ETV Bharat / state

Earthquake news: કચ્છની બોર્ડર પાસે ભૂકંપનો 4.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો - Gujarat News

સરહદી જિલ્લા કચ્છમાં અવારનવાર ભૂકંપ (Earthquake in Kutch) ના આંચકાએ આવતા હોય છે. ગુરુવારે ભારત- પાક બોર્ડર (india pak border) પર 4.8ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. લખપત સહિત કચ્છના અનેક બોર્ડરના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નોંધ લીધી છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે આ મુદ્દે વાત કરી હતી તેમજ ભૂકંપને લઈને થયેલી અસરની વિગતો મેળવી હતી.

Earthquake news
Earthquake news
author img

By

Published : Nov 5, 2021, 9:53 AM IST

  • કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત
  • કચ્છની બોર્ડર પાસે આવ્યો આંચકો
  • ભારત- પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છ: 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફ્ટરશોકનો (Earthquake in Kutch) સિલસિલો આજ દિન સુધી અવિરત રહ્યો છે. ગુરુવારે બપોરના સમયે 3:15 કલાકે 4.8ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના લખપત, નારાયણ સરોવર, કોટેશ્વર પંથક સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. ભૂકંપનો આંચકો પશ્ચિમ અક્ષાંશ: 24.35 ઉત્તર રેખાંશ: 68.54 પશ્ચિમ દિશાએ 10 કિલોમીટરની ઊંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવતો 4.8ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો.

કચ્છની બોર્ડર પાસે ભૂકંપનો 4.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

આ પણ વાંચો: કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

બપોરે 3.15 કલાકે 4.8ની તીવ્રતાનો આંચકો

ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ સંશોધન, ગાંધીનગરના અહેવાલ મુજબ ભૂકંપ (Earthquake in Kutch) નો વિસ્તાર ભારત- પાકિસ્તાન સરહદી ક્ષેત્ર (india pak border) બતાવવામાં આવ્યું છે. કચ્છના લખપતના નવાનગર વિસ્તારમાં ભૂકંપના પગલે મકાનોમાં તિરાડો પડી હતી. ભુકંપના આંચકાના પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા અને સરહદી વિસ્તારના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત ભૂકંપનો આંચકો દયાપર, ગુનેરી, લખપત, પાનધ્રો સહિત તાલુકામાં જોરદાર ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો.

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લાના વાવ પાસે અનુભવાયા ભૂકંપના આંચકા

દેશના વડાપ્રધાને પણ ભૂકંપને લઈને થયેલી અસરની વિગતો મેળવી

આ ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનિક વાતચીત કરીને ગુરુવારે બપોરે ગુજરાતમાં આવેલા ભૂકંપના હળવા આંચકાની માહિતી મેળવી હતી અને આ ભૂકંપ (Earthquake in Kutch) ના આંચકાથી રાજ્યના કોઈ વિસ્તારોમાં માલ મિલ્કતને કોઈ નુકશાન કે કોઈ જાનહાનિ પણ થયા નથી તેની વિગતો મુખ્યપ્રધાને તેમને આપી હતી. ભૂપેન્દ્ર પટેલે રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક છે તેનાથી પણ વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.