ETV Bharat / state

1965ના યુદ્ધ બાદ આ વ્યક્તિના કારણે કચ્છ 'કરાચી' બનતા બચ્યું - Madhavlal Pandya

1956ના ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ દેશની સરહદ અંગે ફરીથી પ્રશ્નો ઉભા થયા હતા. આથી, કચ્છ-પાકિસ્તાન સરહદના સીમાંકનને લઈને કચ્છમાં જન્મેલા માધવલાલ પંડ્યાએ મહત્વની ભુમિકા ભજવી હતી. આ સીમાંકનમાં માધવલાલ પંડ્યાનો ખૂબ મોટો ફાળો માનવામાં આવે છે. ત્યારે જાણીએ કે, તેમને જ શા માટે આ જવાબદારી સોપવામાં આવી હતી અને શું હતી પરિસ્થિતિ...

Indo Pakistani War of 1965: જાણો યુદ્ધ પછી કચ્છ સરહદે સીમાંકનની કપરી કામગીરી માધવલાલ પંડ્યાએ કંઈ રીતે બજાવી!

author img

By

Published : Jul 16, 2022, 5:24 PM IST

કચ્છઃ ભૂતકાળની અનેક ઘટનાઓ એવી હોય છે કે જે ઈતિહાસ સર્જતી(Indo Pakistani War of 1965 ) હોય છે અને જે હંમેશા માટે યાદગાર રહી જતી હોય છે. આજે આપણે એક એવા જ વ્યક્તિની વાત કરવાની છે કે જેમણે પાંચ દાયકા પહેલા કરેલી કાર્યવાહી લાંબા સમય સુધી યાદગાર બનાવી છે. ભુજના માધવલાલ પંડ્યા (Madhavlal Pandya)કે જેમણે 1965ના યુદ્ધ પછી કચ્છ સરહદે સીમાંકનની ( India Pakistan Border)કપરી કામગીરી બજાવી અને ભારત અને પાકિસ્તાન બન્ને દેશની સરહદ નક્કી કરવાની કામગીરીમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.

1965ના યુદ્ધ

બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લેવાનો અવસર મળ્યો - માધવલાલનો જન્મ 18મી મે, 1918ના દિવસે ભુજમાં થયો હતો અને તેમણે પ્રાથમિક શિક્ષણ ભુજમાં પૂરું કરી મેટ્રિકની પરીક્ષા મુંબઈમાં આપી હતી. મેટ્રિક પાસ કરી મિલિટરીમાં નોકરી મળી ગઈ અને તેમાં એકાઉન્ટન્ટ તરીકે જોડાઈ પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો. આ દરમિયાન 1939થી 1945 સુધી ચાલેલાં બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લેવાનો અવસર મળ્યો હતો. બીજાં વિશ્વ યુદ્ધમાં હિટલરની સામે લડી રહેલાં મિત્ર રાષ્ટ્રોની મદદમાં કચ્છએ પણ પોતાના જવાનો મોક્લવાનો નિર્ણય કર્યો હતો અને કચ્છમાંથી 400 જણની ટુકડી મોકલવામાં આવી હતી.જેમાં માધવલાલભાઈનો પણ સમાવેશ થયો હતો.

હિટલરની સામે લડવા કચ્છમાંથી 400 જણની ટુકડી મોકલવામાં આવી - કચ્છના મહારાવે એવી શરતે આ ટુકડીને યુદ્ધના મેદાનમાં મોકલી હતી કે તે ટુકડીને એક પણ વ્યક્તિ યુદ્ધના મેદાનમાં લડવા નહીં જાય આથી આ ટુકડીને મુલતાનમાં યુદ્ધ કેદીઓને સંભાળવા તથા માર્ગદર્શન માટેની કામગીરી સોંપવામાં આવી હતી. યુદ્ધ કેદીઓ તોફાને ચડે એવા સંજોગોમાં તેમને કાબૂમાં લેવા હથિયાર પણ ચલાવવાની જરૂર પડે એ માટે તમામને બેનગન, મશીન ગન તથા 303 બંદૂક ચલાવવાની પણ ખાસ તાલીમ આપવામાં આવી હતી. આરંભથી અત્યાર સુધીમાં અંત સુધીમાં આ ટુકડીમાં રહેલા માધવલાલની સાથે ભુજના નૂર મહંમદ ભટ્ટી પણ રહ્યા હતા. માધવલાલને જે યુદ્ધ કેદીઓને સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી હતી તેમાંના મોટાભાગના સુભાષચંદ્ર બોઝના આઝાદ હિન્દ ફોજના સૈનિકો હતા. આ યુદ્ધ કેદીઓ એકબીજાને મળતા ત્યારે જય હિન્દ કહીને સંબોધતા હતા.

સૈનિકો માટે રેડિયો સહિતની અનેક ભેટો - ભુજના માધવલાલભાઈએ ભારત અને પાકિસ્તાન બન્ને દેશની સરહદ નક્કી કરવાની કામગીરીમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. માધવલાલ પંડ્યા દ્વારા બીજા વિશ્વયુદ્ધમાં બજાવેલી સેવા માટે બ્રિટિશ સરકાર તરફથી ખાસ ચંદ્રક અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યો હતો. મુલતાનના રોકાણ દરમિયાન તે સમયના યુવરાજ મદનસિંહજીએ મુલતાનની છાવણીની મુલાકાત લીધી હતી ત્યારે કચ્છના સૈનિકો માટે રેડિયો સહિતની અનેક ભેટો લઈ ગયા હતા.

આ પણ વાંચોઃ VIJAY DIWAS 2021 : આજથી 50 વર્ષ પહેલા ભારતે માત્ર 13 દિવસમાં પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું

આઝાદી મળતા માધવલાલ કચ્છના મહેસુલ તંત્રમાં નોકરીમાં જોડાયા - આ યુદ્ધ અંગેની વિગતો આપતા માધવલાલભાઈના ભાણેજા શીશીરભાઈ વોરાએ જણાવ્યું હતું કે,બીજા વિશ્વયુદ્ધના સમાપન પછી કચ્છ આવી માધવલાલભાઈ લશ્કરમાંથી નિવૃત્ત થયા ત્યારે તેઓ સ્વૈચ્છિક નિવૃત્ત થયા છે એવું કહી તેમને લશ્કરી પેન્શનથી વંચિત રાખવામાં આવ્યા. આ દરમિયાન દેશને આઝાદી મળતા માધવલાલભાઈ કચ્છના મહેસુલ તંત્રમાં નોકરીમાં જોડાયા.અહીં પણ તેમને ખૂબ જ મહત્વની કામગીરી કરવાની હતી.

આ પણ વાંચોઃ હરિયાણાની એક દરગાહ પર ચાદરને બદલે શું ચડાવવામાં આવે છે અને શા માટે? જાણો

ભારત પાકિસ્તાનની બંને દેશની સરહદની નક્કી કરવામાં મહત્વની કામગીરી - 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ પછી ભારત પાકિસ્તાનની બંને દેશની કચ્છ સરહદની મહત્વની કામગીરી માધવલાલભાઈએ બજાવી છે. આ કામગીરી પણ થકાવી નાખે એવી હતી. ઘણા દિવસો સુધી કચ્છના રણમાં સીમાંકનની કામગીરી કરવી પડતી. જો કે દેશ સેવાની આ મહત્વની કામગીરી તેમને હોંશભેર બજાવી હતી આથી ભારત સરકારે તેમને ખાસ સન્માન પત્ર આપી પુરસ્કૃત કર્યા હતા. આ કામગીરી ભલેને એક સરકારી ફરજના ભાગરૂપે એમણે કરી હતી પણ બંને દેશની સરહદ નક્કી કરવાની એક મહત્વની કામગીરીએ બે દેશના પાડેલા ભાગલા ઐતિહાસિક બની રહ્યા છે એટલે એ મહત્વની બાબત છે.

છારબેટ પાકિસ્તાનને આપી દેવું પડ્યું - વધુ માહિતી આપતાં શીશીરભાઈ વોરાએ જણાવ્યું હતું કે, UNOની મધ્યસ્થીને કારણે ભારતને છારબેટ પાકિસ્તાનને આપી દેવું પડ્યું હતું. ત્યારે માધવલાલને ઘણું દુઃખ થયું હતું. તે સમયમાં ખાસ કરીને કચ્છી લોકો જેવા કે અનુસૂચિત જાતિના તેમજ મુસ્લિમ લોકો પાકિસ્તાન અને ભારતમાં સતત આવ જાવ કરતા હતાં. કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કે ગમે એ કામ હોય સતત આવ જાવ ચાલુ રહેતી પરંતુ ત્યાર બાદ પ્રતિબંધ આવી ગયું અને ભારતને છારબેટ અને નગર પારકર પાકિસ્તાનને સોંપી દેવા પડ્યા હતા જે ખૂબ જ દુઃખદ ઘટના ગણાય. સીમાંકન નક્કી કરીને પરત ફરેલાં માધવલાલ ભાઈ અને તેમના સાથીદારો ખૂબ જ દુઃખી હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.