ETV Bharat / state

ભુજમાં જીવતો સળગાવી દેવાના ગુનામાં 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો - Accused

ભુજમાં વર્ષ 2009માં ભચુ દેવીપૂજક નામના એક વ્યક્તિને જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દેવાના ચકચારી બનાવમાં 12 વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડ્યો છે.

ભુજમાં જીવતો સળગાવી દેવાના ગુનામાં 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

author img

By

Published : Jun 8, 2021, 8:24 PM IST

  • વર્ષ 2009માં પાડોશીને જીવતો સળગાવી ભાગી ગયો હતો
  • 12 વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડયો
  • આરોપીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે કરાયો
  • પિતાપુત્ર સાથે મળીને પાડોશીને જીવતો સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો

    કચ્છઃ વર્ષ 2009માં રમેશ નાગજી દેવીપૂજક તેનો ભાઇ તથા તેના પિતાએ સાથે મળી પડોશમાં જ રહેતા ભચુને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં સારવાર દરમિયાન તેનુ મોત થયું હતું. હત્યાના આ બનાવમાં વિભો દેવીપૂજક તથા નાગજી દેવીપૂજકની પોલિસે અટકાયત કરી હતી અને હત્યાનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે બન્નેને સજા પણ કરી હતી. જેમાં રમેશનો ભાઇ પેરોલ જંપ કરી ફરાર થયો હતો.જેને 9 વર્ષ બાદ પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપ્યો હતો.

    આ પણ વાંચોઃ કોલકાતાના એક ATMમાંથી લાખોની ચોરી કરનારા બે સૂત્રધાર સુરતમાં ઝડપાયા

12 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પોલીસ મથકના હવાલે કરાયો

તપાસ દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોડને સચોટ માહિતી મળી હતી કે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફરતો રમેશ ભુજ આવ્યો છે માટે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડે 12 વર્ષથી ફરાર રમેશ નાગજી દેવીપૂજકને ઝડપી વધુ તપાસ માટે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે કર્યો હતો. આ કામગીરીમાં એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.રાણા,એચ.એસ.ગોહિલ,તથા હરિલાલ બારોટ ધમેન્દ્ર રાવલ,દિનેશ ગઢવી રઘુવિરસિંહ જાડેજા, સહિતનો સ્ટાફ જોડાયો હતો.

આ પણ વાંચોઃ નાવલીની બી. એન. પટેલ શાળામાં ફી બાબતે થયો વિવાદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.