ETV Bharat / state

Camel Milk Plant: ઊંટડીનું દૂધ પીવાથી થતા ફાયદા વિશે જાણો - ઊંટડીનું દુર્ગંધમુક્ત દૂધનો પ્રોસેસિંગ પ્લાન્ટ

એશિયાનું સર્વપ્રથમ ઊંટડીનું દુર્ગંધમુક્ત દૂધનો પ્રોસેસિંગ પ્લાન્ટ કચ્છમાં કાર્યરત થયો છે. જેને લઇને માલધારીઓની આવકમાં પણ વધારો થયો છે. કચ્છમાં શોખ માટે રાખતા ઊંટ હવે બનશે માલધારી માટે આવકનો સ્ત્રોત. ઊટડીનું દૂધ પીવાથી ઘણા ફાયદા થાય છે.

એશિયાનું સર્વપ્રથમ ઊંટડીનું દુર્ગંધમુક્ત દૂધનો પ્રોસેસિંગ પ્લાન્ટ કચ્છમાં થયો કાર્યરત,

author img

By

Published : Jan 18, 2023, 10:02 AM IST

Updated : Jan 18, 2023, 10:21 AM IST

એશિયાનું સર્વપ્રથમ ઊંટડીનું દુર્ગંધમુક્ત દૂધનો પ્રોસેસિંગ પ્લાન્ટ કચ્છમાં થયો કાર્યરત,

અનેક રીતે ગુણકારીઃ ઊંટના દૂધમાં ભરપૂર ખાદ્ય ખનિજો હોય છે. જે આરોગ્ય સુધારવામાં સહાયરૂપ થવાની સાથેસાથે રોગ માણસની પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. વિવિધ સંસ્કૃતિઓમાં હજારો વર્ષોથી વપરાતા આ દૂધ અંગે આયુર્વેદના પુસ્તકોમાં પણ તેના ઘણાં લાભ દર્શાવવામાં આવ્યા છે. કેમલ મિલ્ક ઈન્સ્યુલીન જેવું પ્રોટીન ધરાવે છે, જે લોહીમાં સુગરનું પ્રમાણ મેનેજ કરે છે. કેમલ મિલ્ક પાવડર એક એવી પ્રોડક્ટ છે. જે ડાયાબિટીસના મેનેજમેન્ટ ઉપરાંત તેને રોકવામાં પણ સહાયક બને છે. જેમ વ્યક્તિઓમાં જાગૃતિ વધતી જાય છે તેમ કેમલ મિલ્ક પ્રોડ્કટની માંગ પણ વધતી જાય છે.

આ પણ વાંચોઃ છુપાવો નહીં, સમયસર પાઈલ્સની સારવાર કરો

કચ્છ વિશ્વમાં ઊંટડીના દૂધના પ્રોસેસિંગ માટે દુબઇ અને પાકિસ્તાનમાં ત્રણ કેન્દ્ર છે. અને ચોથું ત્યાંથી પણ અતિ આધુનિક એવું પ્રોસેસિંગ કેન્દ્ર કચ્છના અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે શરૂ કરવામાં આવ્યું છે. ઊંટડીના દૂધને માર્કેટ મળતાં માલધારીઓની આવકમાં વધારો થયો છે.

ઊંટ હવે બનશે માલધારી માટે આવકનો સ્ત્રોત
ઊંટ હવે બનશે માલધારી માટે આવકનો સ્ત્રોત

માનવ વસ્તી કરતાં પશુધન વધારે કચ્છ જિલ્લામાં માનવ વસ્તી કરતાં પશુધન વધારે છે. કચ્છ જિલ્લામાં 20 લાખ જેટલું પશુધન છે. જેમાંથી 13,000 હજારથી પણ વધારે ઊંટનો સમાવેશ થાય છે. કચ્છમાં ઊંટ પાલકો પહેલા માત્ર શોખ પૂરતા જ ઊંટ રાખતા હતા. પરંતુ જ્યારથી ઊંટડીનાં દૂધનું માર્કેટ વધ્યું અને તેને કારણે ઊંટ પાલકોની આવકમાં વધારો થયો ત્યારથી ઊંટ પાલકો ઊંટ ઉછેરમાં પણ રસ લેતા થયા છે. આજે ઊંટડીના ભાવો પણ વધ્યા છે અને ઊંટડીના દૂધનું ઉત્પાદન પણ વધ્યું છે.

આ પણ વાંચો Saurashtra Sale of camels in Kutch : કયા કારણોસર સૌરાષ્ટ્રના પશુપાલકો પોતાના ખારાઇ ઊંટ વેચી રહ્યા છે કચ્છમાં

માલધારીઓની આવકમાં વધારો જિલ્લામાં અનેક માલધારીઓ ગાય, ભેંસ, ઘેટા, બકરાં, ઘોડા, ઊંટ, ગધેડા રાખે છે. તેમાંય ઘોડા અને ઊંટ તો પશુપાલકો માત્ર શોખ પૂરતા જ રાખતા હતા. કચ્છમાં હાલ બે જાતના ઊંટ જોવા મળી રહ્યા છે કચ્છી અને ખારાઇ ઊંટ. આ બંને બ્રીડના ઊંટની સંખ્યા જે છેલ્લા પાંચેક વર્ષથી ઘટી હતી, તેમાં હવે વધારો થઇ રહ્યો છે. કારણ કે, ઊંટડીના દૂધને માર્કેટ મળતાં માલધારીઓની આવકમાં વધારો થયો છે. જેને કારણે માલધારીઓ ઊંટ ઉછેર વધુ કરતાં થયા છે. ઊંટડીના દૂધનો વેપાર પણ શરૂ કર્યો છે.

ઊંટડીનું દુર્ગંધમુક્ત દૂધનો પ્રોસેસિંગ પ્લાન્ટ કચ્છમાં કાર્યરત

ઊંટ પાલકોની આવકમાં વધારો કચ્છમાં ઊંટ ઉછેરક માલધારી સંગઠન રચાયું છે. અહીં હાલ 13,300 ઊંટ છે જેમાં 1600 ખારાઇ ઊંટ છે. ખારાઇ ઊંટ ફકીરાણી જત સમુદાય પાળે છે અને તે દરિયામાં તરીને બેટ પર ચેરિયા ખાય છે. જો ચેરિયા લુપ્ત થશે તો ખારાઇ ઊંટની જાત લુપ્ત થઇ જશે. વિશ્વમાં એકમાત્ર આ ઊંટ તરી શકે છે. દેશભરમાં ઊંટની સંખ્યા ઘટે છે, જ્યારે કચ્છ-રાજસ્થાનમાં તેમની સંખ્યા વધી રહી છે.તો યુવા પશુપાલકો ઉંટડીના દૂધ થકી 15 દિવસની અંદર લાખોની કમાણી કરતા થયા છે.ઊંટ પાલકોની આવકમાં વધારો થતાં આર્થિક સ્થિતિ મજબૂત બની.

ઊંટ હવે બનશે માલધારી માટે આવકનો સ્ત્રોત
ઊંટ હવે બનશે માલધારી માટે આવકનો સ્ત્રોત

ઉંટડીની માંગ વધારે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, હાલમાં કચ્છ જિલ્લામાં ઊંટડીના દૂધની માર્કેટ સારા પ્રમાણમાં ઊભી થઈ છે જિલ્લામાં 5 જગ્યાએ ઊંટડીના દુધનું કલેક્શન થઈ રહ્યું છે જેમાં સરહદ ડેરી, અમૂલ, સહજીવન અને કચ્છ ઉછેરક માલધારી સંગઠન સાથે મળીને બે મંડળીઓનું સંચાલન કરે છે. સારી બજાર મળવાના કારણે આજે રોજના 3500 થી 4100 લીટર દૂધનું કલેક્શન થાય છે.જે ઊંટડીના ભાવ 10,000 જેટલા હતા તેના આજે 35,000 થી 40,000 રૂપિયા જેટલા ભાવ થઈ ગયા છે.

આ પણ વાંચો અમૂલે દૂધમાં ભાવ વધારો કરતાં હવે ચાની ચૂસકી પડશે મોંઘી

ઠેર ઠેરથી યુવાનો ઊંટડી લેવા આવ્યો ઊંટ જે લુપ્ત થઈ રહ્યા હતા તે સારી એવી બહાર મળી રહેતા તેઓ પણ બચી ગયા છે, તેમનું દૂધ પણ કામે આવી રહ્યું છે તેમજ ઊંટપાલકો પણ હવે વધી રહ્યા છે.હાલ ઊંટડીના દુધનું ભાવ 50 રૂપિયે લિટર છે તો હાલ ધીરે ધીરે યુવાનો પણ ઊંટડીના દૂધના ઉત્પાદન સાથે સંકળાઇ રહ્યા છે.જામનગર, પાટણ, બનાસકાંઠાથી પણ ઊંટ લેવા યુવાનો આવી રહ્યા છે. હવે તો ઊંટડીઓના આરોગ્યનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તેને કારણે ઊંટડીઓ વધારે રાખવાનું પણ ચલણ વધી રહ્યું છે.

ઊંટડીનું દુર્ગંધમુક્ત દૂધનો પ્રોસેસિંગ પ્લાન્ટ

દૂધમાંથી દુર્ગંધ મુક્ત કરવાનું મશીન કચ્છના આ કેમલ મિલ્ક પ્લાન્ટમાં દૂધમાંથી દુર્ગંધ સદંતર દૂર કરવામાં સફળતા મળી છે. ઓગસ્ટ 2022મા વડાપ્રધાને આ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું એ અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે નિર્મિત સરહદ ડેરીના દૂધ ઉત્પાદન અને પેકેજિંગ પ્લાન્ટએ જાન્યુઆરી-23થી કામ કરવાનું શરૂ કર્યું. રૂપિયા 180 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં આવેલા ‘કેમલમિલ્ક’ પ્રોસેસિંગ યુનિટમાં ‘ડિયોડરલાઇઝેશન’ મશીનની મદદથી ઊંટડીના દૂધમાં રહેલી પરંપરાગત દુર્ગંધ દૂર થઇ જતા આવનારા સમયમાં આ પ્લાન્ટને મોટી સફળતા મળશે કારણ કે, વિશ્વમાં ઊંટડીના દૂધક્ષેત્રે હજુ સુધી ક્યાંયે દૂર્ગંધ દૂર કરી શકાઇ નથી.

કેમલ મિલ્ક પ્લાન્ટના ઉત્પાદનો ચાંદ્રાણી પ્લાન્ટમાં ઊંટડીના દૂધનું ટેટ્રાપેકિંગ રાય છે, જેથી તેનું આયુષ્ય છ મહિના થયું છે. દૂધમાં ઘટ્ટતા વધે છે. વળી ડિયોડરલાઇઝેશન મશીન દુર્ગંધ દૂર કરતું હોવાથી તેની લોકપ્રિયતા પણ વધી છે. અહીં પ્રોસેસિંગ, સ્ટરિલાઇઝેશન, પેકિંગ, ટ્રેટાપેક થાય છે.બોટલમાં પેકિંગ કરવામાં આવે છે તો અહીં આઇસ્ક્રીમ- ચોકલેટનું ઉત્પાદન કરીને પણ માર્કેટમાં મોટા પાયે મૂકાશે.ગઈ કાલે અહીં જુદાં જુદાં ફ્લેવર વાળા કેમલ મિલ્ક લોન્ચ કરવામાં આવ્યા છે.

જીવનધોરણ ઊંચું આવ્યું છે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, ઊંટડીના દૂધની વાત કરવામાં આવે તો સરહદ ડેરીનો પ્લાન્ટ છે તે ભારતનો પહેલા નંબરનો પ્લાન્ટ છે. સમગ્ર એશિયામાં બે પ્લાન્ટ છે તે દુબઈ છે એક પ્લાન્ટ પાકિસ્તાનમાં છે. કચ્છ જિલ્લામાં 13,000 જેટલી ઊંટની વસ્તી છે.અત્યારે 3500 થી 4100 લીટર દૂધનું રોજનું કલેક્શન છે. શરૂઆતના સમયમાં પશુપાલકો આર્થિક સદ્ધરતા માટે 20 રૂપિયે લિટર ઊંટડીનું દૂધ વહેંચતા હતા જ્યારે આજે 51 રૂપિયે લિટર દૂધ વહેંચી રહ્યા છે જેના લીધે 200 થી 300 પરિવારોને રોજી રોટી મળી રહે છે. ડેરીના કારણે ઊંટ પાલકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે. જૂના ઊંટ પાલકો પણ ઊંટના ધંધા તરફ પાછા વળ્યા છે.

દૂધનો ભાવ ઊંટ ઊછેરક સામંતભાઈ દાનાએ જણાવ્યું હતું કે તેમની પાસે 25 ઊંટડી છે અને અગાઉ 20 રૂપિયા પ્રતિ લીટર દૂધનો ભાવ મળતો હતો પરંતુ હવે સરહદ ડેરીના કારણે 50 રૂપિયે લિટર દૂધના મળે છે અને સારી એવી કમાણી થાય છે

Last Updated : Jan 18, 2023, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.