- કચ્છની અબડાસા બેઠક પર પેટા ચૂંટણી સંપન્ન
- 'જો અને તો'ની ચર્ચાઓ જોરમાં
- ભાજપમાં અસંતોષની વ્યાપક લાગણી
- જૂથબંધીને લઇને ભારે નારાજગી
ભૂજઃ ભાવિન વોરાએ જણાવ્યું હતું તે અબડાસા બેઠક પર 61.30 ટકા મતદાન થયું છે તે કોઇ પણ બેઠકની દ્રષ્ટિએ ઊંચું મતદાન છે. પરંતુ અબડાસામાં છેલ્લી ચૂંટણીઓ પછી થયેલા મતદાનની ટકાવારીની દ્રષ્ટિએ આ પેટા ચૂંટણીનું મતદાન ઓછું થયું છે. ભૂતકાળની નજરે ઓછું અને વધુ મતદાન થાય છે ત્યારે કોંગ્રેસને ફાયદો થતો હોય છે. ભાજપમાં અસંતોષ, નારાજગી અને જૂથબંધી અસર ન કરે તે માટે રાજ્યકક્ષાના પ્રધાનો સહિતના આગેવાનોએ અબડાસામાં ધામ નાખ્યાં હતાં. જોકે આ વખતે પણ ક્યાંકને ક્યાંક જૂથબંધી અને અસંતોષ ભાજપને અસર કરી હશે તેવું માનવાને કારણ છે.