- પાણી ભરેલાં ટેન્કર અને ટ્રેક્ટર પલટી ગયા
- ટ્રેક્ટર પર સવાર 8માંથી 3ના મોત, 2નો ચમત્કારિક બચાવ
- દુર્ઘટનામાં લક્ષ્મીનારાયણની નજર સામે તેના નાના ભાઈનું મોત
કચ્છ : ભચાઉના શિવલખા નજીક બેકબોન સોલાર નામની કંપનીના પ્લાન્ટમાં કામ કરતાં 8 શ્રમિક યુવકો મધરાત્રે પોણા બેના અરસામાં પાણી ભરેલાં ટેન્કરને ટ્રેક્ટર સાથે જોડી તેમાં સવાર થઈ તેમના રૂમ તરફ જઈ રહ્યાં હતા. ત્યારે પ્લાન્ટ નજીક વળાંકમાં પૂરઝડપે ટ્રેક્ટરને વાળાવવા જતા ટ્રેક્ટર અને ટેન્કર પલટી ગયા હતા.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં ટ્રેન દુર્ધટના: 30ના મોત, 50થી વધુ ઇજાગ્રસ્ત
અન્ય ત્રણ યુવકોને નાની-મોટી ઈજાઓ થઈ
આ દુર્ઘટનામાં ટ્રેક્ટર અને ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઈવર રાહુલ નિષાદ, બબલુકુમાર ફાગુરામ કુમાર અને વૈજનાથ નિષાદના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ યુવકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જેમાં લવકુશ અને રાજેશકુમાર અર્જુનદાસને ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી.
આ પણ વાંચો : પારડી નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત, ટેન્કર ચાલકે કારને ટક્કર મારતા પાંચને ગંભીર ઇજા
ટ્રેકટરમાંથી બે યુવાનોએ કૂદકો મારતાં ચમત્કારિક બચાવ થયો
ટ્રેક્ટરમાં સવાર લક્ષ્મીનારાયણ નિષાદ અને રાકેશકુમાર કૂદકો મારીને નીચે ઉતરી જતાં બન્નેનો ચમત્કારિક બચાવ થયો હતો. દુર્ઘટના અંગે લક્ષ્મીનારાયણ નિષાદે લાકડીયા પોલીસ મથકે ટ્રેક્ટરના હતભાગી ચાલક રાહુલ નિષાદ સામે ફરિયાદ નોંધાવી હતી. દુર્ઘટનામાં લક્ષ્મીનારાયણની નજર સામે તેના નાના ભાઈ વૈજનાથનું મૃત્યુ થયું હતું.