રાજ્યપ્રધાન વાસણભાઇ આહીર, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની હાજરીમાં યોજાયેલા ક્રાર્યક્રમમાં પોલીસવડા પરિક્ષીતા રાઠોડે પ્રદૂષણમુકત જીવન જીવવા વૃક્ષોનું જતન કરવા જણાવ્યું હતું. પ્રકૃતિની જાળવણીના કાર્યક્રમ હેઠળ યોજાયેલા આ વન મહોત્સવ અંતર્ગત હેડક્વાર્ટર અને તમામ પોલીસ મથકોએ કુલ 4000 જેટલાં રોપાઓનું વાવેતર કરવામાં આવશે.
