ETV Bharat / state

મોટી સિંઘોડી દરિયા કિનારેથી વધુ એક શંકાસ્પદ કેફી દ્રવ્યનું પેકેટ મળી આવ્યું - Beach in Kutch

અબડાસાના મોટી સિંઘોડી દરિયા કિનારેથી જખદાદા મંદિર વિસ્તારમાં જખૌ મરીન કમાન્ડો ફોર્સને પેટ્રોલિંગ (Jakhau Marine Commando )દરમિયાન એક શંકાસ્પદ કેફી દ્રવ્યનું પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યું છે. પેકેટના ખૂણામાં દરિયાઈ રેતી જામેલી જોવા મળી હતી એટલે દરિયાના મોજા સાથે તણાઈને કિનારે આવ્યું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

મોટી સિંઘોડી દરિયા કિનારેથી વધુ એક કેફી દ્રવ્યનું પેકેટ મળી આવ્યું

author img

By

Published : Apr 22, 2022, 4:30 PM IST

કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. કચ્છના દરિયાઈ સીમામાંથી ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અબડાસાના મોટી સિંઘોડી દરિયા કિનારેથી (Kutch Singhodi beach)જખદાદા મંદિર વિસ્તારમાં જખૌ મરીન કમાન્ડો ફોર્સને પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ કેફી દ્રવ્યનું પેકેટ(packet of caffeine)બિનવારસુ હાલતમાં મળી આવ્યું છે.

ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી - કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા છે. હવે જખૌ મરીન કમાન્ડો ફોર્સને (Jakhau Marine Commando )પેટ્રોલિંગ દરમિયાન મોટી સિંઘોડી દરિયા કિનારેથી( Kutch Singhodi beach)જખદાદા મંદિર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરતા સમયે પેકેટ મળી આવ્યુ હતું. અગાઉ મળી આવેલા 32 પેકેટ કરતા જૂદું જ પેકેટ જોવા મળ્યું છે.

આ પણ વાંચોઃ પોરબંદરમાં કેફી પીણાના મુદ્દામાલ સાથે 4ની ધરપકડ

જખૌ મરીન કમાન્ડો ફોર્સને 1 કેફીદ્રવ્યનું પેકેટ મળી આવ્યું - મરીન કમાન્ડો ફોર્સને સિલ્વર રંગનું પેકેટ જોવા મળતા તેના પર અંગ્રેજીમાં સ્ટારબક્સ મીડીયર રોસ્ટ, કોફી વિથ એસેન્ટિયલ વિટામિન લખેલું હતું તેમજ કપ - રકાબીની છાપ છાપેલી હતી. પેકેટના ખૂણામાં દરિયાઈ રેતી જામેલી જોવા મળી હતી એટલે દરિયાના મોજા સાથે તણાઈને કિનારે આવ્યું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ચરસના પેકેટની કિંમત હજી જાહેર કરાઈ નથી - BSFની બટાલિયનને સર્ચ દરમિયાન મળી આવેલ પેકેટની આંતરાષ્ટ્રીય બજારમાં કિંમત કેટલી છે તે હજી જાહેર નથી કરાયું. અગાઉ ઝડપાયેલા બિનવારશુ ચરસના જથ્થા પૈકીનો જથ્થો હોવાનુ અનુમાન કરવામાં આવી રહ્યું છે અને વધુ તપાસ માટે આ પેકેટ મરીન પોલીસને સોંપાશે.

આ પણ વાંચોઃ પોરબંદરમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

જુદી જુદી એજન્સીઓએ 1459 ચરસના પેકેટ જપ્ત કર્યા - અગાઉ BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા જખૌ બંદર અને ક્રીક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે. પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ લહેરોથી ધોવાઈ ગયેલા આ ચરસના પેકેટ ભારતમાં પ્રવેશે છે, જેને BSF અને અન્ય એજન્સીઓએ રિકવર કરી લીધા છે. 20 મે, 2020 થી બીએસએફ અને અન્ય તમામ એજન્સીઓ દ્વારા કુલ 1459 ચરસ પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.