કચ્છઃ સતાવાર વિગતો મુજબ આ કેસમાં સીઆઈડી બોર્ડર રેન્જ પોલીસે અરજીના તપાસ બાદ અર્પિત ઈન્ટરનેશનલના જયંતી જેઠાલાલ ઠક્કર અને ભદ્રેશ ટ્રેડીંગ કોર્પોરેશનના ભદ્રેશ મહેતા, તેના પુત્ર પાર્થ મહેતા, પત્ની હિના મહેતા કેડીસીસી બેન્કની નલિયા શાખાના તત્કાલિન બ્રાન્ચ મેનેજર સંજય ત્રિપાઠી અને રત્નાકર બેન્ક લિમિટેડના અધિકારી પ્રતીક શાહનો પણ સમાવેશ છે.
ફરિયાદમાં નોંધાયેલી વિગતો મુજબ વર્ષ 2013માં કુલ 119 ખેડૂતોના નામે રત્નાકર બેન્કમાંથી 29. 94 કરોડની લોન લેવાઈ હતી. આ લોન પ્રક્રિયામાં ભદ્રેશ ટ્રેડીંગ કોર્પોરેશન જામીનમાં રહ્યું હતું અને પોતાની જમીન મોર્ગેજ કરાવી હતી. 29.94 કરોડની લોનમાંથી પાંચેક કરોડની લોન ભરી દેવાઈ હતી. બાકીના 24.64 કરોડની રકમ ભરવામાં આવી નથી. આ અંગે અરજી બાદ તપાસ હાથ ધરાઈ હતી.
બેન્ક દ્વારા પોતાની લોનની રકમની વસૂલી માટે મોર્ગેજ કરાયેલી જમીનની વેલ્યુએશન કરાવતાં મંજૂર થયેલી લોનની રકમ સામે ચોપડા પર જમીનની વેલ્યુએશન વધુ દર્શાવાય હોવાનું બહાર આવ્યું હતું અને સમગ્ર કૌભાંડ સ્પષ્ટ થયું હતું. આ અંગે બેન્કની અરજીના આધારે સીઆઈડી ક્રાઈમની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમા ખોટા નામે લોન લેવાયા હોવાનું જાણીને કેટલાક ખેડૂતોએ દયાપર પોલીસ મથકે તેમના નામે બોગસ દસ્તાવેજોના આધારે બારોબાર લોન લેવાઈ હોવાની અરજી આપી હતી.
આ કેસમા પોલીસે બુધવારે આરોપી પાર્થ ભદ્રેશ મહેતાને ભૂજ એસીબી કોર્ટમાં રજૂ કર્યો હતો. સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આરોપીના રિમાન્ડના મુદાઓને ધ્યાને રાખીને અદાલતે પાંચમી ઓગષ્ટ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.
નોંધનીય છે કે, આ કેસમાં આરોપી બતાવાયા છે જેમાંથી જેન્તી ઠકકર ડુમરા સહિતના આરોપી સામે અગાઉ પણ બેન્ક કૌભાંડની ફરિયાદો થઈ ચૂકી છે.