કચ્છ કચ્છની સૌથી મોટી સરહદ ડેરી છે જેની આજે 13મી વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીના 72માં જન્મદિને સેવા પખવાડિયાના ઉજવણીના ભાગરૂપે સરહદ ડેરી દ્વારા દીકરીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના ભાગરૂપે પોસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા સુકન્યા સમૃધ્ધિ યોજના ( Sukanya Samriddhi Yojana ) ચલાવવામાં આવે છે. જેમાં અંજાર એપીએમસીમાં ( Anjar APMC ) આજ રોજ સરહદ ડેરીની 13મી વાર્ષિક સાધારણ સભા ( 13th AGM of Sarhad Dairy in Anjar) માં 72 દીકરીઓને સુકન્યા સમૃધ્ધિનું ખાતું ખોલાવી આપી અને પ્રથમ હપ્તા પેટે 250 લેખે કુલ 18000 રકમ સરહદ ડેરી દ્વારા ભરવામાં આવે છે. જેમાં કુલ 7200 દીકરીઓને ખાતું ખોલાવી અને પ્રથમ હપ્તાની કુલ 18 લાખ રૂપિયા રકમ દૂધ સંઘ દ્વારા ભરવામાં આવી હતી.
72 વ્યક્તિઓને અંગદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા આયુષ્માન ભારત યોજના તળે દરેક ભારતીયને મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવવાની નેમ છે. જેમાં સરહદ ડેરી દ્વારા તમામ પશુપાલકોને આયુષ્માન ભારતના કાર્ડ કાઢી આપવામાં આવશે. જે અંતર્ગત આજ રોજ 72 કાર્ડ કાઢવામાં આવ્યા છે. ઉપરાંત અંગદાન મહાદાન અન્વયે 7200 વ્યક્તિઓને અંગદાન માટે પ્રેરિત કરી અને રજિસ્ટ્રેશન કરાવી જે અન્વયે 72નું રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માલધારીઓ અને પશુપાલકો ઉપસ્થિત રહ્યાં હતાં
સૌથી વધુ દૂધ ભરાવતી મહિલાઓ અને મંડળીઓનું સન્માન કરાયું સરહદ ડેરીની 13મી સાધારણ સભા ( 13th AGM of Sarhad Dairy in Anjar)માં સરહદ લક્ષ્મીના પ્રમાણપત્રથી સૌથી વધુ દૂધ ભરાવતી ત્રણ મહિલાઓને સન્માન તેમજ રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. દૈનિક એવરેજ 160 થી 240 લીટર દૂધ ભરાવત્તી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તો સૌથી વધુ દૂધ ભરાવતી 3 મહિલા મંડળીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં દૈનિક એવરેજ 1650 કિલોથી 2090 કિલો દૂધ ભરાવતી મંડળીઓનુ સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું.
અમૂલ માઇક્રો ATM શરૂ કરવામાં આવ્યું ઉપરાંત સરહદ ડેરી તેમજ ડીજીવૃધ્ધિ DGV દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના Digital India Initiative ના ભાગરૂપે અમૂલ માઇક્રો ATM કચ્છ ( AMUL Micro ATM open in Kutch )ની શરૂઆત જે અન્વયે પ્રતીકરૂપે 4 માંડવી ખાતે અને 1 મુન્દ્રા ખાતે એમ કુલ 5 મંડળીઓને માઇક્રો ATMની સોંપણી કરવામાં આવી હતી. માઇક્રો ATM થકી ગામના લોકોને દૂધ મંડળી પર જ બેસીક બેકિંગ સુવિધાઓ મળી રહેશે અને પોતાના ખાતામાં જમા થયેલ દૂધનું પેમેન્ટ મંડળી પરના માઇક્રો ATM દ્વારા રૂપિયા ઉપાડ કરી શકશે.
740 રૂપિયા પ્રતિ કિલો ફેટમાં 10 વધારો કરીને 750 રૂપિયા પ્રતિ કિલો કરાયો સરહદ ડેરી અંતર્ગત 438 દૂધ મંડળીઓ કાર્યરત છે જે પૈકી 79 મહિલા મંડળીઓ છે. જેમાં દૂધ સંપાદનની વાત કરવામાં આવે તો સંઘ સયોજિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તેમજ મંડળ મારફતે દૈનિક સરેરાશ 4.19 લાખ કિલો દૂધ સંપાદિત કરેલ છે અને દૈનિક મહતમ 5.27 લાખ કિલો દૂધનું કલેક્શન કરવામાં આવ્યું છે. ઉપરાંત અત્યાર સુધી દૂધનું કિંમત પ્રતિ કિલો ફેટ 736.40 હતું જે આજે સાધારણ સભામાં વધારીને 750 રૂપિયા કરવામાં આવ્યું છે. તો વાર્ષિક ટર્નઓવર 867.65 કરોડ જેટલું રહેતું હોય છે જે આગામી વર્ષમાં 1200 કરોડ સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવશે. વાર્ષિક નફો ( 13th AGM of Sarhad Dairy in Anjar) પણ 4.52 કરોડ જેટલો થયો હોવાનું સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું.