- આમ આદમી પાર્ટીના નેતાઓ જન સંવેદના મુલાકાતે કચ્છ આવ્યા
- જો 2022માં AAPની સરકાર આવી તો કચ્છના લોકોની નર્મદાના પાણીની સમસ્યા દૂર કરાશે
- જો પેટ્રોલના ભાવ 100થી વધારે થયા તો ગુજરાતમાં ભાજપના નેતાઓને બહાર નીકળવું ભારી પડશે: ઇસુદાન ગઢવી
કચ્છ: જન સંવેદના કાર્યક્રમમાં આપના નેતાઓ અને કાર્યકરો દ્વારા કચ્છમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત AAPના નેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને શ્રધાંજલિ પાઠવીને તેમના પરિવારજનોને સાંત્વના આપીએ છીએ તેમજ સહાય આપીએ છીએ. જ્યારે આ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ખરખરો કરવાને બદલે તેનો વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ભુજમાં AAPના આગેવાનો દ્વારા કાર્યાલય ખુલ્લું મુકાયું, 25 કાર્યકરો આપમાં જોડાયા
ઓક્સિજનની કમીથી મૃત્યુ પામેલા લોકો માટે સબૂત આપવા AAP તૈયાર
આ ઉપરાંત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, કોરોના દરમિયાન કોઈ પણ દર્દીનું મૃત્યુ ઓક્સિજનની કમીથી નથી થયું. ત્યારે આ વાતને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા વખોડવામાં આવી હતી અને લોકોના ઓક્સિજનની કમી તેમજ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત1ના કારણે મૃત્યુ થયા છે. જેના સબૂત પણ આપવા તૈયાર છીએ. ઉપરાંત, મૃત્યુ તથા કેસના આંકડા પણ છૂપાવવામાં આવ્યા છે. જેના સાચા આંકડા મેળવવા માટે અમારી પાર્ટી દ્વારા પ્રક્રિયા ચાલુ છે.
ગુજરાતને ભ્રષ્ટાચારમુક્ત બનાવશું: ઈશુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાનગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપની સરકાર દ્વારા અનેક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચારમુક્ત શાસન લાવ્યું છે. ત્યારે જો, આગમી સમયમાં આમ આદમી પાર્ટીને તક મળશે તો અમે પણ ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત બનાવશું. 'એક મત AAPને આપો પછી જુઓ ગુજરાતને' એમ કહી કચ્છની જનતાને આપમાં જોડાવા પ્રોત્સાહિત કર્યા હતાં.
કચ્છના લોકોની નર્મદાના પાણી અંગેની સમસ્યા દૂર કરીશું: AAP
જો 2022માં આમ આદમી પાર્ટીની સરકાર આવશે, તો અમે કચ્છની જનતા માટે અનેક વિકાસના કાર્યો કરશું. ઉપરાંત, જે નર્મદાના પાણીની સમસ્યા વર્ષોથી કચ્છના લોકોને સતાવી રહી છે તે અને દૂર કરીશું. જો પેટ્રોલના ભાવ 100થી વધારે થયા તો ગુજરાતમાં ભાજપના નેતાઓને બહાર નીકળવું ભારી પડશે. તેવું ઇસુદાન ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: AAPની જનસંવેદના યાત્રા દરમિયાન વિસાવદરના લેરિયા ગામમાં કાર્યકરો પર થયો હુમલો
જાણો શું કહ્યું ઈશુદાન ગઢવીએ?
કચ્છના લોકો જે રીતે આમ આદમી પાર્ટીને આવકાર અપાઈ રહ્યા છે, સહયોગ આપી રહ્યા છે તે દર્શાવે છે કે કચ્છના લોકો પણ પરિવર્તન ઈચ્છી રહ્યા છે. આ ઉપરાંત ભાજપ સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિના પાઠવીને ભાજપ સરકાર મૃતકો અને તેમના પરિવારજનોનું અપમાન કરી રહી છે જેની તેને માફી માંગવી જોઈએ.