ETV Bharat / state

કચ્છના શિક્ષકે ચૂંટણીના મેદાનમાં ઉતારવાની બતાવી તૈયારી, PMને પત્ર લખી માગી ટિકીટ - શિક્ષક

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કચ્છના એક શિક્ષકે (Kutch teacher wrote PM letter) વડાપ્રધાન મોદી પાસે ટિકિટની માગણી કરી છે. વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. સાથે તેમણે કરેલા કેટલાક કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. (assembly elections Demanded tickets by Kutch)

કચ્છના શિક્ષકે ચૂંટણીના મેદાનમાં ઉતારવાની બતાવી તૈયારી, PMને પત્ર લખી માગી ટિકીટ

author img

By

Published : Sep 20, 2022, 9:57 AM IST

Updated : Sep 21, 2022, 11:37 AM IST

કચ્છ આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે જુદા જુદા (Kutch teacher wrote PM letter) રાજકીય વ્યક્તિઓ પોતાને ટિકિટ મળે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે અંજારના એક શિક્ષકે નરેન્દ્ર મોદીને પત્ર લખી પોતાના સંપૂર્ણ બાયોડેટા અને પોતે કરેલી સમાજલક્ષી કામગીરીનો અહેવાલ આપી અંજારમાંથી ભ્રષ્ટાચાર નિવારવા ધારાસભ્યની માટેની ટિકિટની માગણી કરી છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે. (assembly elections Demanded tickets by Kutch)

કચ્છના શિક્ષકે ચૂંટણીના મેદાનમાં ઉતારવાની બતાવી તૈયારી, PMને પત્ર લખી માગી ટિકીટ

સામાજિક પ્રશ્નો કચ્છ જિલ્લાના અંજારની શાળા નં. 16ના મુખ્ય શિક્ષક મેહુલ દવે દ્વારા મોદીને લખેલો પત્ર વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં જણાવ્યા મુજબ વર્ષ 2012થી તેમણે અંજારમાંથી ભ્રષ્ટાચાર નિવારવા જુદી જુદી લડતો ચલાવી છે. શિક્ષકની ગેરકાયદેસરની બદલી, મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને અપાતા નબળી ક્વોલિટીના અનાજનો ભાંડાફોડ, શહેરને ગંદકીના ગંજમાંથી છોડાવવા કચરા વચ્ચે બેસી આંદોલન, જર્જરિત માર્ગને સ્વખર્ચે રીપેરીંગ, શહેરમાં થતું દૂષિત પાણીના વિતરણ બાબતે અવાજ ઉપાડવો વગેરે આંદોલનની ઝાંખી આપી નગરસેવકો, સરકારી અધિકારીઓ દ્વારા ગર્ભિત ધમકી આપવામાં આવી હોવા છતાં શહેર હિતમાં આંદોલન ચાલુ જ રાખ્યા હોવાનું જણાવી પાર્ટી અને શહેરમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા પોતાને ધારાસભ્યની ટિકિટ મળે તેવી માંગ કરી છે.

શિક્ષકનો પત્ર
શિક્ષકનો પત્ર

પત્રમાં શું લખ્યું શિક્ષક મેહુલ દવેએ વર્ષ 2012માં મુખ્ય શિક્ષક તરીકે જોઈન થયો, ત્યારે મારી શાળાના એક શિક્ષિકાની ગેરકાયદેસરની બદલી અને ઉથલપાથલ માટે તત્કાલીન સ્થાનિક રાજકારણી અને નગરસેવકના કુટુંબી દ્વારા સતત મને ટેલીફોનીક ભલામણો અને જોઈ લેવાની ધમકીઓ દ્વારા દબાણ કરવામાં આવતું હતું. પરંતુ હું તેમની ધમકીઓથી ડર્યો નહિ અને નિયમાનુસાર જે થતું હતું એ જ વહીવટની મર્યાદામાં રહીને કર્યું. (Gujarat Assembly Election 2022)

ભોજન પીરસવા બાબત મારે ફરજ દરમિયાન શાળામાં ચાલતા મધ્યાહન ભોજન પ્રોજેક્ટ અંતર્ગત મેં ત્રણ વર્ષના સમયગાળામાં બે વખત નબળી ગુણવતા અને ખરાબ ભોજન પિરસવા બાબત સંચાલક અને સંબંધિત કચેરી સામે ફરિયાદ કરેલી હતી. ત્યારે એક વખત તો મામલતદાર કચેરી અંજારના એક કર્મચારી દ્વારા મને આ બધું દબાવી દેવા ભલામણ કરવામાં આવેલી હતી. (assembly elections Demanded tickets)

શિક્ષકનો પત્ર
શિક્ષકનો પત્ર

ધમકી આપવામાં આવેલી તેથી હું તેની તાબે ન થતાં તત્કાલીન મામલતદાર દ્વારા હું ગુનેગાર હોઉં એવું વર્તન મારી સાથે કરવામાં આવેલુ. તો બીજી વખતની કાર્યવાહી દરમિયાન સ્થાનિક નગરસેવક દ્વારા મને બધું દબાવી જે જેવું ચાલે છે તેમ ચાલવા દેવાનું કહી, નહિ માનો તો જોઈ લઈશું એવી ધમકી આપવામાં આવેલી હતી. પરંતુ આ બંને પરિસ્થિતિમાં હું હિંમત ન હાર્યો અને વહીવટીતંત્રને પરાણે જવાબદારો સામે પગલા લેવા મજબૂર કરેલા હતા. (Kutch teacher demanded ticket)

હું કચરાના ઢગલા પર બેઠેલો આ સિવાય શહેરમાં ફેલાયેલા ગંદકીના ગંજથી શહેરની જનતાને મુક્તિ અપાવવા માટે હું કચરાના ઢગલા પર બેઠેલો હતો. તેમજ સમાચાર વાયરલ થતા આખરે નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવેલી હતી. અંજારના પ્રવેશદ્વાર સમા અને અંજારની ઐતિહાસિક ધરોહર સમા તોરલ સરોવરના ઉદ્ધાર માટે મેં કરેલા પ્રયત્નો હું સ્વયં ગણાવી શકું એમ નથી.

આ સિવાય શહેરના જર્જરિત અને અકસ્માત નોતરતા માર્ગને મેં જાતે ઘણી વખત પરિવાર સાથે મળીને સ્વખર્ચે રીપેર પણ કર્યા છે અને હા તમને જાણીને નવાઈ લાગશે અને આશ્ચર્ય પણ થશે કે, ગત વર્ષ તો માર્ગ પર પડેલા ખાડાને વહીવટીતંત્ર દ્વારા ગંભીરતાથી ન લેવામાં આવતા સોસાયટીના બાળકો સાથે મળીને આપનો જન્મ દિવસે એ ખાડામાં કેક કાપીને ઉજવેલો હતો.

કોરોના કાળ વખતે અમારી સોસાયટીમાં પોઝીટીવ કેસ આવતા સોસાયટીને કોરેન્ટાઈન કરવામાં આવેલ હતી. ત્યારે વહીવટીતંત્રના વાયદાઓ મુજબ કોઈ સગવડ ન મળતા અને 10 -10 દિવસ સુધી સફાઈ કરવા કે સેનેટાઈઝ કરવા કોઈ ન આવતા ન છૂટકે તંત્રના કાનમરોડવા માટે કચરાથી સ્નાન કરી વિડિઓ વાયરલ કરવો પડેલા ત્યારે કોઈ સફાઈ કરવા આવેલ હતા.

શિક્ષકનો પત્ર
શિક્ષકનો પત્ર

એક વખત તો દુષિત પાણી બાબતે રજૂઆત કરતા શહેરના ચીફ ઓફિસર સાહેબ દ્વારા મને તમે સરકારી કર્મચારી છો. ધ્યાન રાખજો એવી ચીમકી પણ આપવામાં આવેલા હતા. તો આપના પક્ષના એક નગર સેવક દ્વારા મામલતદાર કચેરીમાં અરજદારને મફતમાં મળતા ફોર્મ પોતાની દુકાને ડબલ ભાવથી વેચવાના વિરોધમાં મેં મારુ સમર્થન આપ્યું હતું. તો તત્કાલીન મામલતદાર દ્વારા મને સરકારી કર્મચારી છો ખ્યાલ રાખજો એવી ગર્ભિત ધમકી આપવામાં આવેલી હતી.

મારી આ સામાજિક પ્રવૃત્તિઓથી સ્થાનિક વહીવટીતંત્રની સાથે સાથે સ્થાનિક રાજકારણ ખૂબ નારાજ હતું, પરંતુ દરેક વખતે હું સાચો હોવાથી તેઓ મારા વિરુદ્ધ કોઈ પગલાં લેવા અસમર્થ હોતા આખરે વર્ષ 2019 માં અંજાર શિક્ષણ સમિતિના ચેરમેનને હાથો બનાવી અન્ય શાળામાં વહીવટ સુધારવાની જરૂર છે. તમે ત્યાં બદલીની અરજી કરો અને અમે તમને ત્યાં બદલી આપીએ એવી રજૂઆત મારી પાસે કરાવવામાં આવી મને ઇમોશનલ બ્લેક મેલ કરવામાં આવ્યો હતો. હું હકીકત જાણતો હોવા છતાં મેં મારી બદલી કરાવી અન્ય શાળામાં ગયો. ત્યાં જઈ શાળાના વહીવટ અને વાતાવરણને સુધારવામાં ત્રણ વર્ષના ટૂંકા સમયગાળામાં મે મારો જીવ રેડી દીધો.

કાર્યકરો અને હકીકતથી અજાણ ત્યાં ભૂતકાળમાં થયેલા ગેરવહીવટ અને નાણાકીય ભ્રષ્ટાચારની વિગત સામે આવતા મેં કચેરીને જાણ કરી અને આ બાબતે કશું ન કરવાની ઈચ્છા છતાં તેમને પગલા લીધા જેના પરિણામે અંજારના રાજકારણમાં હડકંપ મચી ગયો. આપની પાર્ટીના કેટલાક રાજકારણીઓ, કાર્યકરો અને હકીકતથી અજાણ આર.એસ.એસ.ના કેટલાક હોદ્દેદારો મારા વિરોધમાં આવી ગયાનું કારણ કે હું સાચો હતો. તેથી છેવટે અંજારના મલિન રાજકારણ દ્વારા નીચેથી ઉપર સુધીના તમામને મારા વિરુદ્ધમાં ઉભા કરી દીધા હતા. જેથી સામે મારી સીધી વહીવટી કામગીરી એ એક ડગલાં પાછળ ચાલવું પડ્યું પણ મારી લડત ચાલુ છે.

શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો આ પત્ર દ્વારા હું આપને માત્ર મુખ્ય બાબતો જ જણાવી રહ્યો છું કે, સમાજ સેવા અને લોકોની સુખાકારી માટે જ્યારે જ્યારે મેં પ્રયત્નો કર્યા ત્યારે રાજકારણ દ્વારા સીધી કે આડકતરી રીતે મને રોકવાનો પ્રયત્ન કરવામાં આવેલા છે. મેં ક્યારેય હિંમત હારેલ નથી. ચાણક્યના પ્રસિદ્ધ વિધાન મુજબ શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. રાષ્ટ્ર નિર્માણમાં તેનું અમૂલ્ય યોગદાન હોય છે.

પ્રજાની સુખાકારી માટે પ્રયત્ન કરતા કરવા વચન આપ્યું ઉપરના તમામ અનુભવો પરથી આજે હું એ તારણ પર પહોંચ્યો છું કે જો ખરેખર મારે સાચા અર્થમાં રાષ્ટ્ર સેવા કરવી હોય તો નાં છૂટકે રાજકારણમાં આવવું પડશે. ત્યારે આપને રજૂઆત કરું છું કે વિધાનસભા ચૂંટણી ગુજરાત 2022માં મને આપ તરફથી અંજાર વિધાનસભાની ચૂંટણી લડવાની ટિકિટ આપવામાં આવે. આપને હું વિશ્વાસ આપું છું કે જો હું આ ચૂંટણીમાં જીતીશ તો મારા વિસ્તારને સંપૂર્ણ ભ્રષ્ટાચાર અને ગુનાખોરીથી મુક્ત કરીશ. તેમજ સતત પ્રજાની વચ્ચે રહીને તેમના નાનામાં નાના પ્રશ્નોનું નિરાકરણ લાવીશ અને પાર્ટીની છબી બગાડનારા ભ્રષ્ટ લોકોને ખુલ્લા પાડી તમામને પ્રજાની સુખાકારી માટે પ્રયત્ન કરતા કરી આપીશ. જેનું હું આપને વચન આપું છું.

શિક્ષકની વિવિધ ક્ષેત્રમાં ઋચિઓ ઉલ્લેખનીય છે કે મેહુલ દવેને સામાજિક પ્રવૃત્તિ દ્વારા લોકજાગૃતિ શૈક્ષણિક પ્રવૃત્તિમાં નાવિન્ય લાવવું તેમજ પર્વ તહેવારની અનોખી ઉજવણી કરવી અને ગૌ સેવા અને નિરાધાર માટે સહાય કરતી સંસ્થાઓને આર્થિક મદદરૂપ થવું, પ્રકૃતિ જતન અને વૃક્ષારોપણ કરવું, ટૂંકીવાર્તા, પ્રસંગકથા, લઘુનવલ, કવિતા, નાટક લખવા વગેરે જેવા કાર્યોમાં રુચિ છે.આ ઉપરાંત સામાજિક જાગૃતિ લાવતી 10 જેટલી ટૂંકી ફિલ્મ પણ તેમના દ્વારા બનવવામાં આવી છે.

ટિકિટનો દાવેદાર માનીને PM પાસે કરી માંગ આ ટિકિટની માગણી સાથેના પત્રમાં શિક્ષક મેહુલ દવેએ પોતાના કરેલા કાર્યોની તસવીરો સાથેની ઝલક મોકલી છે. અને સાથે જ અખબારોમાં આવેલા તેમના કાર્યો અંગેના સમાચારોના કટિંગ પણ સાથે એટેચ કર્યા છે. આમ, વિગતવાર રજૂઆત કરી પોતાને ટિકિટનો દાવેદાર માનીને સાચા અર્થમાં રાષ્ટ્રની સેવા કરવા માટે આગામી વિધાનસભા ચૂંટણી માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કચ્છના શિક્ષક મેહુલ દવે દ્વારા ટિકિટની માંગ કરવામાં આવી છે.

Last Updated : Sep 21, 2022, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.