ભુજની: ભૂજ શહેરની ભાગોળે 222 એકરમાં નરનારાયણ દેવ ના 200 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દ્વિશતાબ્દી મહોત્સવ માં સેવા કરવા માટે હરિભક્તો છેલ્લાં 2-3 માસથી દેશ-વિદેશથી નોકરી-ધંધો છોડી યથાયોગ્ય યોગદાન આપી રહ્યા છે.ત્યારે મહોત્સવમાં હરિભક્તોને જમવા માટે ભોજન પ્રસાદ બનાવવા માટે 20 એકરમાં રસોડું ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં 300 જેટલા રસોઈયાઓ તો 3000 જેટલા હરિભક્તો સેવા કરી રહ્યા છે.
મહોત્સવમાં ભાગ: વિદેશથી આવેલી મહિલા હરિભક્તોની સેવા કરી રહી છે. છેલ્લા અનેક વર્ષોથી લંડન, નૈરોબી, સાઉથ આફ્રિકા, કેન્યા માં વસેલા કચ્છી હરિભક્તો 3-4 વર્ષ બાદ ખાસ આ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા છે. નરનારાયણ દેવ પ્રત્યે અનેરી શ્રધ્ધા સાથે તેઓ રસોડાના કામમાં સેવા કરી રહ્યા છે. શાક સુધારવા થી માંડીને લાડવા બનાવવાનું કામ તેઓ કરી રહ્યા છે. આ સેવા કરવામાં તેમને અનેરો આનંદ થાય છે. તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
નોકરીમાં રજા મૂકી: લંડનથી આવેલી મહિલા હરિભક્ત સવિતાબેન વેકરીયા Etv Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 16 વર્ષથી લંડનમાં રહી રહ્યા છે. 6 વર્ષથી મેડિકલ સ્ટોરમાં નોકરી કરી રહ્યા છે. ત્યારે 4 વર્ષ બાદ આ મહોત્સવમાં ભાગ લેવા નોકરીમાં રજા મૂકીને કચ્છ આવવાનું થયું છે. અહીં તમામ હરિભક્તો જુદી જુદી રીતે સેવા આપી રહ્યા છે. તેઓ રસોડામાં લાડવા બનાવવાની સેવા કરી રહ્યા છે. ઘણાં વર્ષો બાદ કચ્છ આવવાનું થયું. પરંતુ બીજા દેશ જેવું કંઈ નથી લાગતું ભુજના સ્વામિનારાયણ મંદિર પોતાના ઘર જેવું જ લાગે છે તેવું તેમને જણાવ્યું હતું.
આ પણ વાંચો કચ્છમાંથી ફરી 2 પાકિસ્તાની માછીમારોની ધરપકડ, BSFની ટીમનું સફળ ઑપરેશન
અનેરો અવસર: કેન્યાના મોંબાસાથી આવેલ મહિલા હરિભક્ત કાંતાબેન હિરાણીએ જણાવ્યું હતું કે, 28 વર્ષથી તેઓ કેન્યામાં રહે છે. અવારનવાર યોજાતા મહોત્સવમાં સેવા કરે છે. નરનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવ માં સેવા કરવાનો અનેરો અવસર તમને મળ્યો છે. તેને આ સેવા કરવામાં આનંદ આવે છે તેવું તેમણે જણાવ્યું હતું.આમ તો વર્ષ - બે વર્ષે કચ્છ આવવાનું થતું હોય છે પણ આ વખતે 3 વર્ષ બાદ કચ્છ ખાસ મહોત્સવ માટે આવવાનું થયું છે.