- કચ્છમાં ભુકંપના આંચકાઓનો સિલસિલો યથાવત
- 4:22 વાગ્યે 3.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો
- રાપરથી 13 કિલોમીટર દૂર ભુકંપનું કેન્દ્રબિંદુ
કચ્છ : કચ્છમાં 2001ના મહાભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફત શોકનો સિલસિલો આજ દિન સુધી અવિરત રહેવા પામ્યો છે. આજે વહાણુંના સમયે 4:22 કલાકે 3.7ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છની ધરા ખખડી હતી. કચ્છના વાગડ પંથક ભચાઉ, રાપર અને સુવઈ સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. ભુકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 13કિમી દૂર સાઉથ વેસ્ટમાં નોંધાયું હતું.
કચ્છની અવનિ પર 3.7ની તીવ્રતાનો ધ્રાસકો
વહેલી સવારના 4:22 વાગ્યાના સમયગાળા દરમિયાન રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાના નોંધાયેલ આંચકાથી રાપરથી 13 કિલોમીટર દૂરના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો અને 3.7ની તીવ્રતાનો હોવાથી લોકોમાં થોડો ગભરાટ ફેલાયો હતો તથા લોકો ઊંઘમાંથી સફાળા જાગી ઉઠયા હતા.
આ પણ વાંચોઃ આ રાજ્યના મુખ્યપ્રધાન બદલવાની અટકળો વચ્ચે વધુ 3 ધારાસભ્યો દિલ્હી રવાના
આ પણ વાંચોઃ તુર્કીમાં વિનાશકારી ભૂંકપ : 39 લોકોના મોત