ETV Bharat / state

ભુજમાં 100ના દરની નકલી નોટ સાથે 3 ઝડપાયા, સમગ્ર ષડયંત્ર બેંગ્લોરથી કચ્છ પહોંચ્યું

નકલી નોટ બજારમાં ફરતી કરવાના એક ષડયંત્રનો ભુજ પોલીસે પર્દાફાશ કરી 3 વેપારીઓની ધરપકડ કરી છે. રૂપિયા 100ના દરની નવી ચલણી નોટની કલર ઝેરોક્સ કરી આરોપીઓ તેને અસલી નોટ તરીકે બજારમાં ચલાવતા હતા. આ સમગ્ર ષડયંત્રના તાર બેંગ્લોર સુધી લંબાયા હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે.

ભૂજમાં 100ના દરની નકલી નોટ સાથે ત્રણ આરોપી પકડાયા, સમગ્ર ષડયંત્ર બેંગ્લોરથી કચ્છ પહોંચ્યું

author img

By

Published : Feb 9, 2020, 4:28 PM IST

કચ્છઃ ભુજના નાયબ પોલીસ વડા જે. એન. પંચાલે જણાવ્યું હતું કે, બાતમીના આધારે ભુજ તાલુકાના માધાપર-ભુજોડી હાઈવે પર આવેલી સુપાર્શ્વનાથ સોસાયટીમાં રહેતો અને કપડાંની દુકાન ચલાવતા અતુલ પ્રાણલાલ વોરા પાસેથી નકલી ચલણી નોટ હોવાની કોન્સ્ટેબલ જયંતી તેજપાલભાઈ મહેશ્વરીને બાતમી મળી હતી. જેના પગલે શનિવારના રોજ પોલીસના કાફલાએ અતુલ વોરાના ઘરે દરોડો પાડ્યો હતો. ઘરમાંથી પોલીસને રૂપિયા 100ના દરની જાંબલી રંગની 37 નકલી નોટ પકડી પાડી હતી.

ભૂજમાં 100ના દરની નકલી નોટ સાથે ત્રણ આરોપી પકડાયા, સમગ્ર ષડયંત્ર બેંગ્લોરથી કચ્છ પહોંચ્યું

મળતી માહિતી મુજબ પ્રાથમિક પૂછતાછમાં આરોપી અતુલે આ ચલણી નોટ બજારમાં ફરતી કરવાના ઈરાદે બેંગ્લોરમાં સો-મિલ ચલાવતાં મૂળ નખત્રાણાના વતની કિશોર પટેલ પાસેથી અઠવાડિયા-દસ દિવસ અગાઉ મેળવી હોવાનું કબૂલ્યુ હતું. આ ઉપરાંત અતુલ વોરા બેગ્લોર રહેવાસી કિશોર પાસેથી કુલ 700 નકલી નોટ લાવ્યો હતો. જેમાંથી 412 નોટ ભુજની શરાફ બજારમાં ‘લધા ઉકા ઝાલા’ નામની દુકાનમાં બેસી મોચીકામનો વ્યવસાય કરતો ભાવેશ મૂળશંકર ઝાલા અને અઢીસો નોટ શરાફ બજારમાં ‘સી. પ્રફૂલચંદ્ર એન્ડ કંપની’ નામની પેઢીમાં કાપડનો વેપાર કરતાં સ્નેહલ પ્રફૂલચંદ્ર ઝવેરીને આપી હતી.

પોલીસે અતુલને સાથે રાત્રે ભાવેશ અને સ્નેહલના ઘર પર દરોડા પાડી તેઓને પણ નકલી નોટના જથ્થા પાસેથી ઝડપી પાડ્યાં હતા. ભાવેશે 412 નકલી નોટમાંથી 62 નોટ બજારમાં સર્ક્યુલેટ કરી દીધી હતી. તેની પાસેથી 350 નોટ રિકવર કરાઈ છે. જ્યારે, સ્નેહલ પાસેથી પોલીસે તમામ 250 નકલી નોટ રીકવર કરી છે. પોલીસે કુલ મળીને 70 હજારની 700 નકલી નોટમાંથી 637 નકલી નોટ રિકવર કરી લીધી છે.

પોલીસે બેન્ક અધિકારીઓને આ નોટ બતાવતા પ્રથમ નજરે સ્પષ્ટ થયું કે, તમામ નોટ કલર ઝેરોક્ષ કરાઈ છે. પોલીસે ઉમર્યું હતું કે, આરોપીઓને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં મૂળ નખત્રાણાનો વતની અને વર્ષોથી બેંગ્લોરમાં સ્થાયી થયેલો કિશોર પટેલ કોણ છે. અને કિશોર પટેલ જ નકલી ચલણી નોટ છાપે છે કે તે અન્ય કોઈ પાસેથી મેળવે છે, કિશોર જોડે અતુલનો ભેટો કોણે અને કેવી રીતે કરાવ્યો, વેગેરે સવાલોના કડીઓ મેળવવા આ કારસાના સૂત્રધાર કિશોર પટેલને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

Intro:નકલી નોટ બજારમાં ફરતી કરવાના એક ષડયંત્રનો ભુજ પોલીસે પર્દાફાશ કરી 3 વેપારીઓની ધરપકડ કરી છે. રૂપિયા 100ના દરની નવી ચલણી નોટની કલર ઝેરોક્સ કરી  આરોપીઓ તેને અસલી નોટ તરીકે બજારમાં ચલાવતા હતા.  આ સમગ્ર  ષડયંત્રના તાર  બેંગ્લોર સુધી લંબાયા હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે.Body:
 ભૂજના નાયબ પોલીસ વડા જે. એન. પંચાલે  જણાવ્યું હતું કે બાતમીના આધારે  ભૂજ તાલુકાના  માધાપર-ભુજોડી હાઈવે પર આવેલી સુપાર્શ્વનાથ સોસાયટીમાં રહેતો અને કપડાંની દુકાન ધરાવતો અતુલ પ્રાણલાલ વોરા  પાસે નકલી ચલણી નોટ હોવાની કોન્સ્ટેબલ જયંતી તેજપાલભાઈ મહેશ્વરીને બાતમી મળી હતી. જેના પગલે ગત રાત્રે  પોલીસના કાફલાએ  અતુલ વોરાના ઘરે દરોડો પાડ્યો હતો. ઘરમાંથી પોલીસને રૂપિયા 100ના દરની જાંબલી રંગની 37 નકલી નોટ  પકડી પાડી હતી. 

પ્રાથમિક પૂછતાછમાં આરોપી  અતુલે  આ ચલણી નોટ બજારમાં ફરતી કરવાના ઈરાદે બેંગ્લોરમાં સો-મિલ ચલાવતાં મૂળ નખત્રાણાના વતની કિશોર પટેલ પાસેથી અઠવાડિયા-દસ દિવસ અગાઉ મેળવી હોવાનું કબૂલ્યું હતું.  આ ઉપરાંત  અતુલ વોરા કિશોર પાસેથી કુલ 700 નકલી નોટ લાવ્યો હતો. જેમાંથી 412 નોટ ભુજની શરાફ બજારમાં ‘લધા ઉકા ઝાલા’ નામની દુકાનમાં બેસી મોચીકામનો વ્યવસાય કરતાં ભાવેશ મૂળશંકર ઝાલા અને  અઢીસો નોટ શરાફ બજારમાં ‘સી. પ્રફૂલચંદ્ર એન્ડ કંપની’ નામની પેઢીમાં બેસી કાપડનો વેપાર કરતાં સ્નેહલ પ્રફૂલચંદ્ર ઝવેરીને આપી હતી.  પોલીસે અતુલને સાથે રાખી રાત્રે ભાવેશ અને સ્નેહલને પણ નકલી નોટના જથ્થા પાસેથી ઝડપી પાડ્યાં હતા. ભાવેશે 412 નકલી નોટમાંથી 62 નોટ બજારમાં સર્ક્યુલેટ કરી દીધી હતી. તેની પાસેથી 350 નોટ રિકવર કરાઈ છે. જ્યારે, સ્નેહલ પાસેથી પોલીસે તમામ અઢીસો નકલી નોટ રિકવર કરી છે. પોલીસે કુલ્લ મળીને 70 હજારની  700 નકલી નોટમાંથી 637 નકલી નોટ રિકવર કરી લીધી છે 

પોલીસે બેન્ક અધિકારીઓને આ નોટ બતાવતા પ્રથમ નજરે સ્પષ્ટ થયુંહતું કે   તમામ નોટ કલર ઝેરોક્સ કરાઈ છે.. પોલીસે ઉમર્યું હતું આરોપીઓને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં   મૂળ નખત્રાણાનો વતની અને વર્ષોથી બેંગ્લોરમાં સ્થાયી થયેલો કિશોર પટેલ કોણ છે.   કિશોર પટેલ જ નકલી ચલણી નોટ છાપે છે કે તે અન્ય કોઈ પાસેથી મેળવે છે,  કિશોર જોડે અતુલનો ભેટો કોણે અને કેવી રીતે કરાવ્યો, વેગેરે સવાલોના કડીઓ મેળવવા  આ કારસાના સૂત્રધાર કિશોર પટેલને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. 

બાઈટ જે. એન. પંચાલનાયબ પોલીસ વડા ભૂજ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.