ETV Bharat / state

કચ્છમાં તંત્રની આગોતરી તૈયારી, 150 બેડની 3 કોવીડ-19 હોસ્પિટલનું આયોજન

કચ્છમાં ગાંધીધામની સ્ટર્લિગ અને આદિપુરની હરી ઓમ હોસ્પિટલોને આગામી સમયમાં 150 બેડવાળી કોવીડ-19ના માપદંડો આધારિત હોસ્પિટલમાં રૂપાંતરિત કરવામાં આવશે. જે મુદ્દે કલેક્ટર, ધારાસભ્ય અને અન્ય અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

author img

By

Published : Apr 8, 2020, 8:38 PM IST

kutch news
kutch news

ભૂજઃ કચ્છમાં તંત્રએ આગોતરી તૈયારીના ભાગરૂપે ગાંધીધામની સ્ટર્લિગ અને આદિપુરની હરી ઓમ હોસ્પિટલોને ધ ગુજરાત એપેડમીક રેગ્યુલેશન 2020 હેઠળ કલેક્ટર દ્વારા હસ્તગત લેવામાં આવી છે. તેમજ આગામી સમયમાં તેને 150 બેડવાળી કોવીડ-19ના માપદંડો આધારિત હોસ્પિટલ તૈયાર કરાશે. હાલ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

સામાજિક અને પછાત કલ્યાણ વર્ગોના રાજયપ્રધાન વાસણભાઇ આહિર, જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. એ આરોગ્ય તંત્ર સાથે કોરોના વાયરસ કોવીડ-19ની વર્તમાન સ્થિતિનો તાગ મેળવવા પૂર્વ કચ્છની મુલાકાત લીધી હતી. વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-19ની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને ગાંધીધામની સ્ટર્લિગ હોસ્પિટલ અને આદિપુરની હરી ઓમ હોસ્પિટલની માહિતી મેળવી હતી.

ગાંધીધામની સ્ટર્લિગ હોસ્પિટલ અને આદિપુરની હરી ઓમ હોસ્પિટલને ટુંક સમયમાં જ કોવીડ- 19 ના માપદંડો આધારિત તૈયાર કરવામાં આવશે. સ્ટર્લિગ હોસ્પિટલમાં 100 અને હરી ઓમ હોસ્પિટલમાં 50 અને ભુજની વાયબલ હોસ્પિટલમાં 22 જેટલી બેડવાળી આઈસોલેશન હોસ્પિટલ કલેકટરની આગેવાની હેઠળ તૈયાર કરવામાં આવશે.

આ અંગે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, કલેક્ટર પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર તેમજ સ્થાનિક અધિકારીઓ, ટ્રસ્ટીઓ અને તબીબો હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.