ભુજ તાલુકાના બન્ની-પચ્છમના વડામથક ખાવડા મુકામે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગુજરાત રાજય મહિલા આયોગ ગાંધીનગર અને કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે યોજાયેલા. ‘નારી સંમેલન’ પ્રસંગે મહિલા આયોગના અધ્યક્ષાએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓને ન્યાય મળે એ દિશામાં મહિલા આયોગ કટ્ટીબધ્ધ છે.
કચ્છના ખાવડા ખાતે યોજાયું નારી સંમેલન, ગુજરાત મહિલા આયોગના પ્રમુખ લીલાબેન રહ્યાં ઉપસ્થિત - 138schemes
ભુજઃ ગુજરાત મહિલા આયોગે મહિલાઓને લગતાં પ્રશ્નો હવે ૧૫ દિવસમાં ઉકેલવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધીમાં ૩ કરોડ મહિલાઓના આર્થિક, સામાજીક સશક્તિકરણ સાથે મહિલાઓને લગતાં ૫૦ હજાર પ્રશ્નોનું નિવારણ કરાયું છે .કચ્છના ખાવડા ખાતે નારી સંમેલનને સંબોધતાં મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું.
કચ્છના ખાવડા ખાતે નારી સંમેલન યોજાયું, દેશમાં મહિલાઓ માટે 138 યોજનાઓ અમલમાં
ભુજ તાલુકાના બન્ની-પચ્છમના વડામથક ખાવડા મુકામે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગુજરાત રાજય મહિલા આયોગ ગાંધીનગર અને કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે યોજાયેલા. ‘નારી સંમેલન’ પ્રસંગે મહિલા આયોગના અધ્યક્ષાએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓને ન્યાય મળે એ દિશામાં મહિલા આયોગ કટ્ટીબધ્ધ છે.
Intro:ગુજરાત મહિલા આયોગે મહિલાઓને લગતાં પ્રશ્નો હવે ૧૫ દિવસમાં ઉકેલવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધીમાં ૩ કરોડ મહિલાઓના આર્થિક, સામાજીક સશક્તિકરણ સાથે મહિલાઓને લગતાં ૫૦ હજાર પ્રશ્નોનું નિવારણ કરાયું છે કચ્છના ખાવડા ખાતે નારી સંમેલનને સંબોધતાં મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતિ લીલાબેન અંકોલીયાએ આમ જણાવ્યું હતું.Body:
ભુજ તાલુકાના બન્ની-પચ્છમના વડામથક ખાવડા મુકામે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગુજરાત રાજય મહિલા આયોગ ગાંધીનગર અને કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે યોજાયેલા ‘નારી સંમેલન’ પ્રસંગે મહિલા આયોગના અધ્યક્ષાએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓને ન્યાય મળે એ દિશામાં મહિલા આયોગ કટ્ટીબધ્ધ છે. મહિલાઓનાં સ્વાસ્થ્ય, સામાજીક સશક્તિકરણ સાથે આર્થિક પગભર બનાવવાના ઉદ્દેશથી ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૫માં મહિલા આયોગ રચના કરી હતી. મહિલા આયોગ દ્વારા રાજયમાં ૨૭૦ નારી અદાલતોની સ્થાપના કરાઇ છે. કેન્દ્ર-રાજય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે ૧૩૮ યોજનાઓ અમલમાં મૂકાઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આખા દેશમાં નારી અદાલતો બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
મહિલા આયોગની ૧૮૧ અભયમ હેલ્પ લાઇનનો અત્યાર સુધીમાં ૫૮ લાખ મહિલાઓએ લાભ લીધો છે. રપ યુનિવર્સિટીમાં સેમિનાર દ્વારા ૫૦ હજાર વિદ્યાર્થીઓને કાયદાનું જ્ઞાન અપાયું હોવાનું જણાવી મહિલાઓને લગતી મહત્વની યોજનાઓની જાણકારી આપી હતી. નારી સંમેલનના આયોજન બદલ તેમણે જિલ્લા વહીવટીતંત્રની પીઠ થાબડી હતી.
આ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી ફેમીલી કોર્ટના પેનલ એડવોકેટ તૃષ્ણાબેન પંચોલીએ કાયદાકીય સમજ આપી હતી. આ સાથે મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની વિવિધ વકતાઓએ વિસ્તૃત જાણકારી અપાઇ હતી. Conclusion: