કચ્છ: દેશના જવાનો દેશની દરેક સીમાઓ પર હિમાલયની જેમ ઉભા છે. લોકો માટે લોકોની સુરક્ષાને લઇને અને દેશ માટે પરિવારની ચિંતા પણ નથી કરતા. ત્યારે ગુજરાત બી.એસ.એફના આઇપીએસ ડાયરેક્ટર જનરલ ડૉ. સુજોય લાલ થૌસએ કચ્છની ફોરવર્ડ સર ક્રીક અને હરામીનાળા વિસ્તારમાં વિવિધ બોર્ડર આઉટ પોસ્ટની મુલાકાત લીધી હતી. સરહદ પર સુરક્ષા વ્યવસ્થા અને ચાલી રહેલી માળખાકીય સુવિધાઓ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. તેઓએ જવાનોના સમર્પણ અને અટલ સંકલ્પ માટે પ્રસંશા કરી હતી.
આ પણ વાંચો Kutch Crime News : ફરી એક મહિલા 3 લાખથી વધુના ડ્રગ્સ સાથે પકડાય
ત્રણ દિવસની મુલાકાતે: ગુજરાત બી.એસ.એફના ડાયરેક્ટર ભુજ સેક્ટરની તેમજ ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદની ત્રણ દિવસની મુલાકાતે છે. બી.એસ.એફના ડાયરેક્ટર જનરલે સરહદ પર તૈનાત જવાનો સાથે વાતચીત કરતી વખતે ભાર મૂક્યો હતો કે, આપણા દેશની સરહદોની ચોવીસ કલાક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બીએસએફના જવાનો તરફથી સતત તકેદારી અને સજ્જતા જરૂરી છે. તેમણે કઠોર અને પડકારજનક ભૌગોલિક અને આબોહવાની પરિસ્થિતિઓ છતાં ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા કરવા માટે ફરજ પ્રત્યેના સમર્પણ અને અટલ સંકલ્પ માટે જવાનોની પ્રશંસા કરી હતી.
ધ્યાન આપી શકાતું ન હતું: વિચિત્ર ભૌગોલિક પરિસ્થિતિને પગલે હમણા સુધી હરામીનાળા વિસ્તાર ઉપર પૂરતું ધ્યાન આપી શકાતું ન હતું. જેને પગલે અવારનવાર અહીંથી ઘૂસણખોરી સહિત ચરસ તેમજ શસ્ત્રો ઘૂસાડવામાં આવતાં હતાં. પરંતુ છેલ્લા ત્રણેક વર્ષ દરમિયાન આ વિસ્તાર ઉપર બીએસએફ દ્વારા પરમેનેન્ટ કબજો જમાવી દીધો હતો. એટલું જ નહીં, પરંતુ અહીં એક કાયમી ચોકી પણ ઊભી કરવામાં આવી હતી. જોકે, આટલું કર્યા છતાં અહીં જવા માટે ઓલ ટેરેઇન વ્હીકલની મદદ લેવી પડતી હતી, જેને પગલે અહીં પહોંચવા માટે તેની ઉપર જ મદાર રાખવો પડતો હતો. આ વિસ્તાર મોટે ભાગે દલદલનો હોવાથી અહીં ચાલતાં પણ જઇ શકવું પણ મુશ્કેલ થતું હતું.
મુલાકાત લીધી: એસડીજી અને આઇજીએ પણ મુલાકાત લીધીબીએસએફના ડાયરેકટર જનરલની સાથે પી વી રામા શાસ્ત્રી આઈપીએસ, એસડીજી બીએસએફ (વેસ્ટર્ન કમાન્ડ), રવિ ગાંધી, આઈજી બીએસએફ ગુજરાત ફ્રન્ટિયર અને બીએસએફના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ સર ક્રીક અને હરમિનાળાની મુલાકાત લીધી હતી. કચ્છના સરહદી ક્રીક વિસ્તારમાં જે ખાસ કેમિકલની મદદથી 135 કિલોમીટર લાંબી ફ્લોટિંગ બનાવવામાં આવનારી છે. તે જ કેમિકલની મદદથી લખપત પાસે આવેલા દેશના અંતિમ પિલ્લર નં. 1175 થી હરામીનાળા વિસ્તાર વચ્ચે એક વિશેષ સડક તૈયાર કરવામાં આવશે. જેને પગલે હરામીનાળા સુધી સુરક્ષા દળો આરામથી પહોંચી શકશે.