મુંદ્રાઃ અદાણી પોર્ટે 40 લાખ કન્ટેનર્સ હેન્ડલ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. પોર્ટે 4 મિલિયન ટ્વેન્ટી ફિટ ઈક્વિવેલન્ટ યુનિટ્સ (TEUs) સફળતાપૂર્વક હેન્ડલ કર્યા છે. નાણાકીય વર્ષ 2024માં આ કામગીરી માત્ર 203 દિવસમાં જ પૂરી કરી લેવામાં આવી છે. જે દરિયાઈ વેપાર ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્યક્ષમતા માટે મુન્દ્રા પોર્ટની પ્રતિબદ્ધતાનો પૂરાવો છે.
વૈશ્વિક પ્રસિદ્ધિઃ અદાણી પોર્ટે આ સિદ્ધિ મેળવી છે તેથી તેની પ્રસિદ્ધિ ગુજરાત કે ભારત પૂરતી જ નહિ પરંતુ વૈશ્વિક સ્તરે પણ થઈ છે. આટલા સમયમાં મોટી સંખ્યામાં કન્ટેનર્સ હેન્ડલ કરવા એ પોર્ટની ક્ષમતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઈ ટેકનોલોજીનો સુગમ સમન્વય દર્શાવે છે. અદાણી પોર્ટ શિપિંગ ઈન્ડસ્ટ્રીની વધતી જતી માંગને પહોંચી વળવા અવિરત કામગીરી કરી રહ્યું છે. આ સિદ્ધિ મેળવવામાં અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ની સતત મહેનત રંગ લાવી છે.
ગત વર્ષ કરતા ઓછો સમયઃ આ વર્ષે 4 મિલિયન ટ્વેન્ટી ફિટ ઈક્વિવેલન્ટ યુનિટ્સ(TEUs)ને સફળતાપૂર્વક હેન્ડલ કરવામાં અદાણી પોર્ટને કુલ 203 દિવસ લાગ્યા છે. જ્યારે ગત વર્ષે 4 મિલિયન TEUsને સફળતાપૂર્વક હેન્ડલ કરવામાં કુલ 225 દિવસનો સમય લાગ્યો હતો. ગત વર્ષ કરતા ઓછા સમયમાં પોર્ટે આ સિદ્ધિ મેળવી છે.
પોર્ટની આ સિદ્ધિ અદાણી પોર્ટની ટીમના અવિરત પ્રયાસો અને સમર્પણનું પ્રમાણ છે, જે કન્ટેનરના કાર્યક્ષમ સંચાલનને સુનિશ્ચિત કરવા અને સેવાના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખવા માટે સતત કામ કરે છે. પોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીમાં કરેલા રોકાણો અદાણીના ગ્રાહકોને વધુ સારી અને ઝડપથી સેવા આપવા સક્ષમ બનાવે છે...રક્ષિત શાહ(એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર, અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ., મુંદ્રા)
વિવિધ કાર્ગોનું સફળ સંચાલનઃ આજે અદાણી પોર્ટ અત્યાધુનિક સુવિધાઓ અને વ્યાપક નેટવર્ક ધરાવતું હોવાથી ભારતમાં કાર્ગોના અવરજવર માટેનું મુખ્ય પ્રવેશદ્વાર બન્યું છે. અદાણી પોર્ટ કાર્ગોની વિવિધ શ્રેણીનું સુવ્યવસ્થિત રીતે સંચાલન કરે છે. જેમાં કન્ટેનર, બલ્ક કાર્ગો, લિક્વિડ કાર્ગો વગેરે પ્રકારના કાર્ગોનો સમાવેશ થાય છે. અદાણી પોર્ટની ઝડપી સેવા અને અત્યાધુનિક સુવિધાઓને લીધે ભારતના વેપાર અને આર્થિક વિકાસમાં તેનું નોંધપાત્ર પ્રદાન જોવા મળે છે.