- ડિગ્રી વગરના બોગસ ડૉક્ટરને પકડવામાં આવ્યો
- બોગસ ડૉક્ટર કોઇપણ ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો
- આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈૉ
કચ્છઃ અંજાર પોલીસે આરોગ્ય વિભાગને સાથે રાખી અંજારથી વર્ષામેડી જતા રોડ પર વેલ્સ્પન કંપનીની આગળ દરગાહ સામે આવેલા અરહિંત નગર કોમ્પલેક્ષમાં સુકૂમાર મનોરંજન સરકાર મૂળ પશ્ચિમ બંગાળનો ડૉક્ટર કોઇપણ ડીગ્રી વગર પ્રેક્ટીસ કરતો ઝડપી પાડયો હતો.
આ પણ વાંચોઃ ખેડામાં માત્ર 12 પાસ બોગસ ડૉક્ટર ઝડપાયો, 8 વર્ષથી ચલાવતો હતો દવાખાનું
મેડીકલ પ્રેકટીસના 10,165ની કિંમતના વિવિધ સાધનો અને દવાઓ પણ મળી આવ્યા
અંજારના પી.આઇ એમ.એન.રાણાને બાતમી મળતા મેડીકલ ઓફિસરને સાથે રાખી કાર્યવાહી કરાઇ હતી. આ ઉપરાંત આ બોગસ ડૉક્ટર પાસેથી મેડીકલ પ્રેક્ટીસના 10,165ની કિંમતના વિવિધ સાધનો અને દવાઓ પણ મળી આવ્યા હતા. જેથી પોલસે વિવિધ કલમો હેઠળ તેના વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચોઃ દ્વારકા નજીકના બંદર વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો
આરોગ્ય વિભાગ દ્વારા આવા બોગસ ડૉક્ટરો સામે કાર્યવાહી થવી જોઈએ
આમ તો બોગસ ડૉક્ટરોને ઝડપી પાડવા અને તેમના પર કાર્યવાહી કરવાની જવાબદારી આરોગ્ય વિભાગની હોય છે પરંતુ જ્યારે જ્યારે આવા બોગસ ડૉક્ટરોની ફરિયાદ આવે છે, ત્યારે માત્ર સર્વે જ કરવામાં આવે છે. જો આરોગ્ય વિભાગ દ્વારા વ્યવસ્થિત રીતે તપાસ કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તો આવા બોગસ ડૉક્ટરો લોકોના જીવ સાથે રમત કરે છે.