કચ્છ: માંડવી શહેરમાં સોમવારે સવારે ચાર વાગ્યથી સવારના આઠ વાગ્યા સુધીમાં 133 મીમી વરસાદ થયો છે. આ શહેરમાં છેલ્લા 48 કલાકમાં સાડા બાર ઈંચ વરસાદ ખાબકયો હતો. જેને લીધે ઠેર-ઠેેર પાણી ભરાઈ ગયા હતા. તેમજ દુકાનો, મકાનો, સોસાયટીમાં પાણી ફરી વળ્યા હતા. જોકે, સાડા બાર ઈંચ વરસાદ છતાં માંડવી શહેરમાં સ્થિતિ હજુ નિયંત્રણ હેઠળ છે.
કચ્છનું માંડવી જળબંબાકાર, કુલ સાડા બાર ઈંચ વરસાદ નોંધાયો જ્યારે ભારે વરસાદને પગલે માંડવીની રૂકમાવતી નદી બે કાંઠે વહી રહી છે. શહેરની શાન ગણાતું ટોપણસર તળાવ છલકાઈ ગયું છે. જયારે નિચાણવાળા વિસ્તારોમાં વાહનો ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા છે. તેમજ ભીડ વિસ્તારમાં પાણીના નિકાલ માટે પાલિકાની ટીમે કામે લાગી ગઇ છે. કચ્છનું માંડવી જળબંબાકાર, કુલ સાડા બાર ઈંચ વરસાદ નોંધાયો આ ઉપરાંત ભુજમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે અબડાસામાં એક ઈંચ, મુંદરામાં 05 મીમી, અંજારમાં 08 મીમી, ગાંધીધામ 05 મીમી, નખત્રાણા 07 મીમી, વરસાદ નોંધાયો છે.