કચ્છ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Elections 2022) પડઘમ વાગી ચુક્યા છે. રાજકીય પક્ષો દ્વારા ટીકિટની જાહેરાતો થવાની છે તેવા સમયે જ કચ્છ કોંગ્રેસમાં ભંગાણ પડયું છે. પુર્વ વિપક્ષી નેતા (Former opposition leader) અને ભુજ વિધાનસભા ટીકિટના પ્રબળ દાવેદાર મનાતા નેતાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું (Rajendrasinh Jadeja has resigned from the party) હોવાનું સામે આવ્યું છે.ભુજ નગરપાલિકાના (Bhuj municipality) પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પક્ષને યોગદાન આપવા છતાંય પણ એકને ખોળ અને બીજાને ગોળ જેવી નીતી પક્ષમાં જોવા મળી છે.ઉપરાંત શિસ્ત અને સંગઠન જેવું પાર્ટીમાં કાંઈ છે જ નહીં તેવો દાવો પણ કર્યો હતો.
પત્ર લખીને રાજીનામુ: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર મોકલી પક્ષમાંથી રાજીનામું આપેલ છે. છેલ્લા 20 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલા છે, ભાજપના ગઢમાં નગરપાલિકાની ચુંટણી જીતી અને વિપક્ષી નેતા તરીકે કામગીરી કરી છે, તેમના પિતાજી 17 વર્ષ સુધી કોંગ્રેસ પક્ષમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આરુઢ હતા. પક્ષને યોગદાન આપવા છતાંય પણ એકને ખોળ અને બીજાને ગોળ જેવી નીતી પક્ષમાં જોવા મળી છે, તેમજ શિસ્ત અને સંગઠન જેવું પાર્ટીમાં કાંઈ છે જ નહીં તેવો દાવો પણ કર્યો હતો.
પક્ષના સંગઠન બાબતે નારાજગી: આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં જીતવામાં રસ ન હોવાનું દેખાઈ રહ્યું છે. 20 વર્ષ પાર્ટી સાથે રહ્યાં બાદ પાર્ટીને નિષ્ઠાવાન આગેવાનની જરૂરિયાત ના હોય તેવું જણાઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં તેમણા લેટરપેડ પર લખાયેલા રાજીનામાની નકલ આજે સવારથી જ વહેતી થઈ હતી જેના લીધે કોંગ્રેસ પક્ષમાં ભંગાણ પડ્યું હતું અને આગામી સમયમાં નવાજુનીના એંધાણ દેખાઈ રહ્યા છે.
રાજકીય માહોલ ગરમાયો: કચ્છ કોંગ્રેસ પક્ષ દ્વારા કદાવર નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની અવગણના કરવામાં આવતા તેમને રાજીનામું આપતા તેમના સમર્થનમાં હાલના ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા સહિતના 16 હોદેદારોએ રાજીનામા આપ્યા છે અને વિધાનસભા ચૂંટણી પૂર્વે ભુજ કોંગ્રેસમાં થયો મોટો ભડકો થયો છે. ભુજ નગરપાલિકાના 6 કાઉન્સિલરો, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ રસીકબા જાડેજાએ,કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અમિષ મહેતા સહિતના 16 હોદ્દેદારોએ રાજીનામું આપ્યું છે.અગ્રણી હોદેદારોએ પક્ષથી છેડો ફાડતા રાજકીય માહોલ ગરમાયો છે.
અન્ય 16 હોદ્દેદારોએ આપ્યું રાજીનામું: ભુજ નગરપાલિકાના હાલના વિપક્ષી નેતા કાસમ સમાએ etv Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ભુજ વિધાનસભા બેઠક માટે પ્રબળ દાવેદાર ધરાવતા રાજેન્દ્રસિંહ જાડેજાની અવગણના થતાં તેમને રાજીનામું આપ્યું છે તો તેમની સાથે પક્ષના અન્ય 16 હોદ્દેદારોએ પણ સમર્થન આપતા રાજીનામું આપ્યું છે. હજી સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી કોઈ ફોન આવ્યો નથી કે રાજીનામું મંજૂર કરવામાં આવ્યું નથી.