ETV Bharat / state

કચ્છ: પોલીસના મારથી અન્ય એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ - Kidney fail

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી કિડની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં સમાઘોઘા ગામના 22 વર્ષના હરજુગ ગઢવીનું રવિવારે ઢળતી બપોરે મોત થઇ ગયુ હતું. પોલીસે શંકાના આધારે ચોરીના કેસમાં આઠ-આઠ દિવસ માટે ગોંધી રાખીને ત્રાસ ગુજારતા કિડની ફેઇલ થવાથી તેમનું મોત થયું હતુ.

પોલીસના મારથી અન્ય એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ

author img

By

Published : Feb 7, 2021, 7:59 PM IST

  • સારવાર લઈ રહેલા બીજા યુવાનનું નીપજ્યું મોત
  • અમદાવાદમાં વેન્ટિલેટર પર સારવાર લઈ રહેલા યુવાનને મોત
  • પોલીસના મારથી બે ગઢવી યુવાનોના મોત નિપજતા આક્રોશ

ક્ચ્છ : સમાઘોઘામાં થયેલી ઘરફોડ ચોરીના બનાવમાં પોલીસે અરજણ ગઢવી સાથે હરજુગ ગઢવી અને શામરા ગઢવીને શકમંદ આરોપી તરીકે ઉઠાવ્યાં હતા. પૂછપરછના બહાને ત્રણે જણને આઠ-આઠ દિવસ સુધી પોલીસ મથકમાં ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલોએ અસહ્ય શારીરિક યાતનાઓ આપી હતી. જેમાં 19 જાન્યુઆરીના રોજ અરજણ ગઢવીનું પોલીસ મથકમાં મૃત્યુ નિપજ્યું હતું. અરજણના મોત બાદ ભારે હોબાળો થયો હતો અને પોલીસે અરજણની જેમ હરજુગ તેમજ સત્તર વર્ષના શામરા ગઢવીને પણ ગોંધી રાખી દમન ગુજાર્યું હોવાનું બહાર આવ્યું હતું. મોડી રાત્રે ગઢવી સમાજે બેઉ યુવકોને પોલીસ મથકમાંથી મુક્ત કરાવી સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ મોકલી આપ્યા હતાં.

પોલીસના ત્રાસથી હરજુગ ગઢવીની બેઉ કિડની ફેઈલ

અખિલ કચ્છ ચારણ મહાસભાના પ્રમુખ વિજય ગઢવીએ જણાવ્યું કે, પોલીસના ત્રાસથી હરજુગ ગઢવીની બેઉ કિડની ફેઈલ થઈ ગઈ હતી. તેની હાલત કથળતાં અમદાવાદ કિડની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જ્યાં ડાયાલિસીસ કરાતું હતું. કિડની સાથે શરીરના વિવિધ અંગોમાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી. હરજુગનું મોત કિડની ફેઈલ્યોર અને મલ્ટિપલ ઓર્ગન ફેઈલ્યોરથી થયું છે. વિજયભાઈએ આરોપ કર્યો હતો કે, ચોરીના કેસમાં શકમંદ તરીકે ઉઠાવાયેલાં હરજુગ ગઢવીને હકીકતમાં સમાઘોઘાના પૂર્વ સરપંચ જયવીરસિંહના ઈશારે જમીનના મામલે ઉઠાવી અત્યાચાર ગુજારાયો હતો.

પોલીસની ધીમી ગતિની તપાસ સામે ઉઠયા સવાલ

નોંધનીય છે કે, કસ્ટોડિયલ ડેથના બનાવમાં PI સહિત 8 જણાંની સંડોવણી ખુલી ચૂકી છે. જેમાંનો એક આરોપી જયવીરસિંહ જાડેજા પણ છે. આ કેસમાં PI અને એક GRD જવાનને બાદ કરતાં તમામ આરોપી 19 જાન્યુઆરીથી ફરાર છે. પોલીસે ટૂંક સમયમાં સંતોષકારક કામગીરી કરવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો. તેવામાં ફરી એક યુવાન મોતને ભેટતાં નગરમાં અજંપાભર્યાં વાતાવરણે આકાર લીધો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.