મળતી વિગતો મુજબ કચ્છ માર્ગ મકાન વિભાગ હસ્તકના 15 જેટલા મુખ્ય માર્ગો અને કચ્છ જિલ્લા પંચાયત હસ્તકના 281 જેટલા માર્ગો સંપૂર્ણ રીતે ધોવાઈ ગયા છે. કચ્છમાં સારા વરસાદને પગલે ભચાઉ ,રાપર, અબડાસા, નખત્રાણા, ભુજ તાલુકાના માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને જિલ્લા પંચાયતના 295 કેટલા માર્ગોને નુકસાન પહોંચ્યું છે. જેમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કચ્છ જિલ્લા પંચાયત હસ્તકના 281 માર્ગની નુકસાનીને 47 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે, આ ધોવાઈ ગયેલા રસ્તાઓ પુનઃસ્થાપન માટે પણ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમા ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો પોતાની મુશ્કેલીઓ માટે નારાજગી વ્યક્ત કરી છે.
વરસાદને પગલે સરકારી બાબુઓને ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે. જો કે, હાલમાં સંપૂર્ણ રીતે ધોવાઇ ગયેલા કોઝવેને ડાયવર્ઝન આપીને ચાલુ કરી દેવાયા છે. હજુ ચોમાસાની સીઝનથી હાલ કામચલાઉ સમારકામ હાથ ધરાઇ છે.