ETV Bharat / state

Street Vending Zone : ભુજના નાગરિકોને મળશે સ્ટ્રીટ વેન્ડીંગ ઝોન, જુઓ તસવીરો - Bhuj President of the municipality

ભુજ શહેરમાં ખાસ વેન્ડિંગ ઝોન ઊભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ શહેરને અનોખી ઓળખ આપવા સ્ટ્રીટ વેન્ડીંગ ઝોનની ડિઝાઈન તૈયાર થઈ ચૂકી છે. હુન્નરશાળાની ટીમ તેમજ મુંબઈની સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. સ્ટ્રીટ વેન્ડીંગ ઝોનની ડિઝાઈનનું પ્રદર્શન ભુજની લોહાણા મહાજનવાડી ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં શહેરીજનોના મંતવ્યો પણ લેવામાં આવ્યા હતા. જેના આધારિત સુધારા વધારા કરી આ મોડેલની અમલવારી કરવામાં આવશે.

Street Vending Zone
Street Vending Zone
author img

By

Published : Jul 26, 2023, 4:04 PM IST

કચ્છ : ભુજની હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા શહેરમાં સ્ટ્રીટ વેન્ડર્સ અને નગરપાલિકા સાથે સહયોગ કરીને સ્ટ્રીટ વેન્ડીંગ એકટની અમલવારી માટે કામગીરી કરવામાં આવી રહી છે. હુન્નરશાળાની ટીમ તેમજ મુંબઈની સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. જેમાં ફેરિયાઓ, નગરપાલિકા અને સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહીને વેન્ડિંગ ઝોનની ડિઝાઈન બનાવવામાં આવી છે.

ભુજના નાગરિકોને મળશે સ્ટ્રીટ વેન્ડીંગ ઝોન

ડિઝાઈનનું પ્રદર્શન : ભુજના વિવિધ વિસ્તાર જેમ કે, એન્કરવાલા સર્કલ, વાણિયાવાડ, બસ સ્ટેશન, હોસ્પિટલ રોડ, એકતા ચોક અને ભીડ ગેટના સ્ટ્રીટ વેન્ડીંગ ઝોનની ડિઝાઈન બનાવવામાં આવી છે. જેમાં ટ્રાફિક નિવારવા, કચરો વ્યવસ્થાપન, શેરી વિક્રેતાઓને આજીવિકા મળી રહે તે સહિતના હેતું આવરી લેવામાં આવ્યા છે. સ્ટ્રીટ વેન્ડીંગ ઝોનની ડિઝાઈનનું પ્રદર્શન ભુજની લોહાણા મહાજનવાડી ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં શહેરીજનોના મંતવ્યો પણ લેવામાં આવ્યા હતા. જેના આધારિત સુધારા વધારા કરી આ મોડેલની અમલવારી કરવામાં આવશે.

ડિઝાઈનનું પ્રદર્શન
ડિઝાઈનનું પ્રદર્શન

પ્રોજેક્ટ એક, ફાયદા અનેક : આ પ્રોજેક્ટ અંતર્ગત પાયાની સુવિધાઓ જેવી કે પેવિંગ, પાર્કિંગ, સ્ટ્રીટ લાઈટ, પીવાનું પાણી, બેઠક, શૌચાલય વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રોજેક્ટથી સાઇટનું બ્યુટીફીકેશન થશે, કચરાની સમસ્યામાં ઘટાડો થશે, લારીવાળાઓને વ્યવસાય વધશે અને ભુજના નાગરિકોને વેન્ડિંગ ઝોન ઉપલબ્ધ થશે. આ ડિઝાઇન પ્રદર્શનમાં લોકો માટે હોંગકોંગનું હોકર રીલોડ સ્ટ્રીટ સ્ટેન્ડ, કોલંબોની મેનીંગ માર્કેટ, પુણેની મહાત્મા ફુલે માર્કેટ, થાઇલેન્ડની મેકલોંગ રેલવે માર્કેટ અને અમેરિકાના ફિલિડેલ્ફિયાની ખેડૂત બજારના મોડેલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

છેલ્લાં એક મહિનાથી અમે ભુજના લોકોને, ભુજની બજારને, ભુજના વેપારીઓને જાણ્યા તેમની સમસ્યાઓ જાણી તેમની સાથે વાતચીત કરી હતી. તેના પરથી ભુજના જુદાં જુદાં વિસ્તારના વેન્ડિંગ ઝોનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. પાણીની સમસ્યા, વીજળીની સમસ્યા અને સાફ સફાઈની સમસ્યાઓનો સામનો ફેરિયાઓ કરી રહ્યા હતા. જેને લઈને નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને કાઉન્સિલર સાથે વાતચીત કરી તેના પર કામ કર્યું અને આ ડિઝાઇન તૈયાર કરી છે.-- અંશ શેટ્ટી (વિદ્યાર્થી, સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ આર્કિટેકચર)

વેન્ડિંગ ઝોન : જુદાં જુદાં સ્થળ પરના વેન્ડિંગ ઝોનના આયોજનમાં લગભગ 50થી 70 જેટલી લારીઓ સમાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સાંસદમાં પસાર કરાયેલા street vendors act 2014 હેઠળ દરેક શહેરમાં પોતાની વેન્ડિંગ કમિટીની રચના કરવી જરુરી છે. ઉપરાંત અર્બન ટાઉન પ્લાન તૈયાર કરવો પડશે. જેમાં શહેરમાં વિવિધ સ્થળોએ વેન્ડિંગ ઝોનની સ્થાપના કરવાની રહેશે. આ ઉપરાંત ભુજ શહેરમાં જુદી જુદી જગ્યાએ આવા 5 થી 6 જેટલા વેન્ડિંગ ઝોનનું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે ભુજની ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા પાસ થયા બાદ આગામી સમયમાં અમલીકરણમાં લાવવામાં આવશે.

પ્રોજેક્ટ એક, ફાયદા અનેક
પ્રોજેક્ટ એક, ફાયદા અનેક

ટ્રાફિકની સમસ્યા દૂર થશે : ભુજ શેરી ફેરિયા સંગઠનના સાથી સ્થાપક અને નેશનલ હોકર ફેડરેશન ગુજરાત શાખાના સેક્રેટરી મામદ લાખાએ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ભુજની હુન્નરશાળાની ટીમ તેમજ મુંબઈની સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ દ્વારા આ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. તેઓએ 1 મહિના સુધી આ ડિઝાઇન પર કામ કરવામાં આવ્યું હતું. શહેરના 5 સ્થળો પર બનાવવામાં આવનાર વેન્ડિંગ ઝોનની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે. હાથ ફેરિયાઓના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ રહેતી હોય છે. તે સમસ્યા આ વેન્ડિંગ ઝોન બની ગયા બાદ દૂર થશે. ભુજના નાગરિકોને સુંદર અને સુરક્ષિત વેન્ડિંગ ઝોન મળશે. આ વેન્ડિંગ ઝોનમાં એકદમ મોડર્ન માર્કેટ બનાવવામાં આવશે. જેમાં ગ્રાહક અને વેપારી ફેરિયાઓ બન્ને માટે સમગ્ર આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.