ETV Bharat / state

Bhuj Food: ભુજમાં 2.65 કિલોનું સૌથી મોટું વડાપાવ તૈયાર કરી રેકોર્ડ બનાવ્યો - Largest food dish

કચ્છમાં આવેલા ભુજમાં યુવાનોએ 2.65 કિલોનું સૌથી મોટું વડાપાવ તૈયાર કર્યો છે. ભુજના ફેમસ સંદીપ વડાપાઉના દેવ બુધ્ધભટ્ટી દ્વારા વડાપાઉં બનાવીને સૌથી મોટો વડાપાઉં બનાવવાનો વિક્રમ સર્જવામાં આવ્યો છે. સૌથી મોટો વડાપાઉં બનાવવાનો નિર્ણય કરી 6 વખત પ્રયત્ન કર્યા હતા. જે બાદ આ સૌથી મોટું વડાપાવ તૈયાર થયું હતું.

Bhuj Food: ભુજનો ભડવીર, 2.65 કિલોનું સૌથી મોટું વડાપાવ તૈયાર કરી રેકોર્ડ બનાવ્યો

author img

By

Published : Mar 25, 2023, 12:54 PM IST

2.65 કિલોનું સૌથી મોટું વડાપાવ તૈયાર કરી રેકોર્ડ બનાવ્યો

કચ્છ: દરેક લોકોને આજે નવી નવી વસ્તુઓ ખાવી ગમે છે. એમાં પણ જે કોઇએ ના ખાધી હોય એવી વસ્તુઓ ખાવું જોર લોકોમાં વધારે જોવા મળે છે. તો બીજી બાજૂ લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે નવું નવું લાવતા હોય છે અને ફેમસ થઇ જાય છે. ત્યારે કચ્છમાં યુવાનોએ કંઇક નવુ કરી બતાવ્યું છે. મોટામાં મોટો વડાપાઉં બનાવાનું યુવાનોએ વિચાર્યું હતું. 6 વખત બનાવાને પ્રયત્ન કર્યો છતા ના બન્યું પરંતુ યુવાનોએ હાર ના માની અને 12 ×12 ની સાઇઝનું અને 2.656 કિલોનો વડાપાંઉ તૈયાર કરી દીધો.

કંઇક નવુ: આજના આ આધુનિક યુગમાં સોશિયલ મીડિયામાં રોજ લોકો કંઈ ને કંઈ અલગ કરીને રાતોરાત ચર્ચામાં આવી જતા હોય છે અને ફેમસ થઈ જતાં હોય છે. ખાસ કરીને હાલમાં ઈન્સ્ટાગ્રામ પર ચાલી રહેલા અવનવી રીલના ટ્રેન્ડ માટે લોકો ખૂબ જ મહેનત કરીને કન્ટેન્ટ બનાવી રહ્યા છે. તો ફુડની કેટેગરીમાં કાઇક અલગ કરી યુવાનો રાતોરાત ચર્ચામાં આવ્યા છે. જેમાં પાણીપુરી આઈસ્ક્રીમ, મેગીના ભજીયા, કુલ્હડ પિત્ઝા, બાહુબલી ગોલો વગેરે જેવા ફયુઝન ફૂડ વેરાયટીઓ થકી નામના મેળવી છે. ત્યારે ભુજના યુવાને પણ કંઇક નવુ કર્યુ છે.

આ પણ વાંચો Kutch News: આને કેહવાય ગુરુ, વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં પૂછાયેલા પ્રશ્ન બદલ ગ્રેસિંગ માર્ક આપવા અપીલ

વડાપાઉં બનાવવાનો પ્રયત્ન: સૌથી મોટો વડાપાઉં બનાવવાનો નિર્ણય કરી 6 વખત પ્રયત્ન કર્યા હતા. ભુજના મંગલમ વિસ્તારમાં છેલ્લાં 7 વર્ષોથી વડાપાંઉ અને ભજીયાના ધંધા સાથે સંકળાયેલ સંદીપભાઈ બુધ્ધભટ્ટી અને તેમના દીકરા દેવ બુધ્ધભટ્ટીએ સોશિયલ મિડીયા થકી બે સંસ્થાઓનો સંપર્કમાં આવ્યા હતા. કંઇક અલગ કરવાની ભાવના સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પ્રયત્ન કરવાનું નક્કી કર્યુ હતું. જેમાં સૌથી મોટો વડાપાઉં બનાવવાનો નિર્ણય કર્યો હતો. દેવ બુધ્ધભટ્ટીએ 6 વખત મોટામાં મોટો વડાપાઉં બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કંઇકને કંઇક રીતે તે નિષ્ફળ જતો હતો.

રેકોર્ડ કરવાનુ નક્કી: 7મી વાર પ્રયત્ન કરી અને રેકોર્ડ તો પોતાના નામે કર્યો છે. પરંતુ સોશિયલ મિડીયામાં પણ ભારે ચર્ચામા આવ્યો છે. 12 ×12 ની સાઇઝનું અને 2.656 કિલોનો વડાપાંઉ હાલ ખુબ ચર્ચામા છે. દેવ બુધ્ધભટ્ટીને તેના પિતા સંદીપભાઈએ 12 × 12 અને 2.656 કિલોનો વડાપાંઉ બનાવવા માટે પ્રેરણા આપી. ત્યાર બાદ દેવ રાજસ્થાનની ઇન્ફ્યુલેન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને સોસાયટી પોઇન્ટ ફાઉન્ડેશન MP સાથે સોશીયલ મિડીયામાં સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ તેણે નવુ કરવા સાથે રેકોર્ડ કરવાનુ નક્કી કર્યુ હતુ--દેવ બુધ્ધભટ્ટી,રેકોર્ડ બનાવનાર

આ પણ વાંચો Kutch News : આ તારીખથી ભુજમાં યોજાશે નરનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ, પીએમ મોદીને આમંત્રણ અપાયું

પરિવારમાં ખુશીનો માહોલ: પરિવારમાં ખુશીનો માહોલદેવના પિતા સંદીપભાઈ બુધ્ધભટ્ટીએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પરિવારમાં ખુશીનો માહોલ છે કે દેવે મોટામાં મોટો વડાપાઉં બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે હંમેશા કંઇક નવું કરવામાં જ માનતો હોય છે. પરિવારના દરેક સભ્ય દ્વારા તેને સપોર્ટ કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત તેને કવિતા લખવાનો અને ફોટોગ્રાફીનો પણ શોખ છે. 7મી વારના પ્રયત્નમાં 30 મિનિટની અંદર 1.262 કિલોનો વડો અને 650 ગ્રામ વજનના પાંઉ સાથે 2.656 કિલોનો જંબો વડાપાંઉ તૈયાર કર્યો. મોટામાં મોટો વડાપાઉં હોવાનો દાવો કર્યો છે. જંબો વડાપાઉં બનાવી ટાસ્ક પુર્ણ કર્યો હતો. જેને લઇને બન્ને સંસ્થાએ તેને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહીત કર્યો છે. આમ, જંબો વડાપાઉં બનાવીને ભુજનો આ યુવાન હાલ ચર્ચામાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.