કચ્છ : ભુજ BSFની ટીમ દ્વારા જખૌ કિનારેથી લગભગ 15 કિમી દૂર શેખરણ પીર બેટ પરથી માદક પદાર્થના 2 પેકેટો જપ્ત કરવામાં આવ્યા છે. દરેક પેકેટનું વજન અંદાજે 01 કિલો છે. તેના પર 'blue sapphire' છપાયેલું છે અને સફેદ થેલીમાં એક સાથે પેક કરવામાં આવ્યા હતા.
2 પેકેટ માદક પદાર્થના મળ્યા : છેલ્લા 1 મહિનાથી કચ્છની દરિયાઈ સીમામાંથી અનેકવાર ચરસના પેકેટો અને માદક પદાર્થના પેકેટ ઝડપાયા છે. ત્યારે BSFની એક વિશેષ સર્ચ પાર્ટી દ્વારા જખૌના દરિયાકાંઠાના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જેના ભાગરૂપે લક્કી ચૌકીથી 15 કિલોમીટર દૂર માદક પદાર્થના 2 પેકેટ મળી આવ્યા છે. 18મી મેના 1 પેકેટ તો આજે 1 પેકેટ એમ મળીને 2 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.
BSF દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ : રિકવર કરાયેલા ચરસના પેકેટનું વજન આશરે 01 કિલો જેટલું છે. ચરસના પેકેટને પ્લાસ્ટિકના સ્તરથી લપેટવામાં આવ્યું હતું. ચરસના પેકેટ પર 'blue sapphire' પ્રિન્ટ કરવામાં આવેલું છે. ચરસની પ્રકૃતિ અને પ્રકાર અંગે હાલ BSF દ્વારા વધુ તપાસ માટે પેકેટ મોકલી આપવામાં આવ્યા છે.
એપ્રિલથી આજ સુધીમાં 29 પેકેટ ચરસના જપ્ત : ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2023થી આજ સુધી જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા 29 પેકેટ ચરસના તેમજ 4 પેકેટ અન્ય માદક પદાર્થના મળી આવ્યા છે. તો માદક પદાર્થના પેકેટો મળી આવ્યા બાદ BSFએ જખૌ કિનારે અલગ અલગ બેટ પર વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, દરિયાના ઊંડા મોજાથી ચરસના પેકેટ ધોવાઈને ત્યારબાદ ભારતીય દરિયાઈ સીમામાં તણાઈ આવે છે.
Ahmedabad Crime: 71 હજારની કિંમતના ચરસ સાથે યુવક ઝડપાયો, તપાસમાં ખુલી આ મોટી વાત