- ભુજના ગડા પાટિયા નજીક ટેમ્પોની અડફેટે બાઈક આવ્યું
- બાઈકચાલકનું કમકમાટીભર્યું મોત
- ટેમ્પોએ બાઇકને અડફેટે લેતા દ્વિચક્રી વાહનચાલકનું શરીર છૂંદાયું
કચ્છ: ભુજના ગડા પાટિયા નજીક તેમજ શેખપીર CNG પેટ્રોલ પંપ પાસે ટેમ્પોની અડફેટે બાઈક આવ્યું હતું. અકસ્માતમાં 30 થી ૩૫ વર્ષીય યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માત સર્જીને ડ્રાઇવર ભાગી ગયો
ભુજના ગડા પાટિયા નજીક ટેમ્પો અડફેટે બાઈકચાલકનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. ટેમ્પોએ બાઇકને અડફેટે લેતા દ્વિચક્રી વાહનચાલક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સૂત્રોની જાણકારી પ્રમાણે મૃતક જામનગર બાજુનો હતો. અકસ્માત સર્જીને ડ્રાઇવર ભાગી ગયો હતો. ટ્રકમાંથી દારૂની કોથળીઓ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી.