કચ્છ: ભારત સરકાર દ્વારા ચીનની 59 મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બીજી તરફ કોરોના મહામારી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન દ્વારા દેશના યુવાનોને આત્મનિર્ભર ભારત બનાવવામાં સહયોગ કરવા આહ્વાન આપવામાં આવ્યું છે. ત્યારે કચ્છના ભચાઉ તાલુકાના નાનકડા શિવલાખા ગામના યુવા એન્જિનિયરે યો ઇન્ડિયા(Yo India app) નામની ટીકટોકને સમાંતર એપ બનાવી છે. જેનું લોન્ચિંગ સાંસદ વિનોદ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું.
Yo India app ચાઈનીઝ એપ ટીકટોક જેવી શોર્ટ વીડિયો એપ Yo India appને બિરદાવતા સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને આત્મનિર્ભર ભારત અભિયાનનું આહ્વાન આપતા એપ ઇનોવેશન ચેલેન્જમાં સહભાગી થવા ટેક સમુદાયને અપીલ કરી છે. તેને સાર્થક કરવા અને ડિજિટલ ક્ષેત્રે ચાઇના જેવી જ અને યુઝરના ડેટા અને સંપૂર્ણ સલામતી આપતી એપ કચ્છના ભચાઉ તાલુકાના નાનકડા ગામના યુવાન એન્જિનિયર એવા બહાદુરસિંહ જાડેજા યો ઇન્ડિયા બનાવી છે.કરી હતી.
આ યુવાન એન્જિનિયરે 2016માં મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ભારત કાર્યક્રમને સાર્થક કરતી ઇન્ડિયન મેસેન્જર એપ બનાવી હતી. જે 20 લાખથી વધુ યુઝર ધરાવે છે. આવા ઉત્સાહી યુવાનની આ યો ઇન્ડિયા એપ દેશ-વિદેશમાં ખ્યાતી પામી અને લાખો કરોડો લોકો આ એપ દ્વારા મનોરંજન મેળવે તેવી શુભકામના વિનોદ ચાવડાએ પાઠવી હતી.
યુવાન એન્જિનિયર બહાદુરસિંહ જાડેજા જણાવ્યું હતું કે, યો ઇન્ડિયા tiktok જેવી જ સ્વદેશી એપ છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં 4 એપ બનાવી છે. જેને આપણા દેશમાં ખૂબ આવકાર મળ્યો છે. હું ગેમ, બિઝનેસ, મનોરંજન, ઓફિસ યુટિલિટીઝ અને આત્મનિર્ભર ભારત અભિયાનને સાર્થક કરવાની નેમ ધરાવું છું
બહાદુરસિંહ જાડેજા જણાવ્યું હતું કે, આ એપની એ છે કે, વિશેષતા મનોરંજન સાથે આપણા ડેટા માહિતીઓ જે ચીનની એપ દ્વારા બહાર જતી હતી, તેની સામે રક્ષણ અને સલામતી જાળવવા માટેના અમારા પ્રયત્નો દેશવાસીઓનો પૂરો સાથ સહકાર મળશે.