ETV Bharat / state

Bhuj to Ahmedabad Flight : ભુજથી અમદાવાદ, બેલગાવ જવા માટે હવે લોકોનો બચશે સમય - Bhuj to Ahmedabad Flight started

સરહદી જિલ્લા કચ્છે પરિવહનની દૃષ્ટિએ ઘણી પ્રગતિ કરી છે. ભુજ થી મુંબઈ, અમદાવાદ અને દિલ્હી વચ્ચેની સેવા વધારવા સતત પ્રયત્ન થઈ રહ્યા છે. તો સમયની સાથે હવાઈ (Ahmedabad to Bhuj Flight) સેવામાં વધારાની માંગ પણ થતી આવે છે, ત્યારે જનતાની માંગને ધ્યાનમાં લઈને આજથી ભુજથી (Bhuj to Ahmedabad Flight) અમદાવાદ સુધી સ્ટાર એર દ્વારા પ્લેન શરૂ કરવામાં આવ્યું છે.

Bhuj to Ahmedabad Flight : ભુજથી અમદાવાદ, બેલગાવ જવા માટે હવે લોકોનો બચશે સમય

author img

By

Published : Jun 3, 2022, 3:56 PM IST

કચ્છ : ભુજ એરપોર્ટ પર હવાઈ સેવા (Bhuj Airport) દિન-પ્રતિદીન ઘટી રહી છે. ઘણા સમયથી ભુજ થી અમદાવાદની હવાઈ સેવા શરૂ કરવાની માંગ ઉઠી હતી અને છેવટે આજથી સ્ટાર એરની ભુજ-અમદાવાદ-બેલગાવની (Bhuj Ahmedabad Belgaum Air) ફ્લાઈટ કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી બતાવીને શરૂ કરવામાં આવી છે.

ભુજથી અમદાવાદ, બેલગાવ જવા માટે હવે લોકોનો બચશે સમય

અમદાવાદ માટે ફ્લાઇટ શરૂ કરવા અનેક રજૂઆતો - ભુજથી અમદાવાદ, મુંબઈ અને દિલ્હી જેવા મથકોને જોડતી ફ્લાઇટમાં વધારો કરવાની માંગ સતત થતી આવે છે. તેવામાં કંડલા એરપોર્ટ શરૂ થયા બાદ ભુજ એરપોર્ટ પર હવાઈ (Bhuj to Ahmedabad Flight) સેવા દિવસેને દિવસે ઓછી થતી હતી. દૈનિક ઉડાન ભરતી ભુજ મુંબઈની ફ્લાઇટ પણ હાલ અઠવાડિયામાં માત્ર ચાર જ દિવસ કાર્યરત છે, તો દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઇટ શરૂ કરવા પણ અનેક રજૂઆતો થઈ હતી.

50 સીટર ફ્લાઇટ શરૂ કરવામાં આવી - લોકોની માંગને ધ્યાનમાં રાખીને સ્ટાર એર કંપની દ્વારા આજથી ભુજથી અમદાવાદ અને ત્યાંથી બેલગામ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. 50 સીટર એમ્પેરર એરક્રાફ્ટ અઠવાડિયામાં પાંચ દિવસ સેવા આપશે. સોમવાર તેમજ બુધવારથી શનિવારે આ ફ્લાઇટ અમદાવાદ થી ભુજ (Ahmedabad to Bhuj Flight) આવશે તો તે જ દિવસે પરત અમદાવાદ પણ જશે. તો સાથે જ બેલગામ સુધી જનારી આ ફ્લાઇટમાં ભુજના લોકો બેલગામ સુધીનું પ્રવાસ પણ કરી શકશે.

આ પણ વાંચો : ભુજના લોકોની માગ આખરે સંતોષાઈ, ભુજથી અમદાવાદ નવી ફલાઇટ થશે શરૂ

ભુજથી અમદાવાદનું ભાડું - વર્ષો બાદ ભુજને મુંબઇ સિવાયના કોઈ શહેરને જોડતી ફ્લાઇટ મળી છે. ભુજથી બેલગાંવ વચ્ચે અમદાવાદના સ્ટોપ સાથે હવાઇ સેવા શરૂ કરાઇ છે. આ ફ્લાઇટમાં સીટ એકાદ મહિના પહેલા બુક કરાવી છે તો તેનું ભાડું અંદાજે 6000થી 6500 વચ્ચે અને તાત્કાલિક ભાડુ અંદાજે 10 હજારની આસપાસ રહશે. આ ફ્લાઇટથી કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં વસતા કચ્છીઓ અને પ્રવાસન માટે જતા લોકોને ફાયદો થશે.તો ભુજથી અમદાવાદનું ભાડું (Ahmedabad to Bhuj Flight Rent) રૂપિયા જેટલું છે.

અન્ય કંપનીઓ પણ ફ્લાઇટ શરૂ કરશે - બે મહિના પહેલા એરલાઇન્સના સમર શેડ્યુલ માટે ત્રણ એરલાઇન્સ કંપનીઓએ ભુજથી ફ્લાઇટ શરૂ કરવામાં રસ દાખવ્યું હતું. પણ અનેક કારણસર તેમાંથી અંતે માત્ર એક જ કંપનીએ ફ્લાઇટ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું. જોકે, ભુજથી મુંબઈ અને અમદાવાદ જનારા લોકોની મોટી સંખ્યા સામે એક 50 સીટર ફ્લાઇટ પૂરી પડે તેમ નથી. પરંતુ, જો આ ફ્લાઇટને સારી સફળતા મળશે તો અન્ય કંપનીઓ પણ નફો કમાવવા આ રૂટ પર પોતાની ફ્લાઇટ શરૂ કરી શકે છે.

આ પણ વાંચો : શું તમે વેકેશનમાં મુંબઈ જવાં માંગો છો, તો પડી શકે છે મુશ્કેલી

ફ્લાઇટથી ગોવા જવા ઇચ્છતા પ્રવાસીઓને ફાયદો - સ્ટાર એર દ્વારા અમદાવાદ અને ત્યાંથી કર્ણાટકના બેલગાવની ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. જેમાં સોમ, ગુરુ, શુક્ર, શનિ અને બુધવારના હવાઇ સેવા ઉપલબ્ધ થશે. આ ફ્લાઇટથી ગોવા જવા ઇચ્છતા પ્રવાસીઓને ફાયદો થશે. તો કર્ણાટકના હુબલી અને મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં વસતા કચ્છીનોને પણ આ સેવાથી ફાયદો થશે. પહેલા અહીં પહોંચવા ટ્રેનો બદલી પડતી હતી. કંપનીની સાઇટ પર બતાવવામાં આવેલા ભાડા પ્રમાણે આ ફ્લાઇટનું ભાડું અંદાજે 6099થી શરૂ કરી 11 હજાર આસપાસ રહશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.