ETV Bharat / state

કચ્છ યુનિવર્સિટીનો નવતર પ્રયોગ: વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે શરૂ કરાઇ ફ્રી સાયકલ સેવા - KSKVKU Result

કચ્છ યુનિવર્સિટીમાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. કચ્છ યુનિવર્સિટીના વિશાળ સંકુલમાં હવે લોકોને ચાલીને નહીં જવું પડે કારણ કે અહીં સાયકલિંગની સેવા( Bicycle service started in Kutch University)શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટીના ગેટ પાસે આ સાઈકલો રાખવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ પોતાના આઈકાર્ડ અથવા ઓળખપત્રને બતાવીને સાયકલ વપરાશ માટે લઈ શકશે.

કચ્છ યુનિવર્સિટીનો નવતર પ્રયોગ: વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે ફ્રી શરૂ કરાઇ સાયકલ સેવા

author img

By

Published : Jul 26, 2022, 1:36 PM IST

કચ્છ: ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી( Kutch University )છેલ્લાં એક વર્ષથી પોતાની સિદ્ધિઓ માટે જાણીતી થઈ છે. તો હાલમાં જ કચ્છ યુનિવર્સિટીના વિશાળ સંકુલમાં એક નવી સુવિધા પ્રારંભ કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ તેમજ મુલાકાત માટે આવતા લોકો માટે સાયકલિંગ સેવા શરૂ( Bicycle service started in Kutch University) કરવામાં આવી છે.

કચ્છ યુનિવર્સિટીમાં સાયકલ સેવા

વિદ્યાર્થીઓને ચાલીને જવું નહીં પડે - ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી 205 એકરમાં ફેલાયેલી છે. કુલ 5 ડિપાર્ટમેન્ટ જેની અંદર અલગ અલગ કોર્સનો અભ્યાસ કરાવવામાં આવે છે. ઉપરાંત લાયબ્રેરી, 4 હોસ્ટેલ, ગેસ્ટ હાઉસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્ટાફ ક્વાર્ટર પણ આવેલા છે. ખૂબ વિશાળ સંકુલ હોતાં કચ્છના જુદા જુદા ગામડાઓમાંથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના સંકુલમાં પગપાળા ચાલીને જવું પડતું હોય છે. પરંતુ હવે વિદ્યાર્થીઓને પગે ચાલીને જવું નહીં પડે કારણકે યુનિવર્સિટીમાં હવે સાયકલિંગ સેવા શરૂ( Bicycle service) કરવામાં આવી છે.

સાયકલ સેવા
સાયકલ સેવા

આ પણ વાંચોઃ શું નારિયેળ પાણીમાં જીવલેણ તત્વો હોય છે ? તો તેને આ રીતે ચકાસી શકો છો

સાયકલ સેવાનો પ્રથમ વખત કરાયો પ્રયોગ - યુનિવર્સિટીના સંકુલના ગેટ પાસે સાયકલો રાખવામાં આવી છે. જેથી કરીને વિધાર્થીઓ કે મુલાકાતીઓ પોતાના આઈકાર્ડ અથવા ઓળખપત્રને બતાવીને સાયકલ વપરાશ માટે લઈ જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સરહદી જિલ્લા કચ્છમાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ છે. આ પ્રયોગથી વિદ્યાર્થીઓનો સમય તો બચશે જ સાથે સાથે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે.

સાયકલ સેવાથી વિદ્યાર્થીઓનો સમય બચશે - રાજ્યના મહાનગરોમાં જે રીતે જુદાં જુદાં સ્થળોએ પ્રદુષણ ઘટાડવા માટે સાયકલ રાખવામાં આવે છે અને લોકો નજીવો ચાર્જ ચૂકવીને સાયકલની સેવાનો લાભ મેળવતા હોય છે. ભુજમાં આવેલી કચ્છ યુનિવર્સિટીનું સંકુલ પણ મોટું હોતા બસમાં કે છકડામાં આવતા વિદ્યાર્થીઓ અંદર જાય તો સમયનો વ્યય તો થાય જ છે સાથે સાથે વિશાળ સંકુલ હોતા વિદ્યાર્થીઓ થાકી પણ જતા હોય છે.

આ પણ વાંચોઃ કચ્છનાં PhD સ્કોલર ઈઝરાયલમાં જઈને વગાડશે ભારતનો ડંકો

20 સાયકલો વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે - વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને કોઈપણ જાતની અગવડતા ન રહે તથા તેમનું સ્વાસ્થ્ય પણ જળવાયેલું રહે તેવા ઉદ્દેશ્ય સાથે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. જયરાજસિંહ જાડેજા અને રજીસ્ટ્રાર ડો.ઘનશ્યામ બુટાણીને યુનિવર્સિટી કેમ્પસમાં સાયક્લિંગની સેવા શરૂ કરવાનો વિચાર આવ્યો હતો અને હાલમાં કેનેરા બેન્કના સહયોગથી અહીં 20 સાયકલો વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે રાખવામાં આવી છે.

આઈકાર્ડ અથવા ઓળખપત્ર બતાવીને મેળવી શકાશે સાયકલ - કચ્છ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ઘનશ્યામ બુટાણીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના મેન ગેટ પાસે સ્ટેન્ડ બનાવી 20 સાયકલો રાખવામાં આવી છે વિદ્યાર્થીઓ ફેકલ્ટી સ્ટાફ મેમ્બર અને બહારથી આવતા મુલાકાતિઓ આ સેવાનો લાભ લઇ શકશે આઈકાર્ડ અથવા ઓળખપત્ર સિક્યુરિટી ગાર્ડને બતાવીને સાયકલ મળી જશે જે સંકુલમાં ફેરવી શકાશે.સવારના 6 થી 10 વાગ્યા સુધી તમામ લોકો માટે સાયકલની સર્વિસ ફ્રી છે અને પછીના સમયગાળામાં 5 રૂપિયાનું ચાર્જ લેવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું અને જો જરૂર જણાશે તો વધારે સાયકલ પણ વસાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.