ETV Bharat / state

કચ્છમાં છેલ્લા ચોવીસ કલાકમાં 7 કેસ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં - કચ્છમાં લોકોને કવોરન્ટાઈન કરાયા

કોરોના મહામારી વચ્ચે અત્યાર સુધી સેફ ઝોનમાં ગણાતા કચ્છમાં છેલ્લા 24 કલાકમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કચ્છમાં કુલ કેસની સંખ્યા 16 પર પહોંચી છે. પહેલા જિલ્લામાં એકસાથે 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા. પરંતુ સોમવારે મોડીરાત્રે ભચાઉના જડસાના એક યુવાનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા છેલ્લા ચોવીસ કલાકમાં પૂર્વ કચ્છમાં કુલ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે.

કચ્છમાં છેલ્લા 24 કલાકમાં સાત પોઝીટીવ કેસ આવતા તંત્ર હરકતમાં

author img

By

Published : May 12, 2020, 7:28 PM IST

કચ્છ: એક સાથે 7 કોરોનાના દર્દી સામે આવતા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે. ખાસ કરીને રેડ ઝોન મુંબઈથી આવી રહેલા લોકોને કારણે કચ્છમાં ચિંતા છવાઈ છે. અંજારના બુઢારમોરા ગામના પોઝિટિવ યુવાન સાથે બસમાં આવેલી એક મહિલા સહિત પાંચ અને ગાંધીધામ પોલીસે ગાંજાના કેસમાં પકડેલા એક આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કચ્છમાં છેલ્લા 24 કલાકમાં સાત પોઝીટીવ કેસ આવતા તંત્ર હરકતમાં
જિલ્લ આરોગ્ય તંત્રના જણાવ્યા પ્રમાણે રવિવારે બુઢારમોરાના ર૬ વર્ષિય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવાન સહિત 27 લોકો મુંબઈથી એક સાથે બસ દ્વારા કચ્છ આવ્યા હતા. આ યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેની સાથે આવનાર અન્ય 27 લોકોના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા સોમવારે લેવામાં આવ્યા હતા. ટોટલ 61 રિપોર્ટમાંથી એક મહિલા સહિત 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામને આદિપુર ખાતેના લીલાશાહ કુટિયા ખાતે સરકારી મકાનમાં કવોરેન્ટાઈન કરાયા હતા. જેનો રિપોર્ટ મંગળવારે જાહેર થતાં આ તમામ દર્દીઓને આદિપુરની હરીઓમ ટ્રસ્ટ ખાતે બનાવાયેલી કોવિડ -19 હોસ્પિટલમાંમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ વિશે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નરે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ તમામ લોકોના સંપર્કમાં આવેલા લોકોને કવોરેન્ટાઈન કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે જયારે તમામ દર્દીઓની હાલત સ્થિર છે. દરમિયાન જડસાના યુવાનના સંપર્કમાં આવેલા તેના પત્ની, અન્ય મુંબઈના ચાર યુવાનો, 18 પોલીસ કર્મચારી- અધિકારીઓ, 20 જેટલા આરોગ્ય કર્મચારીઓને કવોરેન્ટાઈન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રેડ ઝોન મુંબઈથી લાખોની સંખ્યામાં લોકો કચ્છ પોતાના વતન આવી રહ્યા છે. જડસાના યુવાનને પણ તેના ઘરે મુંબઈથી આવેલા ચાર લોકોને કારણે જ ચેપ લાગ્યાનું તંત્રને અનુમાન છે તો બીજી તરફ બુઢારમોરાના છ કેસ પણ મુંબઈ હિસ્ટ્રી છે. જ્યારે અગાઉ મુંદ્રા આવેલા ક્રુ મેમ્બર, ભૂજ આવેલી તબીબ યુવતી પણ મુંબઈની જ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ત્યારે કચ્છમાં બહારથી આવતા તમામ લોકોને ફરજિયાત સરકારી કવોરેન્ટાઈન કરવાની દિશામાં કડક કામગીરીની માગ થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.