ETV Bharat / state

કચ્છમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ, વીવીપેટની કરવામાં આવી ફાળવણી - Assembly election

ચૂંટણીની જાહેરતા થઇ ગઇ છે અને હવે થોડા જ દિવસોમાં ચૂંટણી (Assembly elections) આવી જશે. પરંતુ ચુંટણી પહેલા વહિવટી પ્રક્રિયાનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. કચ્છમાં ગત રવિવારે ઈવીએમનું પહેલું રેન્ડમાઈઝેશન એટલે કે તારવણીની પ્રક્રિયા કલેકટર દિલીપ રાણા, નાયબ ચૂંટણી અધિકારી ભરત પટેલ સહિતની ઉપસ્થિતિમાં અને રાજકિય પ્રતિનિધિઓની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી.

વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ, વીવીપેટની કરવામાં આવી ફાળવણી

author img

By

Published : Nov 9, 2022, 12:08 PM IST

કચ્છ ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Assembly elections) તારીખોની સત્તાવાર જાહેરાત થતાની સાથે જ વહિવટી પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થયો છે. આ વર્ષે બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. તારીખ 1 ડિસેમ્બરે કચ્છ જિલ્લાની વિધાનસભા બેઠકો માટે યોજાનારી ચૂંટણી માટે બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ, વીવીપેટની ફાળવણી (VVPAT allotment made) કરવામાં આવી હતી.

વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ, વીવીપેટની કરવામાં આવી ફાળવણી

અનામત રાખવામાં આવશે કચ્છની 6 વિધાનસભા બેઠકો માટે આજે ભુજ ખાતે આવેલા EVM વેર હાઉસ ખાતે વિધાનસભા બેઠકો મુજબ ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગામી સમયમાં યોજાનારી ચૂંટણી માટે 2499 કંટ્રોલ યુનિટ, 2499 બેલેટ યુનિટ મળી 4998 ઈવીએમનો તો 2761 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. 331 ઈવીએમ રિઝર્વ એટલે કે અનામત રાખવામાં આવશે. ગત રવિવારે ઈવીએમનું પહેલું રેન્ડમાઈઝેશન એટલે કે તારવણીની પ્રક્રિયા કલેકટર દિલીપ રાણા, નાયબ ચૂંટણી અધિકારી ભરત પટેલ સહિતની ઉપસ્થિતિમાં અને રાજકિય પ્રતિનિધિઓની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી.

બેઠક દીઠ ફાળવણી ઈવીએમ, વીવીપેટની આજે વિધાનસભા બેઠક દીઠ ફાળવણી કરવામાં આવી છે. Etv Bharat સાથે રૂબરૂ વાતચીત કરતાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભરત પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં ચૂંટણી ઉપરાંત તાલિમ અને જાગૃતિ કાર્યક્રમ હેતુ 2830 બેલેટ, 2499 કન્ટ્રોલ યુનિટ અને 2761 વીવીપેટ ફાળવવામાં આવ્યા હતા. જે પૈકી રેન્ડમાઈઝેશન બાદ 134 ટકા વધુ ઈવીએમ, વીવીપેટની આજે વિધાનસભા બેઠક દીઠ ફાળવણી કરવામાં આવી હતી. અબડાસામાં 379 બુથ પર 1020 ઈવીએમ અને 565 વીવીપેટ, માંડવીમાં 287 બુથ પર 770 ઈવીએમ અને 425 વીવીપેટ, ભુજના 301 બુથ પર 808 ઈવીએમ અને 446 વીવીપેટ, અંજારના 292બુથ પર 784 ઈવીએમ અને 433 વીવીપેટ, ગાંધીધામના 309 બુથ પર 830 ઈવીએમ અને 4પ8 વીવીપેટ જયારે રાપરના 293 બુથ પર 786 ઈવીએમ અને 434 વીવીપેટ ફાળવવામાં આવ્યા છે.

બુથોમાં ફાળવણી બીજા રેન્ડમાઈઝેશનમાં આ ઈવીએમની મતક્ષેત્રના વિવિધ બુથોમાં ફાળવણી કરવામાં આવશે. વધુ માહિતી આપતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભરત પટેલે જણાવ્યું હતું કે, ઈવીએમની 134 ટકા તો વીવીપેટની (VVPAT allotment made) 149 ટકા વધુ ફાળવણી કરવામાં આવી છે. નોંધનિય છે કે ફર્સ્ટ લેવલ ચેકીંગ બાદ 5319 ઈવીએમ અને 2761 વીવીપેટને ઉપયોગ માટે ઓકે કરી દેવાયા હતા. જેની રેન્ડમાઈઝેશન એટલે કે તારવણીની પ્રક્રિયા રવિવારે હાથ ધરવામાં આવી હતી. આજે ઈવીએમ વીવીપેટની વિધાનસભા મતક્ષેત્રને ફાળવણી કરી દેવાયા બાદ બીજા રેન્ડમાઈઝેશનમાં આ ઈવીએમની મતક્ષેત્રના વિવિધ બુથોમાં ફાળવણી કરવાની પ્રક્રિયા કરવામાં આવશે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત કલેકટર, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી સહિતનો સ્ટાફ જોડાયો હતો. BU, CU ની ફાળવણી સમયે કચ્છ જિલ્લા ચુંટણી અધિકારી અને કચ્છ કલેકટર દિલીપ રાણા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભાવેશ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ભુજ શહેર મામલતદાર કલ્પનાબેન ગોંડીયા તેમજ તમામ વિધાનસભા બેઠકના મામલતદાર અધિકારીઓ, ચૂંટણી શાખાના અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા. કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.