ETV Bharat / state

Dwishatabdi Mahotsav : કચ્છમાં મહોત્સવમાં આવનાર ભક્તો માટે 512 ટેન્ટ કરાયા ઊભા, આવી હશે તેમાં સુવિધાઓ

author img

By

Published : Apr 19, 2023, 5:43 PM IST

Updated : Apr 19, 2023, 8:39 PM IST

ભુજમાં દ્વિશતાબ્દી મહોત્સવનો રંગ જામી ચુક્યો છે. ત્યારે મહોત્સવમાં આવનાર ભક્તો માટે 512 ટેન્ટ ઉભા કર્યા છે. આ ટેન્ટમાં ચાર્જિંગ સહિત તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી છે. તેમજ છાત્રાલય, ગુરુકુળ અને હોટેલમાં પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

Dwishatabdi Mahotsav : મહોત્સવમાં આવનાર ભક્તો માટે 250 ટેન્ટ સુવિધા સાથે કરાયા ઊભા

દ્વિશતાબ્દી મહોત્સવમાં આવનાર ભક્તો માટે 250 ટેન્ટ ઉભા કરાયા

કચ્છ : ભુજમાં નર નારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. કચ્છની ધરા માટે આ એક ઐતિહાસિક મહોત્સવ બની રહ્યું છે, ત્યારે આ મહોત્સવમાં ભાગ લેવા આવેલા લાખો હરિભક્તો માટે રહેવાની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મહોત્સવ સ્થળની આસપાસ 3 ટેન્ટ સિટી ખાસ હરિભક્તો માટે ઊભી કરવામાં આવી છે. તો ભુજ શહેર અને આસપાસમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના છાત્રાલય, ગુરુકુળ, હોટલો મળીને કુલ 30,000 જેટલા હરિભક્તોને ઉતારો આપવામાં આવ્યો છે.

3 ટેન્ટ સિટી ઊભી કરાઇ : ભુજની ભાગોળે ભુજના ઇતિહાસમાં ક્યારેય ન યોજાયો હોય તેવો ભવ્ય મહોત્સવ નરનારાયણ દેવની મૂર્તિની પ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થતાં યોજાઈ રહ્યો છે. દ્વિ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે લાખો હરિભક્તો દેશ વિદેશથી ભુજ પહોંચી આવ્યા છે. મોટી સંખ્યામાં ઉમટેલા હરિભક્તો માટે રહેવાની વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મહોત્સવ સ્થળની આજુબાજુમાં 3 જેટલી ટેન્ટ સિટી ખાસ હરિભક્તો માટે ઊભી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Dwishatabdi Mahotsav : 20 લાખ ભક્તોના ભોજન માટે 20 એકરમાં ધમધમ્યું રસોડું, કલાકમાં 1 હજાર રોટલી તૈયાર

ટેન્ટ સિટીમાં રહેવાની વ્યવસ્થા : ટેન્ટ સિટીની વ્યવસ્થા સંભાળતા સેવાભાવી હરિભક્ત હિતેશ દબાસીયાએ જણાવ્યું હતું કે, ટેન્ટ સિટી 1 માં 117 ટેન્ટ, ટેન્ટ સિટી 2માં 145 ટેન્ટ, તો ટેન્ટ સિટી 3માં 250 ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે. દરેક ટેન્ટમાં 14 જેટલા હરિભક્તો આરામથી રહી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 3 ટેન્ટ સિટીમાં 7000 જેટલા લોકોને રહેવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વિશાળ ટેન્ટમાં પંખા, ચાર્જિંગની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત ટેન્ટ સિટીમાં પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા મહિલાઓ અને ભાઈઓ માટે અલાયદા શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો : Dwishatabdi Mahotsav : વિશ્વ યુવા સંમેલનમાં 10,000 યુવક યુવતીઓએ એક કદમ સંસ્કૃતિ કી ઔરનું કર્યું રસપાન

છાત્રાલય, ગુરુકુળ અને હોટેલમાં વ્યવસ્થા : ટેન્ટ સિટી ઉપરાંત ભુજ શહેર અને આસપાસમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના છાત્રાલય અને ગુરુકુળ ખાતે પણ હરિભક્તોને ઉતારો આપવામાં આવ્યો છે. તો એન.આર.આઇ હરિભક્તો માટે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભુજ અને માધાપરની બધી જ હોટલના રૂમ બુક કરવામાં આવ્યા છે. 9 દિવસના મહોત્સવ દરમિયાન ભાગ લેવા માટે દેશ વિદેશથી 30 લાખથી વધારે હરિભક્તો ભુજ આવશે માટે જનસમૂહને ઉતારો આપવા પણ ભુજ મંદિર દ્વારા વિશેષ સગવડો ઊભી કરવામાં આવી છે. તો કુલ 30,000થી પણ વધારે હરિભક્તોને રહેવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Last Updated : Apr 19, 2023, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.