કચ્છઃ જિલ્લાના અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીઓને પગલે મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસના નેતાઓનું આવાગમન શરૂ થઈ ગયું છે. મંગળવારના રોજ પ્રદેશ ભાજપના સંગઠન પ્રધાન પ્રદીપસિંહ વાઘેલા કચ્છ પહોંચ્યા હતા. ભુજ ખાતે ભાજપના આગેવાનો સાથે બેઠક યોજી હતી. બાદમાં અબડાસા ચૂંટણીને લઇ મતવિસ્તારનો પ્રવાસ શરૂ કર્યો હતો.
ભુજ ખાતે ભાજપ કાર્યાલયમાં પ્રદીપસિંહ વાઘેલા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, સાંસદ વિનોદ ચાવડા સહિતના આગેવાનો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ખાસ કરીને આપણી વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ ચર્ચા કરવામાં આવી હતી.
આ 35,000 કાર્યકર્તાઓ જંગમાં ઉતરશે અને ભાજપનો વિજય થશે. કોંગ્રેસ દ્વારા અબડાસા વિધાનસભાને પોતાની પરંપરાગત બેઠક ગણાવાઈ રહી છે પણ ભાજપની સંગઠન શક્તિ અને વિજય રૂપાણી તથા નીતિન પટેલની રાજ્ય સરકારે જે વિકાસ કામો કર્યા છે. કચ્છી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ માટે દાખવેલો પ્રેમ અને વિકાસના અનેક મુદ્દાઓ સાથે અબડાસાની ચૂંટણીના જંગમાં ભાજપ જીતશે તેમ તેમણે જણાવ્યું હતું.