ETV Bharat / state

Dwishatabdi Mahotsav : દ્વિશતાબ્દી મહોત્સવમાં ગૌ મહિમા પ્રદર્શનને રાજ્યપાલે અદભુત ગણાવીને લોકોને કર્યો અનુરોધ

ભુજ નર નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની રાજ્યપાલે મુલાકાત લીધી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મહોત્સવની મુલાકાતે લઈને ગૌ મહિમા પ્રદર્શનને અદભુત ગણાવી હતી. આ ઉપરાંત ગાય આધારિત ખાતર કે ગોબરનો ઉપયોગ કરવા માટે રાજ્યપાલે અનુરોધ કર્યો હતો.

Dwishatabdi Mahotsav : દ્વિશતાબ્દી મહોત્સવમાં ગૌ મહિમા પ્રદર્શનને રાજ્યપાલે અદભુત ગણાવીને લોકોને કર્યો અનુરોધ
Dwishatabdi Mahotsav : દ્વિશતાબ્દી મહોત્સવમાં ગૌ મહિમા પ્રદર્શનને રાજ્યપાલે અદભુત ગણાવીને લોકોને કર્યો અનુરોધ
author img

By

Published : Apr 18, 2023, 7:40 PM IST

ભુજ : કચ્છના ભુજ ખાતે સ્વામિનારાયણ મંદિર આયોજિત નર નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં આજે ગૌ-મહિમા કૃષિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન

રાજ્યપાલ લીધી મહોત્સવની મુલાકાત : સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તેવા કર્યો માટે કાર્યરત છે. સાથે સાથે જળ સંરક્ષણ, વૃક્ષારોપણ, આપત્તિ સમયે બચાવ કામગીરી, લોક સ્વાસ્થ્ય જેવા માનવતાના કાર્યોમાં સ્વામિનારાયણ સંપ્રદાય પ્રથમ હરોળમાં હોય છે. તેવું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૌ મહિમા કૃષિ સંમેલનમાં જણાવ્યું હતું. બદ્રિકાશ્રમ ખાતે રાજ્યપાલે આ દ્વિશતાબ્દી મહોત્સવના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ગાય આધારિત ખેતીનો વ્યાપ : વધુમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, 200 વર્ષ પહેલાં માનવતાની સેવા અર્થે સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરાઈ હતી. ગૌ-માતા સંરક્ષણ અને સંવર્ધન સાથે ગાય આધારિત ખેતીનો વ્યાપ વધારવા સ્વામિનારાયણ સંપ્રદાય સતત માર્ગદર્શન અને સહયોગ આપતું આવ્યું છે. મહોત્સવમાં ઊભી કરવામાં આવેલ ગૌ મહિમા પ્રદર્શનને અદભુત ગણાવીને રાજ્યપાલે પ્રદર્શન ગાય પ્રત્યે શ્રદ્ધા પેદા કરનારું છે તેવું જણાવ્યું હતું.

રાજ્યપાલે અનુરોધ કર્યો : સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રેરણાથી લાખો ખેડૂતો મારફતે પ્રાકૃતિક ખેતીનું અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્યપાલે ધનનો ઉપયોગ પરોપકારમાં કરવો જોઈએ એવો અનુરોધ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના ભુજના માનવ કલ્યાણના સેવાના કાર્યોની પ્રશંસા કરી હતી. ગાય આધારિત ખેતી કેવી રીતે કરી શકાય તેના વિશે વિસ્તૃત માર્ગદર્શન રાજ્યપાલે પુરૂ પાડ્યું હતું. આજે રાસાયણિક ખેતીથી જમીન બિન ઉપજાઉ બની રહી છે. આથી ગાય આધારિત ખાતર કે ગોબરનો ઉપયોગ કરવા માટે રાજ્યપાલે અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો : Bal Parayan: દ્વિશતાબ્દી મહોત્સવમાં બાળકો માટે યોજાશે વિશેષ બાળ પારાયણ

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સંકલન : જ્યારે પ્રાકૃતિક ખેતીની વાત આવે, ત્યારે ખેડૂતો જણાવતા રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળીએ તો પાક ઉત્પાદનમાં ઘટાડો આવે છે, પરંતુ તે વાત મિથ્યા છે. લાંબા ગાળે પ્રાકૃતિક ખેતીના અનેક ફાયદાઓ છે. હાલમાં સમગ્ર રાજ્યમાં 10-10 ગામના ક્લસ્ટર બનાવીને ગાય આધારિત ખેતીનો એટલે કે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સંકલન કરીને કામગીરી કરવામાં આવી રહી છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વિશતાબ્દી મહોત્સવની મુલાકાતે

આ પણ વાંચો : Dwishatabdi Mahotsav : 20 લાખ ભક્તોના ભોજન માટે 20 એકરમાં ધમધમ્યું રસોડું, કલાકમાં 1 હજાર રોટલી તૈયાર

રાજ્યપાલે ગૌ મહિમા પ્રદર્શનની લીધી મુલાકાત : રાજ્યપાલે મહોત્સવમાં બદ્રિકાશ્રમ ખાતે ઉભી કરાયેલ ગૌ મહિમા પ્રદર્શનની મુલાકાત લઈને ગાયની વિવિધ જાતો, દ્વિશતાબ્દી ગૌશાળા, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ફાર્મ, માંડવા પદ્ધતિ, બાગાયત ખેતી, ટપક પદ્ધતિ વગેરે વિભાગો અંગે માહિતી મેળવી હતી. ઉપરાંત, ગૌ મહિમા દર્શન અંતગર્ત તૈયાર કરાયેલી ડોક્યુમેન્ટરી નિહાળી હતી. તો પંચગવ્ય ચિકિત્સા અને ગોબર ક્રાફટ ની વિવિધ બનાવટોના સ્ટોલની મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. રાજ્યપાલે ગાય આધારિત ખેતી ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર ખેડૂત દિનેશ વેલાણીનું પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કર્યું હતું અને પંચગવ્ય નિર્મિત ઔષધિઓની ભેટ ખેડૂતોને આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.