જિલ્લા મહિલા અને અને બાળ અધિકારીની કચેરી દ્વારા કલેકટર એમ નાગરાજન અને જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો અભિયાન અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના પાટવાડી નાકાથી મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધીની આ રેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવની બેન રાવલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ લીલી ઝંડી બતાવી શરૂ કરાવી હતી. આ રેલીમાં બેટી બચાવવા અને પેઢીને શિક્ષિત કરવાના સૂત્રોચાર કરી જાગૃતતા ફેલાવવામાં આવી હતી. શહેરના પાટવાડી નાકા પ્રાથમિક શાળાના આચાર્ય રાજેશ ગોર અને શિક્ષકોની ટીમ દ્વારા સમગ્ર રેલીનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ શાળાના વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાઇને ભાગ લીધો હતો.