ETV Bharat / state

અદાણી મુન્દ્રા પોર્ટના MICT માંથી રકતચંદનનો જથ્થો ઝડપાયો, DRIએ વધુ તપાસ હાથ ધરી - Blood Sandalwood Cultivation

કચ્છના મુન્દ્રા અને કંડલા પોર્ટ પરથી પર કેફીદ્રવ્યો અનેક વાર મળી આવ્યા છે. ત્યારે ગઈ કાલે મુન્દ્રા પોર્ટ પરથી રક્ત ચંદનની દાણચોરી (Blood Sandalwood Smuggling) ઘટના સામે આવી હતી. DRI દ્વારા 5.4 ટન અંદાજીત રક્ત ચંદન તેની આંતરરાષ્ટ્રીય કિંમત (Price of Blood Sandalwood) અંદાજે 3 કરોડની છે.

અદાણી મુન્દ્રા પોર્ટના MICT માંથી રકતચંદનનો જથ્થો ઝડપાયો, DRIએ વધુ તપાસ હાથ ધરી

author img

By

Published : Feb 24, 2022, 8:45 AM IST

Updated : Feb 24, 2022, 2:37 PM IST

કચ્છ : છેલ્લા કેટલાક સમયથી બંદરે આયાત નિકાસના નામે મિસ ડિકલેરેશનથી દાણચોરીથી (Blood Sandalwood Smuggling) પ્રતિબંધીત માલસામાન અને કેફી દ્રવ્યોની હેરાફેરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે લાલ ચંદનના સાડા પાંચ ટન જેટલા મોટા જથ્થાને દેશ બહાર મોકલવામાં આવી રહ્યું હતું. DRIએ મોડી રાત સુધી ઓપરેશન હાથ ધર્યું હતું. મુન્દ્રા પોર્ટ પર MICTમાં DRIએ ચોખાની આડમાં એક્સપોર્ટ થવા જતા ત્રણ કરોડની કિંમતના રક્તચંદન ના જથ્થાને ઝડપી પાડ્યું હતું. મોડી રાત સુધી ચાલેલા આ ઓપરેશનમાં કુલ રક્તચંદન 177 લોગ્સ કબ્જે કર્યા હતા.

DRI દ્વારા વધુ તપાસ હાથ ધરી

ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા બુધવારે સાંજના સમયે લુધિયાણાની એક્સપોર્ટ થવા આવેલા એક કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરાઈ હતી. આ કન્ટેનરમાં નોન બાસમતી રાઈસનો જથ્થો હોવાનું ડિક્લેરેશન હતું. પરંતુ તેની જગ્યાએ કંઈક બીજું જ જતું હોવાનું ઇનપુટના આધારે કન્ટેનરને MICTમાં રોકાવીને DRIની ટીમે તપાસ હાથ ધરી હતી. જેને ખોલીને ચેક કરતા અંદરથી ચોખાની બોરીઓ વચ્ચે છુપાવેલા રક્તચંદન (Blood sandalwood at Mundra Port) ટિમ્બર લોગ મળી આવ્યા હતા. મોડી રાત સુધી ચાલેલી ગણનાના અંતે કુલ 177 રક્તચંદન લોગ્સ હોવાનું સામે આવ્યું હતું.

જથ્થો લુધિયાણાથી દુબઈ માટે એક્સપોર્ટ

DRI દ્વારા કરેલી કાર્યવાહીમાં ઝડપાયેલા રક્ત ચંદન કે જેનું વજન કરતા તે 5.4 ટન જેટલો જથ્થો હોવાનું ખૂલ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અનુસાર ત્રણ કરોડ જેટલી કિંમત (Price of Blood Sandalwood) આ જથ્થાની થવા જાય છે. તેને ચીઝ કરીને તપાસ હાથ ધરાઈ હતી. આ જથ્થો લુધિયાણાથી આવ્યો હતો અને દુબઈ માટે એક્સપોર્ટ (Blood Sandalwood Exported from Ludhiana to Dubai) થવાનો હતો. પરંતુ તેવું થાય તે પહેલા DRIએ તેને ઝડપી લીધો હતો.

વધુ તપાસમાં મોટા ખુલાસા થવાની સંભાવના

DRI દ્વારા મુન્દ્રા અદાણી પોર્ટ પર ડ્રગ્સનો વિશ્વ વિક્રમી જથ્થો ઝડપાયા બાદ વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ કન્ટેનર રેલવે માર્ગે લુધિયાણાથી મુંદ્રા સુધી આવ્યું હોવાનું ખુલ્યું હતું. જેની એક્સપોર્ટ પાર્ટી પણ લુધિયાણા સ્થિત હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. આગામી સમયમાં આ રક્તચંદના (Blood Sandalwood at Mundra Adani Port) પ્રકરણમાં પણ ઘણા મોટા ખુલાસા થાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.

અગાઉ પણ આ પોર્ટ પરથી 6 કરોડના લાલ ચંદનના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મુન્દ્રા પોર્ટ ખાતે નિકાસકારનું કન્ટેનર ઓલ કાર્ગો CFS માં ખોલતા તેમાંથી હોંગકોંગ નિકાસ માટે આવેલા 6 કરોડના લાલ ચંદનના જથ્થાને ગાંધીધામ DRI દ્વારા ઝડપી (3 Crore Blood Sandalwood was Seized) પાડવામાં આવ્યું હતું. ગાંધીધામ DRI દ્વારા કરેલી કાર્યવાહીમાં કુલ 12થી 13 ટન રક્ત ચંદનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં નિકાસકાર તરીકે ભોલી એક્સપોર્ટ દિલ્હીનું નામ સામે આવ્યું છે. કન્ટેનરમાં આયર્ન અને બ્રાસનો બિલ્ડીંગ મટીરીયલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને ખોટું મટીરીયલ કરીને તેની આડમાં રક્તચંદનનું નિકાસ કરવામાં આવી રહ્યું હતું.

ભારતમાં રક્ત ચંદન વૃક્ષ ક્યાં જોવા મળે? (Blood Sandalwood Tree)

રક્ત ચંદનની લાકડી પાણીમાં ડૂબી જાય છે. જે તેની મુખ્ય ઓળખ છે. લાલ ચંદનના ઝાડની સરેરાશ ઊંચાઈ 8 થી લઈને 12 મીટર સુધી હોય છે. રક્ત ચંદનના વૃક્ષ દક્ષિણ ભારતના શેષા ચલમ સિવાય ક્યાંય ઉગતા નથી. માત્ર તામિલનાડુની સરહદે આવેલા આંધ્ર પ્રદેશના ચાર જિલ્લા નેલ્લોર, કુરનૂલ, ચિત્તૂર, કડપ્પામાં ફેલાયેલી શેષા ચલમની પહાડીઓમાં જ ઉગે છે.

આ પણ વાંચોઃ Red Sandalwood Smuggling In Surat: ખેડૂત બન્યો પુષ્પરાજ, ATSએ 548 કિલો લાલ ચંદન કર્યું જપ્ત

રક્ત ચંદનના ફાયદા જાણો (Benefits of Blood Sandalwood)

રક્ત ચંદનનો ઉપયોગ સુંદરતા નિખારવા માટે થાય છે. જે સ્કિન પિગમેન્ટેશન અને ખીલ જેવી ત્વચા, સોજો, બળતરા, થાક, ઝેર, તરસ, તાવ તેમજ ખંજવાળથી રાહત મેળવવા રક્ત ચંદન ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે. રક્ત ચંદનના ગંધને સૂંઘવાની ક્ષમતા ફક્ત નાકમાં જ નહિ પરંતુ ત્વચાની કોશિકાઓમાં ચંદનની સુગંધને સૂંઘવાના તત્વ હોવાની શોધ થઈ છે. આ ઉપરાંત સજાવટ ફર્નિચર કામ માટે રક્ત ચંદનની લાકડીઓની ખુબ માંગ રહે છે.

રક્ત ચંદનની વિદેશમાં માગ અને તેની કિંમત (Cost of Blood Sandalwood)

રક્ત ચંદનની લાકડીની વિદેશમાં ખાસ કરીને ચીનમાં ખૂબ માંગ છે. જેના કારણે તેની નિકાસ કરીને તસ્કરો ખુબ પૈસા રળતા હોય છે. આંધ્ર પ્રદેશમાં છેલ્લા કેટલાક દાયકાથી લાલ ચંદનની તસ્કરીમાં ખુબ વધારો થયો છે. આ ઝાડની સુરક્ષા માટે STF સુદ્ધાની તૈનાત કરાઈ છે. ભારતમાં તેની તસ્કરી રોકવા માટે કડક કાયદા છે. રક્ત ચંદનની કીમત આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય બજારમાં 250 રૂપિયા કિલો થી લઇ 10,000 રૂપિયા કિલો સુધી વેચાઈ છે. એક વૃક્ષ જયારે પુખ્ત થાય ત્યારે લગભગ 200 થી 250 કિલો જેટલું લાકડું આપે છે.

આસ્થામાં રક્ત ચંદન મહત્વ (Blood Sandalwood in Worship)

ભગવાન શિવની પૂજામાં ચંદનનું વિશેષ મહત્વ છે. હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન ચંદનનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. ચંદનના પણ ઘણા પ્રકાર છે, સફેદ, લાલ, પીળું ચંદન વગેરે. દરેક દેવતાની પૂજામાં ચંદનના વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. લાલ ચંદનનો ઉપયોગ કોઈપણ પ્રકારના ઉપાય અને તાંત્રિકના કામમાં પણ થાય છે.

આ પણ વાંચો: સુરતના ગાંધીબાગમાં ચંદનના ઝાડને કાપી કરાઈ ચોરી

ચંદનની ખેતી કેવી રીતે કરી શકાય (Blood Sandalwood Cultivation)

ચંદનના વૃક્ષો ખેતી કરવા માટે પ્રથમ ઓર્ગેનિક બીજી પરંપરાગત રીતે ખેતી કરવામાં આવે છે. ઓર્ગેનિક રીતે ખેતી કરવામાં લગભગ 10 થી 15 વર્ષનો સમય લાગે છે. જ્યારે પરંપરાગત રીતે એક વૃક્ષને ઉગાડવામાં લગભગ 20 થી 25 વર્ષનો સમય લાગે છે. જે પ્રથમ 8 વર્ષ તેમાંથી સુગંધ આવવા લાગે છે. આથી આવી સ્થિતિમાં છૂપી રીતે કપાઈ જવાનો ભય રહે છે. એટલા માટે તમારે વૃક્ષને પ્રાણીઓ અને અન્ય લોકોથી દૂર રાખવું પડશે. તેના વૃક્ષો રેતાળ અને બર્ફીલા વિસ્તાર સિવાય દરેક જગ્યાએ ઉગાડી શકાય છે.

કાયદાનું ધ્યાન રાખો (Laws for Blood Sandalwood)

વર્ષ 2017માં સરકારે કાયદો બનાવીને ચંદનના વેચાણ અને ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. એટલે કે, તમે ચંદનના વૃક્ષો વાવી શકો છો, પરંતુ તમે તેનું લાકડું સરકારને જ વેચી શકો છો. આમ કર્યા પછી પણ દર વર્ષે લાખોથી લઈને કરોડો રૂપિયા સુધીનો નફો થાય છે. અન્ય કોઈ પાસેથી ચંદન ખરીદવા અથવા વેચવા પર પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

Last Updated : Feb 24, 2022, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.