ETV Bharat / state

ભુજ નગરપાલિકાએ અત્યાર સુધી 13.56 કરોડ રૂપિયાનો વેરો વસુલ કર્યો - પ્રોપર્ટી ટેક્સ

થોડા સમય પહેલાં જ નગરપાલિકાના નવા સત્તાધીશોએ શહેરના નવા વિકાસ કામો માટે ગ્રાન્ટ ન હોવાનું કહ્યું હતું, પરંતુ હવે ફરી ભુજના વિકાસની ગાડી પાટે ચડાવવા સાથે પાલિકાની આવક વધારવા સાથે તીજોરી ભરાય તેવા પ્રયત્નો પાલિકાએ શરૂ કર્યા છે. જે અતર્ગત ભુજ નગરપાલિકા ની તીજોરીમા ઐતિહાસિક નાણાકીય વસુલાતનો આંકડો નોંધાયો છે. ભુજ નગરપાલિકાએ વેરા વસુલાત ઝૂંબેશમાં 13.56 કરોડ રૂપિયાની વસુલાત કરી હતી.

ભુજ નગરપાલિકાએ અત્યાર સુધી 13.56 કરોડ રૂપિયાનો વેરો વસુલ કર્યો

author img

By

Published : Apr 5, 2021, 3:10 PM IST

  • ભુજ નગરપાલિકાએ અત્યાર સુધીની ઐતિહાસિક વેરા વસુલાત કરી
  • વ્યવસાય વેરો, દુકાન ભાડું અને પ્રોપર્ટી ટેક્સ મળીને કુલ 13.56 કરોડ રૂપિયા વસુલ્યા
  • શહેરનો વિકાસ કરવો હોય તો લોકોએ વેરા ભરી સહકાર આપવો પડશે: પાલિકા પ્રમુખ
  • પાલિકાની આવક વધારવા કાર્યો હાથે ધરાયા
  • વ્યવસાય વેરો, પ્રોપર્ટી ટેક્સ અને દુકાન ભાડું વસુલાયો

ભુજઃ ભુજ નગરપાલિકાએ વેરા વસુલાતથી મેળવેલી રકમની જાહેરાત કરી છે. નગરપાલિકાના જણાવ્યાનુસાર, પ્રોપટી ટેક્ષની વસુલાત 11,52,34,708 રૂપિયા, વ્યવસાય વેરો 1,59,41,678 રૂપિયા અને દુકાન ભાડા પેટે 44,37,817 રૂપિયાની આવક મળી કુલ 13.56 કરોડ રૂપિયાનો વેરો વસુલવામાં આવ્યો હતો, જે અત્યાર સુધીની તમામ બોડી કરતા વધુ આવક છે. જોકે, જે રીતે પાલિકા પર દેણું છે. તે આંકડા પર નજર કરતા વસુલાતનો આંકડો ખૂબ ઓછો છે, પરંતુ અત્યાર સુધી વેરા વસુલાતમાં આટલા આંકડા સુધી કોઈ પહોંચ્યું ન હોવાનો પાલિકાએ દાવો કર્યો છે.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લા પંચાયતનુ વર્ષ 2021-22નું કુલ 368 કરોડનું બજેટ કરાયું મંજૂર

નિયમિત રીતે બધા વેરા ભરી વિકાસમાં સહભાગી થાય તેવી અપીલ કરાઈ

ભુજ નગરપાલિકાના વર્તમાન પ્રમુખ ઘનશ્યામ ઠક્કરના તાજેતરમાં ચૂંટણી બાદ ભુજ નગરપાલિકાના પ્રમુખ પદે પખવાડિયા પૂર્વે ઘનશ્યામ ઠક્કરે ચાર્જ સંભાળ્યો હતોય તેમણે આવતા જ વેરા વસુલાતની કમાન સંભાળી છે. અત્યાર સુધી 13 કરોડ રૂપિયા જેટલો વેરો પણ નગરપાલિકાએ વસુલ્યો છે.

આ પણ વાંચોઃ ધરમપુર તાલુકા પંચાયતનું રૂપિયા 40.26 કરોડનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર

ગૂંચવાયેલા પ્રશ્નોનો નીવેડો લાવવામાં આવશે

ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે આ અંગે જણાવ્યું કે, જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે જોયું તો નગરપાલિકાની તિજોરી સાવ તળિયાઝાટક હતી. શહેરનો વિકાસ કરવો હોય તો લોકોએ વેરા ભરી સહકાર આપવો પડશે. લોકો વેરા ભરશે તો નગરપાલિકા લોકોને સેવા આપી શકશે. આ ઉપરાંત નગરજનોના વેરા બાબતેના ગૂંચવાયેલા પ્રશ્નોનો પણ નીવેડો લાવવામાં આવશે તેમજ હાલમાં પાલિકા આપના દ્વારે અંતર્ગત નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની પ્રક્રિયા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.