથે એક પાકિસ્તાની માછીમારને પકડી લીધો હતો.

પાકિસ્તાની માછીમારની વધુ તપાસ: પકડાયેલા પાકિસ્તાની માછીમારની ઓળખ મોહમદ ખમેસા તરીકે થઈ છે. જેની ઉંમર 50 વર્ષની છે. જે પાકિસ્તાનના સિંધના સુજાવલ જિલ્લાના વિલ શાહબંદરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બીએસએફના જવાનોએ પાકિસ્તાની બોટ અને પાકિસ્તાની માછીમારની વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ પણ બની છે ઘટના: ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ અગાઉ પણ બીએસએફના જવાનોએ 30 વર્ષીય પાકિસ્તાની નાગરિકને એક પક્ષી સાથે ભારતીય જળ સીમામાંથી ઝડપી પાડયો હતો. જે પક્ષી અને કરચલા પકડવાની લાલચમાં કચ્છની દરિયાઇ સીમામાં ઘૂસી આવ્યો હતો. પાકિસ્તાની માછીમારો ભારત-પાકિસ્તાન બોર્ડર પર માછલીઓનું પ્રમાણ વધારે હોય માછલીઓ પકડવાની લાલચમાં પણ ભારતીય સીમામાં પ્રવેશ કરી લેતા હોય છે.

  1. Fisherman killed in Pakistani Jail: ત્રણ વર્ષથી પાકિસ્તાની જેલમાં કેદ માછીમારનું શંકાસ્પદ મોત, એક મહિને મોતની જાણ થતાં પરિવારમાં આક્રોશ
  2. Kutch BSF : આજે પણ હરામીનાળાથી વધુ પાકિસ્તાની માછીમારી બોટો જપ્ત કરાઈ, માછીમાર કેટલાં તે જાણો

Last Updated : Oct 5, 2023, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.