ETV Bharat / state

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે 150 બટાલિયન BSF કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું - પર્યાવરણને સ્વચ્છ

5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે, દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છમાં 150 બટાલિયન બોર્ડર સિક્યુરિટી ફોર્સના કેમ્પસમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓને વૃક્ષારોપણ અભિયાનમાં શહેરોમાં નાના જંગલો કેવી રીતે બનાવવા તે વિશે માહિતી આપવામાં આવી હતી.

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે 150 બટાલિયન BSF કેમ્પસમાં વૃક્ષારોપણ

author img

By

Published : Jun 5, 2021, 5:01 PM IST

  • BSF 150 બટાલિયન કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
  • પર્યાવરણીય સંરક્ષણ અને સંતુલન પ્રત્યે હંમેશા જાગૃત રહેવા અપાયો સંદેશો
  • પર્યાવરણને સ્વચ્છ અને શુદ્ધ કેવી રીતે રાખવા તે માટેની પ્રેરણા આપવામાં આવી

કચ્છ: માનવ જીવનનું અસ્તિત્વ જળ, જમીન અને જંગલ સાથે છે. ત્યારે, તેની સાચવણી કરવી ખૂબ જ જરૂરી છે. આ અર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 જૂનના ​​રોજ 150 બટાલિયન બોર્ડર સિક્યુરિટી ફોર્સના કેમ્પસમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજના વૃક્ષારોપણ અભિયાનમાં, મહિલાઓને શહેરોમાં નાના જંગલો કેવી રીતે બનાવવા તે વિશે જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તેમને ભીના કચરામાંથી ખાતર બનાવવાનું શીખવવામાં આવ્યું હતું અને વધુને વધુ છોડ વાવીને પર્યાવરણને સ્વચ્છ અને શુદ્ધ કેવી રીતે રાખવા તે માટેની પ્રેરણા પણ આપવામાં આવી હતી.

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે 150 બટાલિયન BSF કેમ્પસમાં વૃક્ષારોપણ
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે 150 બટાલિયન BSF કેમ્પસમાં વૃક્ષારોપણ

આ પણ વાંચો: વિશ્વ પર્યાવરણ દિન: લગાન ફિલ્મથી જાણીતું થયેલું કુનરીયા ગામ હવે પર્યાવરણના લીધે થયું જાણીતું

દરરોજ પર્યાવરણને પુન:સ્થાપિત કરવાનો સંકલ્પ લેવાયો

150 બટાલિયનના BWWA (BSF WIVES WELFARE ASSOCIATION) ના પ્રમુખ આરતી જનાર્દનના નેતૃત્વમાં આજે શનિવારે બટાલિયન કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં, મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બીજી તરફ, BSF COMMANDANT જનાર્દન પ્રસાદના નેતૃત્વ હેઠળ અધિકારીઓ, ગૌણ અધિકારીઓ અને જવાનો, 150 બટાલિયનએ પણ આ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત, દરરોજ પર્યાવરણને પુન: સ્થાપિત કરવાનો સંકલ્પ લીધો હતો.

આ પણ વાંચો: વિશ્વ પર્યાવરણ દિવસ પર મળો 13000 તુલસીના છોડનું નિઃશુલ્ક વિતરણ કરનાર 'તુલસીભાભી' ને..

કેમ્પસ અને સરહદી વિસ્તારમાં આશરે 1500 જેટલા રોપાઓ રોપવામાં આવ્યા

અંજાર વન વિભાગના અધિકારી પીએમ જાધવ અને તેમની ટીમે બોર્ડર સિક્યુરિટી ફોર્સની સાથે વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ સાથે, પર્યાવરણ સ્વચ્છ બને તે માટે કેમ્પસ અને સરહદી વિસ્તારમાં આશરે 1500 જેટલા રોપાઓ રોપવામાં આવ્યા હતા. "કોઈ વૃક્ષ નહીં તો ઓક્સિજન નહીં, ઓક્સિજન નહીં તો જીવન નહીં"ના સૂત્રને ધ્યાનમાં રાખીને લોકોને પણ વૃક્ષારોપણ કરવા પ્રેરણા આપવી જોઈએ. જેથી આપણી કુદરતી સૌંદર્ય હંમેશા જળવાઈ રહે. આ ઉપરાંત, કમાન્ડન્ટ જનાર્દન પ્રસાદે સંદેશ આપ્યો હતો કે, પર્યાવરણીય સંરક્ષણ અને સંતુલન પ્રત્યે હંમેશા જાગૃત રહો અને પર્યાવરણ માટે નુકસાનકારક હોય એવી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.