ETV Bharat / state

મુન્દ્રા તાલુકામાં ભાઈએ જ બહેનની છરીના 8થી 10 ઘા ઝીંકીને કરી હત્યા - મુન્દ્રા ન્યૂઝ

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના મારુતિનગરમાં એક હત્યાએ ભારે ચકચારી મચાવી છે. એક ભાઈએ જ તેની બહેનને છરીના 8થી 10 ઘા કરીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

ભાઈએ જ બહેનની કરી હત્યા
ભાઈએ જ બહેનની કરી હત્યા
author img

By

Published : Mar 16, 2021, 8:07 PM IST

Updated : Mar 16, 2021, 9:20 PM IST

  • ભાઈએ જ બહેનની કરી હત્યા
  • હત્યા કર્યા બાદ ભાઈ છરી લઈ લાશ પાસે ચક્કર મારતો રહ્યો
  • પોલીસે ઘટના સ્થળે પહોંચીને આરોપીને પકડ્યો

કચ્છ: જિલ્લાના મુન્દ્રા તાલુકાના મારુતિનગર ચોકમાં પડેલી તેની લાશ નજીક છરી લઈને ફરતો જોવા મળી રહ્યો છે. જ્યારે સ્થાનિક લોકો તેને પડકારે છે, ત્યારે સ્થાનિક લોકો સામે પણ રોફ સાથે પોતાની બહેન હોવાનું કહી તેની હત્યા કરી હોવાનું ખુલ્લેઆમ કહી રહ્યો છે. આ રીતે ખોટા સંબંધમાં હત્યા કર્યા બાદ જાહેરમાં આ રીતે છરી લઈને ફરતા સોસાયટીમાં રહેતા લોકોમાં પણ ડર વ્યાપ્યો હતો.

હત્યા કર્યા બાદ ભાઈ છરી લઈ લાશ પાસે ચક્કર મારતો રહ્યો

આ પણ વાંચો: મોરબીમાં પ્રેમ પ્રકરણમાં એક જ દિવસમાં ત્રણ સ્થળે માથાકૂટ, એક વ્યક્તિ પર છરીથી હુમલો

પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની અટકાયત કરી અને હત્યાના ચોક્કસ કારણ જાણવા હત્યારાની વધુ પુછપરછ શરૂ કરી છે. પોલીસે આપેલી પ્રાથમિક વિગતો મુજબ હતભાગી રીનાબા નારૂભા ટાંકને તેના ભાઈ પ્રેમસંગ નારૂભા ટાંકે છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટના બાદ તરત જ આસપાસના કોઈ સ્થાનિક રહેવાસીએ પોતાના મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં પણ આરોપી છરી સાથે જોવા મળે છે.

આ પણ વાંચો: રાજકોટના જંક્શન રોડ નજીક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો

છરી લઈને ખુલ્લેઆમ ફરતા આરોપીથી લોકોમાં ભયનું વાતાવરણ

ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. આરોપી પ્રેમસંગ રાઠોડ વીડિયોમાં એવું બોલતો સંભળાયો હતો કે, આ મારી બહેન થાય અને મેં જ તેને પતાવી નાખી છે. તેણે ગલત સંબંધ રાખ્યો એટલે મેં તેને મારી નાખી છે. વીડિયો ઉતારનારા જાગૃત નાગરિક આરોપીને કંઈક સમજાવે છે, ત્યારે વધુમાં આરોપીએ એમ પણ કહ્યું હતું કે, 'હું ક્યાંય જ નથી જવાનો અહીં જ ઉભો છું.' આ સમગ્ર ઘટનાની જાણ મુન્દ્રા પોલીસને થતાં મુન્દ્રા PSI સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. આરોપીને ઘટના સ્થળેથી રાઉન્ડઅપ કરીને હતભાગી યુવતીના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. ઘટના સ્થળે પંચનામું કરવા સહિત વિધિવત ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Last Updated : Mar 16, 2021, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.