- પૂર્વ કચ્છના ASI 1 કરોડ રૂપિયાથી વધુ સંપતિના માલિક
- અમદાવાદના ACB રીડર PIએ કરી ફરિયાદ
- ભ્રષ્ટાચાર અધિનિયમ-1988ની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ
- સંપતિમાં 73.64 ટકાથી વધુ સંપતિનો હિસાબ મળી આવ્યો
આ પણ વાંચોઃ એક લાખની લાંચ માગનાર હેડ કોન્સ્ટેબલ સહિત અન્ય એક ખાનગી વ્યક્તિ ACBના સકંજામાં
ભુજઃ પરીક્ષિતસિહ પ્રભાતસિહ જાડેજા, અનાર્મ્ડ ASI, વર્ગ-૩, રાપર પોલીસ સ્ટેશન સામે થયેલી ફરિયાદ સંદર્ભે તપાસ કરતા ગત તારીખ 01/04/2008થી તા.31/03/2020 સુધી તેમની સંપતિમાં 73.64 ટકા વધુ સંપતિનો હિસાબ મળી આવ્યો છે. પરીક્ષિતસિહ સામે ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરી અને અપ્રમાણસર મિલ્કત વસાવ્યાના આક્ષેપની અરજી સબંધે ACB દ્વારા અરજી તપાસ સબંધે જરૂરી રેકર્ડ, દસ્તાવેજો, કાયદેસરની મેળવેલી આવક અને કરેલા રોકાણ તથા ખર્ચની હકિકતો તપાસતા ફરજ દરમિયાન પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ.1,22,98,337 એટલે કે 73.64 ટકા જેટલી રકમનું વધુ રોકાણ/ખર્ચ કરેલાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
12 વર્ષના ચેકપીરીયડના સમયગાળામાં જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ
આરોપીએ 12 વર્ષના ચેકપીરીયડના સમયગાળામાં કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે ધનવાન થવા વિવિધ રસ્તા અપનાવી નાણાં મેળવી, નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પરિવારજનોના નામે જંગમ મિલ્કતમાં રોકાણ/ખર્ચ કરી, ભ્રષ્ટાચાર કર્યા હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચોઃ સુરત ACBને મળી સફળતા, 15,000ની લાંચ લેતા રાંદેર ઝોનના આસિસ્ટન્ટ ઈજનેરની ધરપકડ
ભ્રષ્ટાચારની કલમો હેઠળ ગુનો નોંધાયો
અધિનિયમ 1988 (સુધારો-2018)ની કલમ 13(1)(બી) તથા 13(2) મુજબનો ગુનો નોંધવામા આવ્યો છે. પી. કે. પટેલ, ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર,કચ્છ(પૂર્વ) ABC પોલીસ સ્ટેશન, ગાંધીધામ પરીક્ષીતસિંહ સામે ગુનો નોંધ્યો છે અને તેની તપાસ એમ. જે. ચૌધરી, પોલીસ ઈન્સપેકટર, કચ્છ(પશ્વિમ) ACB પોલીસ સ્ટેશન, ભુજ દ્વારા કરવામાં આવી હતી.