ETV Bharat / state

મુન્દ્રાના કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ફરાર 3 પોલીસકર્મી ભાવનગરથી પકડાયા

ગુજરાત ATS, પશ્ચિમ કચ્છ પોલીસ તથા અન્ય એજન્સી લાંબા સમયથી 3 ફરાર શખ્સોને પકડવા માટે પ્રયત્ન કરી રહી હતી. મુન્દ્રા પોલીસ મથકે બે યુવકોની હત્યાના ગુનામાં લાંબા સમયથી ફરાર 3 પોલીસ કર્મચારીને અંતે ઝડપી લીધા હતા.

મુન્દ્રાના કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ફરાર 3 પોલીસકર્મી ભાવનગરથી પકડાયા
મુન્દ્રાના કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ફરાર 3 પોલીસકર્મી ભાવનગરથી પકડાયા
author img

By

Published : Mar 26, 2021, 2:32 PM IST

Updated : Mar 26, 2021, 7:01 PM IST

  • મુન્દ્રા પોલીસ મથકે થયેલા કસ્ટોડિયલ ડેથના નાસતા ફરતા 3 પોલીસકર્મી પકડાયા
  • ભાવનગરની હોટલમાંથી ફરાર થયેલ પોલીસ કર્મી પકડાયા
  • પોલીસે વધુ તપાસ હાથ ધરી

કચ્છ: ગુજરાત ATS, પશ્ચિમ કચ્છ પોલીસ તથા અન્ય એજન્સી લાંબા સમયથી 3 ફરાર શખ્સોને પકડવા માટે પ્રયત્ન કરી રહી હતી. ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસએ ભાવનગર પોલીસની મદદથી શક્તિસિંહ ગોહિલ, અશોક કનાદ, જયદેવસિંહ ઝાલાને ઝડપી લીધા છે. પકડાયેલા 3 પૈકી બે પોલીસકર્મી હોટલમાંથી ઝડપાયા છે. જ્યારે અન્ય એકને ભાવનગર નજીકથી ઝડપી લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ મામલે તટસ્થ તપાસની માંગ અંગે ક્ષત્રિય સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

આખરે આરોપીઓ પકડાયા, પોલીસે કાયદેસરની કાર્યવાહી આગળ વધારી

મુન્દ્રા પોલીસ મથકે થયેલા આ કસ્ટોડિયલ્ ડેથ પ્રકરણના ઘેરા પ્રત્યાધાત પડ્યા હતા, પરંતુ મુખ્ય આરોપી 3 પોલીસ કર્મચારી લાંબા સમયથી પોલીસને ચકમો આપતા હતા. અંતે પોલીસે તેમને પકડી લીધા છે. પશ્ચિમ કચ્છના SP સૌરંભસિંગે આ અંગે સમર્થન આપીને આગળની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : મુન્દ્રા કસ્ટોડીયલ ડેથ મામલો: 3 ફરાર આરોપીનું ફરાર વોરન્ટ મંજૂર

Last Updated : Mar 26, 2021, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.