કચ્છ:વૈશ્વિક મહામારી બનેલા કોરોના સંક્રમણને નાથવા રાત દિવસ જોયા વગર કોરોનાના દર્દીઓની ખડેપગે સેવા કરતા આરોગ્ય કર્મીઓને ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ તરીકે કચ્છીઓ વતી બિરદાવવામાં આવ્યા છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નરને 500 MG ની 31 હજાર એઝિથ્રોમાઇસીનની દવા તેમજ આશરે 10 હજાર જેટલા હેન્ડ ગ્લોઝ કલેકટરના હસ્તે આપવામાં આવ્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત કોરોના જંગ સાથે સંકળાયેલા તમામ મેડિકલ સ્ટાફને સતત સેવા આપવા બદલ કલેકટર કચ્છ દ્વારા ‘‘ફ્રન્ટલાઇન વોરીયર્સ’’ તરીકે પ્રશસ્તિપત્ર આપી બિરદાવી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત જિલ્લાના તમામ વિભાગો સાથે સતત સંકલનમાં રહીને લોકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન રહે તે માટે સતત કાર્યરત રહેતા મહેસુલી વિભાગના કર્મચારીઓને પણ કચ્છ કલેકટર દ્વારા પ્રોત્સાહિત કરી બિરદાવવામાં આવ્યા છે. જિલ્લા આપત્તિવ્યવસ્થાપન સત્તામંડળ કચ્છ અને કલેકટર દ્વારા કોરોના ફાઈટરોને બિરદાવતાં પોસ્ટરો પણ ફાળવ્યા છે. જેમાં આ કામગીરી સાથે સંકળાયેલા તમામની પ્રશંસા કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં કુલ 1000 જેટલા પોસ્ટર કોરોના સંક્રમણ નાથવા કામ કરતા સ્થળો પર આપવામાં આવ્યા છે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવે છે કે, આરોગ્યકર્મીઓના કામને બિરદાવીને પ્રોત્સાહન આપે.
કચ્છમાં આરોગ્ય વિભાગના તમામ કોરોના ફાઇટરો વૉરિયર્નેસને કરાયા સન્માનિત - આરોગ્ય વિભાગના તમામ કોરોના ફાઇટરોને સન્માનિત કરાયા
કોરોના વિરુદ્ધ અગ્ર હરોળના ફાઈટરો એવા આરોગ્ય કર્મીઓને તેમની નિઃસ્વાર્થ અને સમર્પિત સેવા માટે બિરદાવવા અને તેમનો ઉત્સાહ વધારવા કચ્છ જિલ્લાના કલેકટર પ્રવિણા ડી.કે.એ પ્રશસ્તિપત્ર એનાયત કર્યા હતા.