કચ્છઃ કોરોના સામેની લડતમાં અનેક લોકો આગળ આવીને સહાય કરી રહ્યાં છે. ત્યારે ભૂજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી , પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પાર્ષદ જાદવજી ભગત અને વડીલ સંતોની પ્રેરણાથી ચોવીસીના ગામના સ્વામિનારાયણ મંદિરો દ્વારા કોરોના મહામારીને અનુલક્ષીને મુખ્યપ્રધાન રાહતફંડમાં અનુદાન આપવામાં આવ્યું છે.
વિગતો મુજબ રૂપિયા 2,51,000 સુખપર જુનાવાસ મંદિર, 1,50,000 માધાપર નવાવાસ મંદિર, 1,11,000 મદનપુર (સુખપર-નવાવાસ) મંદિર, 1,11,000 સ્વામિનારાયણ સંસ્કૃત પાઠશાળા-સુખપર, 1,00,000 નારાણપર નીચલો વાસ મંદિર અને 51-51 હજાર મિરજાપર મંદિર, સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર સંકુલ સ્ટાફ પરિવાર, વાડાસર મંદિર, ગોડપર મંદિર, મેઘપર મંદિર તરફથી તમામ ચેકો કચ્છ કલેક્ટરને અર્પણ કરાયા હતા.
આ તમામ સંસ્થાઓને ભુજ મંદિરના મહંત સ્વામી અને વડીલ સંતોએ આશીર્વાદ આપ્યા હતા. સંકલન કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી, કોઠારી શુકદેવ સ્વામી અને પ્રવીણ પિંડોરિયાએ કર્યું હતું.